BAPS : કેટલું નહીં કેવું જીવ્યા એ મહત્વનું છે

News18 Gujarati
Updated: March 14, 2020, 5:33 PM IST
BAPS : કેટલું નહીં કેવું જીવ્યા એ મહત્વનું છે
વચનામૃત

દરેકને માણસાઈનું અનુસંધાન નથી તેનાથી ઇતર બધું બનવાનું અનુસંધાન છે. આ અનુસંધાન નથી એટલે જ કહેવું પડે છે, ‘‘હે માનવી ! તુ માનવ થા તો ઘણું.’’

  • Share this:
વિમાન ઉડાન ભરવાની તયારીમાં હતું. અચાનક ગનમશીનનો અવાજ સંભળાયો અને વિમાનના બધા મુસાફરો સ્તબ્ધ થઈ ગયા. ફલાઈટ ઈન્ચાર્જનો હવાલો સંભાળી રહેલી નિરજાએ જ્યારે આંતકવાદીઓએ વિમાન હાઈજેક કર્યું. ત્યારે પૂરી હિંમતથી તેણે મુસાફરોને બચાવ્યા હતા. નિરજા ઈચ્છત તો સૌથી પહેલાં પોતે બહાર નીકળી શકી હોત  અને પોતાની જાતને બચાવી શકી હોત પરંતુ એણે એમ કરવાને બદલે જેની સાથે સ્નાન સુતકનોય કોઈ સંબંધ ન હોતો એવા અજાણ્યા મુસાફરોને બહાર કઢવાના અને એમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. નિરજા જ્યારે ત્રણ બાળકોને ધક્કા મારીને બહાર કાઢી રહી હતી ત્યારે જ આંતકવાદીએ ગોળીઓનો વરસાદ વરસાવ્યો.  નીરજાએ બાળકોને બચાવવા ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી અને મોતથી ભાગવાને બદલે હસતા મોઢે આવકાર્યું.વિમાન ઉડાન ભરવાની તયારીમાં હતું. અચાનક ગનમશીનનો અવાજ સંભળાયો અને વિમાનના બધા મુસાફરો સ્તબ્ધ થઈ ગયા. ફલાઈટ ઈન્ચાર્જનો હવાલો સંભાળી રહેલી નિરજાએ જ્યારે આંતકવાદીઓએ વિમાન હાઈજેક કર્યું. ત્યારે પૂરી હિંમતથી તેણે મુસાફરોને બચાવ્યા હતા. નિરજા ઈચ્છત તો સૌથી પહેલાં પોતે બહાર નીકળી શકી હોત  અને પોતાની જાતને બચાવી શકી હોત પરંતુ એણે એમ કરવાને બદલે જેની સાથે સ્નાન સુતકનોય કોઈ સંબંધ ન હોતો એવા અજાણ્યા મુસાફરોને બહાર કઢવાના અને એમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. નિરજા જ્યારે ત્રણ બાળકોને ધક્કા મારીને બહાર કાઢી રહી હતી ત્યારે જ આંતકવાદીએ ગોળીઓનો વરસાદ વરસાવ્યો.  નીરજાએ બાળકોને બચાવવા ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી અને મોતથી ભાગવાને બદલે હસતા મોઢે આવકાર્યું.

આપણા સંતાનોને જો આ વ્યક્તિના પ્રેરક પ્રસંગો કહેવામાં આવે તો એમના જીવનને એક નવી દિશા મળે આ દુનિયામાં બધા નાલાયકો અને સ્વાર્થીલા લોકો જ વસે છે, એવી માન્યતામાંથી પણ બાળકો, યુવાનો બહાર આવે.

માનવતાની વ્યાખ્યા પોતાની જાત ઉપરથી નક્કી કરવાની છે.  ‘કોઈ મને દુ:ખ આપે તો નથી ગમતું તો મારે કોઈને દુ:ખ ન આપવું જોઈએ.’ આ સિદ્ધાંત જીવનના દરેક વ્યવહારમાં જેને અનુકૂળ થઈ ગયો છે તેનામાં પૂરી માનવતા આવી ગઈ છે.   આપણને કોઈક થપ્પડ મારે તો એ આપણને ગમતું નથી, તો આપણે બીજાને થપ્પડ ન મારવી જોઈએ. આપણને કોઈ ગાળ દે તો એ આપણને ગમતી નથી, માટે બીજા કોઈને ગાળ ન આપવી જોઈએ. માનવધર્મ એટલે આપણને જે ના રુચે એ બીજા પ્રત્યે કરવું નહીં. આપણને જે ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું એટલે માનવધર્મ.

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, ‘જગત તો ઘણું વિરાટ છે, પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. કુટુંબ, સમાજ, પક્ષ, દેશ વગેરેના સંકુચિત વાડામાં પુરાઈને આપણે જાતેજ કૂવાના દેડકા જેવી રોગિષ્ઠ મનોદશામાં જીવી રહ્યા છીએ. આવા સમયે માનવીએ મક્કમતાથી લોકમાન્ય તિલકની જેમ કહેવું જોઈએ કે, ‘‘માનવતા મારો જન્મ સિદ્ધ અધિકાર છે.’’

દરેકને માણસાઈનું અનુસંધાન નથી તેનાથી ઇતર બધું બનવાનું અનુસંધાન છે. આ અનુસંધાન નથી એટલે જ કહેવું પડે છે, ‘‘હે માનવી ! તુ માનવ થા તો ઘણું.’’

સમાજમાં ડોક્ટર, એન્જિનીયર સાધુ થવું ગુરુ કે ભગવાન થવું સહેલુ છે.  સહેલામાં સહેલું ગુરુ કે ભગવાન બનવું સહેલું છે. પણ અઘરામાં અઘરુ હોય તો માણસ બનવુ બહું અઘરું છે. આપણે માનવી છીએ એ પ્રમાણે માનવીના અવયવો મળ્યા એટલે આપણે માણસ કહેવાઈએ છીએ પણ માનવ બન્યો કે નહિ એ આપણે પોતાની જાતને પૂછવાનું છે. સત્શાસ્ત્રને પૂછવાનું છે.ટાવર રોડે એક ભાઈ ઊભો હતો. અચાનક જ સાતેક વર્ષની એક છોકરી અને એક વૃદ્ધ ચિથરે હાલ માજી તેની પાસે આવીને ઊભા રહ્યાં. પેલી છોકરીએ રીક્ષાવાળાને જોઈને પૂછ્યું ‘‘રેલવે સ્ટેશને આવવું છે ? કેટલા પૈસા લેશો  ? રીક્ષાવાળાએ કહ્યું દસ રૂપિયા, પેલી છોકરી ત્યાંથી ચાલીને પોતાની દાદી પાસે ગઈ અને વાત-ચીત કરીને પાછી આવી. રીક્ષાવાળાને કહ્યું  પાંચ રૂપિયામાં આવવું છે ? રીક્ષાવાળાએ કહ્યું પાંચ રૂપિયામાં તો આજે દાળિયુંય ન આવે. રીક્ષાવાળાનો જવાબ સાંભળતા પેલી નાની છોકરી અને વૃદ્ધ માજી નિરાશ થઈ પાછા પોતાના જગ્યાએ બીજી રીક્ષાની રાહ જોતા ઊભા રહ્યા. ત્યારે અચાનક જ પેલા રીક્ષાવાળો આવ્યો અને કહ્યું હાલો બેસી જાવ, ત્યાં નાની છોકરી બોલી પાંચ રૂપિયા જ આપીશું. પાંચ રૂપિયા આપવા હોય તો આપજો બાકી તમને મફતમાં રેલ્વે સ્ટેશનમાં ઉતારી જઈશ. વૃદ્ધ માંજી રીક્ષાવાળાના માથે હાથ મૂકતા બોલ્યા બેટા, તને આપવા માટે મારી પાસે કાંઈજ નથી, આશીર્વાદ સિવાય.

આપણને વાગે તો દર્દ થાય એ તો સ્વાભાવિક છે. પણ  કોઈ બીજાને વાગે અને આપણને દર્દ થાય એ તો માનવતા છે. મન-વચન-કાયા પારકાને માટે વાપરવા એ જ મનુષ્ય જીવનનો ધ્યેય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે, કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને   સેવા કરવી એ જ છે. સાથે તેમને કહ્યું કે કોઈ દિવસ ગરીબને દુખાવવો નહિ. આ માનવતા એ મોક્ષ નથી પણ માનવતા આવ્યા પછી મોક્ષ થવાની તૈયારીઓ થાય.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर