BAPS : કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એટલે એકાગ્રતા

News18 Gujarati
Updated: March 13, 2020, 3:52 PM IST
BAPS : કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એટલે એકાગ્રતા
વચનામૃત-લક્ષ્યવેધ

પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય, એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ તેટલું કામ સારું

  • Share this:
માનસી કેવડિયા, સારંગપુર - BAPS

કોઈ પણ લક્ષ્ય ઉપર મનની સમગ્ર ચિત્ત વૃત્તિઓને સ્થિર કરીને સતત એ સ્થાન ઉપર જ દૃઢતા પૂર્વક લગાવી રાખવી તેનું નામ એકાગ્રતા. જ્ઞાન મેળવવા કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એટલે એકાગ્રતા.

એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય, એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ તેટલું કામ સારું. સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ

તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે મુખ્યભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં હોય છે. પ્રાણીઓમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે. અને તેઓ લાંબા સમય સુધી એક વસ્તુ પર એકાગ્રતા સાધી શકતા નથી. જ્યારે તેના પ્રમાણમાં માણસની એકાગ્રતાની શક્તિ વધુ હોય છે. પણ જો તેનો સાચો ઉપયોગ કરે તો જ! બૂટ પોલીશ કરતો કોઈ છોકરો પોતાનું કામ એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરિસા જેવા કરી શકશે. કાર ચાલક કાર ચલાવતી વખતે એકાગ્ર થઈને સ્ટીયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે જ કાર રસ્તાપર સીધી દોડી શકે અન્યથા અકસ્માત થવાની સંભાવના રહે છે.

એકાગ્રતાની પ્રાપ્તિ માટે જીવનની નિયમિતતા જરૂરી છે. તે માટે જીવન જેટલું નિયંત્રિત હશે તેટલું નિયમિત બનશે અને તેટલી જ એકાગ્રતા વધશે. જો મન પ્રસન્ન હશે તો મનમાં શાંતિ હશે અને મનમાં શાંતિ હશે તો
સ્થિરતા હશે એવા મનમાં એકાગ્રતા ઝડપી આવે છે.શ્રી રામકૃષ્ણદેવ આ અંગે એક ઉદાહરણ આપતા હતા કે એક ખેડૂત પોતાના ખેતરમાં પાણી પીવડાવે છે તોય તેનો પાક સુકાતો જાય છે. આથી તેણે ખેતરમાં તપાસ કરી તો જણાયું કે ઉંદરોએ મોટા મોટા ખાડાઓ પાડ્યા હતા. તેમાં બધુંય પાણી વહી જતું હતું. એમ આસક્તિરૂપી મોટા-મોટા ખાડાઓ મનમાં હોય તો એકાગ્રતા એમાંથી સરી પડે છે. કોઈ વિદ્યાર્થી દસ કલાક વાંચતો હોય પણ એનુંમન અભ્યાસ સિવાય બીજે ક્યાંય લટકતું હોય તો તેના ખાલી પાનાં જ ફરતાં હોય છે અને વાંચેલું મનમાં ઉતરતું નથી. સૂર્યનાં કિરણો જ્યારે લેન્સ પર પડીને કેન્દ્રીભૂત થાય છે ત્યારે તેની નીચે રાખેલા કાગળને બાળી નાખે છે. તેવી રીતે મન જ્યારે એકાગ્ર થાય છે ત્યારે તેમાં અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે.

એકાગ્રતાની શક્તિને કારણે જ અર્જૂન મહાન ધનુર્ધર બન્યો. ગુરુદ્રોણે બધાને નાપાસ કર્યા પણ અર્જુનને પાસ કર્યો કારણ કે તેને કહ્યું કે હું ફક્ત પક્ષીની આંખ જ જોઉં છું અને ખરેખર તેણે પક્ષીની આંખ વિંધી. તેવી જ રીતે
દ્રૌપદીના સ્વયંવરમાં પાણીમાં પડતો માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વિંધી હતી.

ટેસ્ટ મેચોમાં સૌધી વધુ રન કરી વિશ્વ રેકોર્ડ કરનાર સુનીલ ગાવસ્કરે પોતાની સફળતાનું રહસ્ય બતાવતા કહ્યું હતુ કે તે બચપણથી જ એકાગ્રચિત્તે ક્રિકેટ રમતો, તેનું એક જ ધ્યેય હતું મહાન ક્રિકેટ પ્લેયર બનવું.

ચાર્લ્સ કિંગલી કહે છે કે જ્યારે હું કોઈ પણ કાર્યને હાથમાં લઉં છું ત્યારે એવી રીતે કરું છું કે જાણે સંસારમાં બીજુ કંઈ જ નહિ. દરેક મહાન વ્યક્તિની સફળતાનું રહસ્ય છે એકાગ્રતા. એક મહાન કવિ, લેખક, કલાકાર, સંગીતકાર, વેપારી, વિદ્યાર્થી, આ બધા મનની એકાગ્રતા દ્વારા જ મહાનતાના શિખરે પહોંચ્યા છે. સિંહ કે વાઘને શિકાર કરતા રિયલ લાઈફમાં નહિ તો ટીવી પર તો જોયા હશે. શિકાર પર તૂટી પડતા પહેલા ક્ષણિક સ્થિર થઈને પોતાનું બધું
ધ્યાન એક જ હેતુ પર કેન્દ્રિત કરશે. અને શરીરની સઘળી શક્તિ શિકાર કરવામાં વાપરી નાખશે. એના માટે આ શિકાર પેટનો ખાડો પૂરવાનું સાધન છે. એકાગ્રતાનો અભાવ હશે તો શિકાર હાથમાં નહિ આવે અને પોતે ભૂખ્યો રહી જશે.

આજીવિકા મેળવવા સિંહ વાઘને પણ એકાગ્રતાની કેટલી જરૂરી છે. એવી રીતે એક જ બિંદુએ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ આપણા સૌમાં હોવાં છતાં મોટા ભાગના લોકોએ શક્તિ કેળવી હોતી નથી. જો એકાગ્રતા માટે મનની હળવાશ
એક સમયે એક જ બાબતમાં ધ્યાન, જે તે બાબતમાં તમારો રસ અને તેની અગ્રીમતા (પ્રાયોર્ટી) મૂળભૂત જરૂરિયાતો છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એકાગ્રતાની વાત જણાવે છે કે જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વીસે કોશનો પ્રવાહ ભેળો કરીએ
તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં.
First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर