BAPS: દુનિયામાં પાંચ પ્રકારના બળ - તેમાં પરમાત્મબળ અર્થાત ભગવાનનો આશરો સૌથી શ્રેષ્ઠ

News18 Gujarati
Updated: February 6, 2020, 4:03 PM IST
BAPS: દુનિયામાં પાંચ પ્રકારના બળ - તેમાં પરમાત્મબળ અર્થાત ભગવાનનો આશરો સૌથી શ્રેષ્ઠ
વચનામૃત : જીવનમાર્ગદર્શક

પુરાણોમાં એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે. જેમાં મુમુક્ષુએ માત્ર ભગવાનના બળથી જ સફળતા અને જીત મેળવી હોય

  • Share this:
ભક્ત તેજસ,  સારંગપુર - BAPS

દુનિયામાં પાંચ પ્રકારના બળ છે. -શરીરબળ, બુદ્ધિબળ, મનોબળ, આત્મબળ, પરમાત્મબળ. આ પાંચેય બળોમાં પરમાત્મ બળ-ઇષ્ટબળ સર્વશ્રેષ્ઠ છે. પુરાણોમાં એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે. જેમાં મુમુક્ષુએ માત્ર ભગવાનના બળથી જ સફળતા અને જીત મેળવી હોય. એટલે જ પરમાત્મબળ અર્થાત ભગવાનનો આશરો શ્રેષ્ઠ છે.

નારદજી ધ્રુવને કહેછે કે; “જે પુરુષ પોતાનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ કલ્યાણ ઇચ્છે છે, તેનો એકમાત્ર ઉપાય ભગવાનનાં ચરણ કમળનું સેવન છે. ભગવાનનો આશરો છે.”(ભાગવત : 4/8/49)

એક કવિએ કહ્યું છે કે;
દુઃખ તણો દરિયાવ મોટો નહિ શકો તરી
શામળીયાને શરણે જાતાં જાશો ઊગરી...ભીષ્મ અને દ્રોણાચાર્ય રૂપી કિનારાઓવાળી, જયદ્રથરૂપી જળવાળી, શકુનિરૂપી કાળા પથ્થરવાળી, શલ્યરૂપી મગરવાળી, કૃપાચાર્યરૂપી પ્રવાહવાળી કર્ણરૂપી મોંજાવાળી, અશ્વત્થામારૂપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધનરૂપી ભમરીવાળી, તેરણરૂપી નદીને પાંડવો તરી ગયા, એનું કારણ હતું પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણનો આશરો હતો.

પંચતંત્રમાં એકવાર્તા આવે છે, એક વાર એક બકરી જંગલમાં ભૂલી પડી. જંગલી પશુઓથી બચવા તે સિંહના પગલાને આશરે બેઠી, તો કોઈ જંગલી પશુ તેને કશું કરી શક્યા નહિ. સિંહ આવ્યો ત્યારે તેને પણ થયું કે મારે આશરે બેઠેલાને મારાથી કેમ મરાય? તેણે બકરીને હાથી ઉપર બેસાડીને જંગલમાંથી બહાર પહોંચાડી દીધી.

એક પ્રાણીનો આશરો કરવાથી બકરી જંગલમાંથી પાર ઉતરી ગઈ. તો પરમકૃપાળુ પૂર્ણપુરુષોતમ નારાયણનો આશરો કરવાથી જીવ આ સંસારસાગર પાર ઉતારે તેમાં શી નવાઈ? વ્યક્તિને જયારે ભગવાનનો આશરો દૃઢ થાય છે ત્યારે તે દરેક ભયથી મુક્ત થઈ નિર્ભય બની જાય છે.

મહાભારતમાં યુદ્ધને દશ દિવસ વીતી ગયા હતા. પાંડવપક્ષે કોઈ પાંડવ હજુ મરાયો ન હતો. જયારે સામા પક્ષે કૌરવસેનાનો કચ્ચરઘાણ નીકળતો હતો. દુર્યોધને સેનાપતિ ભીષ્મને ન કહેવાના વેણ કહ્યાં,‘મંદયુદ્ધકરોછો, તમે છાનોછાનો પાંડવોનો પક્ષ લો છો, તમે હસ્તિનાપુર સાથે પક્ષપાત કરો છો.’ત્યારે આવેશમાં આવીને ભીષ્મપિતામહે પ્રતિજ્ઞા કરી કે "કાલેયુદ્ધમાં અર્જુન નહિ કે હું નહિ. આ વાતની બધેજ ખબર પડી ગઈ. પાંડવો ચિંતામાં હતા. રાતે યુદ્ધ વિરામ બાદ અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો, શ્રીકૃષ્ણ અર્જુન પાસે આવ્યા તેને આવી રીતે ઊંઘતો જોઈ તેઓ સમજ્યા કે અર્જુનને ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર નથી, તેમણે તરત તેને ઉઠાડીને વાત કરી, ત્યારે અર્જુને કહ્યુંકે મને ખબર છે; શ્રીકૃષ્ણને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું; ખબર છે છતાં તને ઊંઘ કેમ આવે છે? ત્યારે અર્જુને કહ્યું : ભગવન ! આપ જાગો છો એટલે હું ઊંઘું છું.જેમને આપનો આશરો હોય તેને બીકશાની? ખરેખર, દૃઢ આશરાનાં કારણે અગિયારમાં દિવસે અર્જુનનોવાળ પણ વાંકો ન થયો.

માત્ર બાહ્યશત્રુ સામે જ ભગવાનનું બળ ઉપયોગી નથી. પરંતુ તે બળ તો આંતરિક માયિકદોષોને પણ દૂર કરી શકે છે. વચનામૃત જેતલપુરના ૧માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે,માયા તરવાનો ઉપાય એ છે કે જે જયારે સર્વકર્મ અને માયા તેનો નાશકરનારાને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોતમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેમની જીવન પ્રાપ્તિ જયારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે.

એક બોધકથામાં વાત આવે છે, ગરુડજી એક વખત શિવજીનાં દર્શને આવ્યા. ત્યારે શિવજીનાં ગળામાં રહેલ સાપ ગરુડજીને ફુંફાડા મારવા માંડ્યો. આ જોઈ ગરુડજીએ કહ્યું, ‘આ તારું બળ નથી, પણ શિવજીનું બળ છે, તેથી મારું બળચાલતું નથી, નહીંતર હમણાજ તને ખાઈ જાઉં,’એમ આપણને દુઃખ આવે તો ભગવાન તથા એકાંતિક સંતનો આશરો ગ્રહણ કરવો એટલે કાળ, કર્મ અને માયાનું જોર ચાલે નહિ,ને આપણી સર્વ પ્રકારે રક્ષા થાય.

કાશ્મીરમાં વિદ્વાનપંડિતોની સભામાં આવનારી હિમવર્ષા વિષયક ચર્ચા થતી હતી. તેમાં જ્યોતિષ, ખગોળ-ભૂગોળ વિષયના જાણકાર વગેરે તેની ચિંતા કરતા હતા.ત્યારે કાશ્મીરની સંત કવયિત્રી લલ્લેશ્વરી (૧૩૨૦-૧૩૯૨) કહેછે; " જો ભગવાનનાં શરણે છીએ તો ચિંતા શાની?

ખરેખર, ભગવાનનો આશરો થયો છે તે જેવી કોઈ વાત જ નથી. તેણે કાંઈ કરવાનું બાકી નથી, ભગવાન તોઅધમો દ્વારણ, પતિતપાવન શરણાગત વત્સલ છે માટે ભગવાનનો આશરો દૃઢ કરવો.
First published: February 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading