BAPS: દરેકને પ્રગતિ કરવી છે, પણ તે માટે કરવું શું તે ખબર નથી

News18 Gujarati
Updated: January 26, 2020, 4:51 PM IST
BAPS: દરેકને પ્રગતિ કરવી છે, પણ તે માટે કરવું શું તે ખબર નથી
વચનામૃત : જીવનમાર્ગદર્શક

પ્રમુખસ્વામી મહારાજે દિલ્લીનું અક્ષરધામ બનાવવા માટે અપ્રતિમ પુરુષાર્થ કર્યો અને માત્ર ૫ વર્ષમાં જ તેમણે વિશ્વને આ અપ્રતિમ આધ્યાત્મિક ભેટ આપી.

  • Share this:
સાધુ કૌશલમૂર્તિદાસ, સારંગપુર - BAPS

આપણા બધાનો અનુભવ છે કે ઉદ્યમ સિવાય કોઈપણ વાત સિદ્ધ થતી નથી. એજ ઉદ્યમ પુરુષાર્થ કહેવાય છે. કોઇપણ કર્મ સાધ્ય કરવા માટે કરેલો પ્રયત્ન પુરુષાર્થ કહેવાય છે. અંગ્રેજીમાં સુવિચાર છે,‘Effort’s Makes Man
Perfect, Those The Perfect Men Shape The Whole World.’ “પુરુષાર્થ વ્યક્તિને પરિપૂર્ણ બનાવે છે, અને એ પરિપૂર્ણ બનેલી વ્યક્તિ દુનિયાને આકાર આપે છે.”

નાના મોટા પ્રત્યેક વ્યક્તિને પોતે જ્યાં છે ત્યાંથી આગળ વધવું છે. વધુ સારી સ્થિતિ અને પરિસ્થિતિને મેળવવાની ઝંખના છે. પ્રગતિ કરવી છે. પણ તે માટે કરવું શું તે ખબર નથી? પણ તે વ્યક્તિઓના આ પ્રશ્નમાં તે જવાબ પલાંઠી વાળીને
બેઠો છે. તે છે પુરુષાર્થ!

વ્યક્તિની કલ્પનાશક્તિ-વિચારશક્તિ જ્યારે ઇચ્છામાં પરિવર્તિત થાય છે. ત્યારે જો તેને કાર્યને પીઠબળ-ટેકો ન મળે તો તે કેવળ તરંગ બની જાય છે. તેથી તક ઓળખવી, સાહસવૃત્તિ દાખવવી, આળસનેઅલવિદા કરવી અને જોખમખેડવાની તત્પરતા રાખવી, કરવા જેવી બાબતોનાં ટાણે યોગ્ય નિર્ણય લઈ કાર્યમાં ઝંપલાવું જ પડે. કહેવત છે કે, “ઈચ્છાઓ જો ઘોડા હોત તો પણ ભિખારીઓ એની ઉપર સવારી કરી શકત.’’ કોઈ પણ વસ્તુ કરવા માટે ખાલી ઈચ્છા
કરવી એ પૂરતું નથી.તે માટે પીઠબળરૂપે પુરુષાર્થને મૂકવું જોઈએ, તો સફળતાનાં માઉન્ટ એવરેસ્ટને ચડી શકાય. ખાલી ઈચ્છા કરીએ તો પગલું આગળ ન નંખાય એ માટે પગલું આગળ વધવું પડે. કાંઈ મેળવવું હોય તો પુરુષાર્થ જરૂરી છે.
એ સિવાય જીવનમાં કાંઈ જ નહીં મેળવાય. આપણને નાનપણમાં ચાલતા શીખવું હતું તો પુરુષાર્થ કરવો પડ્યો. આ તો સફળતાનો મહાસાગર છે. જો પાર કરવો હોય તો પુરુષાર્થરૂપી નૌકામાં બેસવું પડે.

અમેરિકાના અબજોપતિ રોથ્સ્યાઈલ્ડને એક યુવકે પૂછ્યું, ‘તમે એટલું બધું ધન કઈ રીતે સંપાદન કર્યું?’ તો તેઓ કહે, ‘અવસર આવે કે તરત તે માટે પુરુષાર્થ કરવા મંડી જવું.’ યુવક કહે, ‘પુરુષાર્થ કરવા પહેલા અવસર ચાલ્યો જાય તો
શું?’રોથ્સ્યાઈલ્ડ કહે, ‘હું અવસર આવવાની રાહ જોતો નથી. પુરુષાર્થ કર્યા જ કરું. કોઈક દિવસ આ પુરુષાર્થ સફળતારૂપી ફળ આપી જાય છે.’

સારો સમય આવે સારી તક મળે સારી રીતે બધુ ગોઠવાઈ જાય એટલે હું કરવા મડું એવું વિચારનાર ભાગ્યે જ કશું કરી શકે છે. કારણ કે એવો સમય ભાગ્યે જ કોઈક ને મળે છે.

થોમસ આલ્વા એડીસન છાપા વેચી ગુજરાન કરીને વિજ્ઞાનના પ્રયોગો કર્યા કરતા. તેમને ક્યારેય પુરુષાર્થની વચ્ચે આળસ આવવા દીધી નથી એટલે એ સફળ થઈ ગયા.

પ્રમુખસ્વામી મહારાજે દિલ્લીનું અક્ષરધામ બનાવવા માટે અપ્રતિમ પુરુષાર્થ કર્યો અને માત્ર ૫ વર્ષમાં જ તેમણે વિશ્વને આ અપ્રતિમ આધ્યાત્મિક ભેટ આપી.

મહાન રશિયન સર્જક રસ્કિન પોતાના ટેબલ ઉપર પેપર વેટ તરીકે એક નાનો પથ્થર રાખતા.જેમાં લખ્યું હતું Today. આજનો દિવસ એટલે ગઈકાલ કરતાં વધારે સારું કાર્ય કરવાનો અવસર.

પુરુષાર્થથી મનુષ્ય મનુષ્યજીવનની બધી સમસ્યાઓને તરી જાય છે. તેની માટે કોઈ પણ કાર્ય અશક્ય રહેતું નથી.

સંસ્કૃતમાં પુરુષાર્થ મનુષ્ય જીવન માટે શું છે તે સમજાવવા માટે એક શ્લોક છે,
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः।
नास्त्युद्यमसमो बन्धुः कृत्वायं नावसीदति ।।
આ શ્લોકનો મર્મ છે કે; ‘આળસ આ મનુષ્ય શરીરમાં વસેલો મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે અને મનુષ્યનો પુરુષાર્થ જેવો કોઈ મિત્ર નથી. જે પુરુષાર્થને કારણે મનુષ્ય ક્યારેય દુઃખી નથી થતો.’

એક કહેવત છે કે, તક એ કોઈકને જ પ્રાપ્ત થાય છે.અવસર એકજ વખત આવે છે ત્યારે આપણે તેનો ઉપયોગ પુરુષાર્થ કરીને સફળતા મેળવવા ઉપયોગ કરી લેવો.જો ચાલ્યો ગયો તો કશું જ હાથમાં નહીં આવે. તેજ રીતે કહેવાય છે કે
Time & Tide Wait For None. કહેતાં સમય અને તક કોઈની રાહ જોતી નથી. જેમને કંઈક કરવાની ઈચ્છા છે. તેઓ હાથમાં આવેલી તકને ઝડપીને પુરુષાર્થ કરવા માટે મંડી પડે છે.

આ વાત શ્રીસ્વામિનારાયણ ભગવાને ૨૦૦ પૂર્વે વચનામૃત ગઢડા મધ્ય ૧૨મા કહે છે કે, માટે પુરુષ પ્રયત્ન છે તે જ સર્વસાધન થકી મોટું સાધન છે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading