BAPS : મૃત્યું નિશ્ચિત છે, જીવનમાં કરવાનું રહી જાય અને ન કરવાનું થઈ જાય છે

News18 Gujarati
Updated: January 19, 2020, 4:54 PM IST
BAPS : મૃત્યું નિશ્ચિત છે, જીવનમાં કરવાનું રહી જાય અને ન કરવાનું થઈ જાય છે
વચનામૃત : જીવનમાર્ગદર્શક

મનુષ્ય અવતારે જરૂર મરવાનું છે. આ સત્ય ભૂલી ગયો છે

  • Share this:
ભક્ત જયદીપ, સારંગપુર - BAPS

મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિરની પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્ન છે.
યક્ષ પૂછે છે -‘किम् आश्चर्यम् ?’ વિશ્વમાં મોટું આશ્ચર્ય કયું છે ?

યુધિષ્ઠિર કહે છે -
अहनि अहनि भूतानि गच्छन्ति यमालयम् ।
शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमतः परम् ।।‘રોજ હજારો (અત્યારે રોજના દોઢલાખથી વધુ) લોકો મૃત્યુ પામે છે છતાં બાકી રહેલા લોકો પૃથ્વી પર સદાકાળ રહેવાનું ઇચ્છે છે. આજ મોટામાં મોટું આશ્ચર્ય છે.

માણસ રોજ મૃત્યુને જુએ છે, તો પણ નવી નવી મહત્ત્વાકાંક્ષાઓ કર્યા જ કરે છે અને ક્યારે મૃત્યુ આંબી જાય છે તેની ખબર રહેતી નથી. પરિણામે જીવનમાં કરવાનું રહી જાય છે, ન કરવાનું થઈ જાય છે.

આજ વાર્તાને શંકરાચાર્યજી ચર્પટમંજરીમાં કહે છે –
સવાર અને સાંજ, દિવસ અને રાત્રી, શિશિર અને વસંત આ બધાની નિત્ય આવન-જાવન ચાલ્યા જ કરે છે. કાળનો આ ખેલ છે અને તેમાં તારું આયુષ્ય કપાતું જાય છતાં તુ હજુ લૌકિક પદાર્થોની આશાઓ છોડતો નથી. માટે હવે ભગવાન ભજી લે, મૂરખ ! ભગવાન ભજી લે.

मरणं तु प्रकृतिः शरीरीणाम् ।।’મરવું તો શરીરની પ્રકૃતિ છે, પૃથ્વી ઉપર કોઈ અમરવય લઈને આવ્યો નથી, એવું જોવા જાણવા છતાં જિજીવિષાને જોરે માણસ ‘પોતાને જરૂર મરવાનું છે. આ સત્ય ભૂલી ગયો છે. તેને મરવું કે મરવાની વાત પણ ગમતી નથી. એના આસાન નામની એક રૂમાનિયન સ્ત્રી CH3 નામનું રસાયણ શોધાતું હતું. આ રસાયણ અમુક સમયાંતરે લેવાથી અમર થવાય તેવું પણ આ પ્રયોગ સિદ્ધ થાય તે પૂર્વે તે સ્ત્રી જ મરી ગઈ !

સુપ્રસિદ્ધ ગાયક માઈકલ જેક્સનને લાંબુ જીવવાનું ઘેલું લાગ્યું હતું. તેણે પોતાના જીવનમાં ૧૫૦ વર્ષ જીવનનો નિશ્ચય કરેલો તેથી તે ઓક્સિજનની ટ્યૂબમાં રોજ-દોઢથી બે કલાક રહેતો. શરીરના કોષોને ‘રી-ચાર્જ’ કરવા ઇલેક્ટ્રિક શોક લેતો હતો છતાં તે ફક્ત ૫૦ વર્ષની નાની વયે મૃત્યુને શરણે ગયો.

શેક્સપિયરે ‘As you like it’ નાટકમાં કહ્યું છે ‘જીવન એ મોટો રંગમંચ છે તેના ઉપર મનુષ્યો એક દ્વારે થી પ્રવેશી પોતાનો ભાગ ભજવી બીજે દ્વારેથી વિદાય લે છે.’ કોઈ પણ મનુષ્ય શાશ્વત રહી શકતો નથી. અમર રહી શકતો નથી.

ભગવાન બુદ્ધના સમયની આ વાત છે. શ્રાવસ્વતિ નગરીમાં કીસા ગૌતમી નામની સ્ત્રી રહેતી હતી. તેનો એકનો એક દીકરો મરી ગયો. તેને બહુ દુઃખ થયું. ભગવાન બુદ્ધ તે વખતે ત્યાં હતા. છોકરાનું મડદું લઈ તે બુદ્ધ પાસે ગઈ અને કહ્યું – ‘આને જીવતો કરો.’

બુદ્ધે કહ્યું : ‘તું ગામમાં જઈને કોઈના ઘેરથી મુઠ્ઠી જવ લઈ આવ તો આને જીવતો કરું. પણ યાદ રાખજે કે જેના ઘેર કોઈનું પણ કોઈ દિવસે મૃત્યું ન થયું હોય તેના ઘેરથી જ જવ લાવજે !’ કીસા ગૌતમી ઘેર ઘેર ફરી પણ બુદ્ધે કહ્યું હતું તેવું ઘર તો મળ્યું જ નહિ. પછી બુદ્ધે કહ્યું : ‘સમજાયું ? તારો એકનો પુત્ર જન્મથી મર્યો, બધાને મોડું-વહેલું મરવાનું જ છે.’ એમ કહી તેનો શોક દૂર કર્યો.

આજ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશગ્રંથ વચનામૃતમાં ગઢડા પ્રકરણ-૩૦માં વર્ણવી છે કે, ‘આપણે આ દેહને મૂકીને જરૂર મરવાનું છે ને તેનો વિલંબ નથી જણાતો, તે તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ભારતીય શાસ્ત્રોમાં આવતી મૃત્યુના અનુસંધાનની વાતો સાંભળીને ઘણાને પ્રશ્ન થાય કે આમાં તો નરી નકારાત્મકતા જ ભરેલી છે, પરંતુ હકીકત તો એ છે કે મૃત્યુનો વિચાર જ જીવન સાર્થક બનાવે છે. જેને જીવનની આ ક્ષણભંગુરતા સમજાય છે તે જ જીવનનો સૌથી શ્રેષ્ઠ રચનાત્મક ઉપયોગ કરી શકે.
First published: January 19, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading