BAPS: દરેક માણસ સંબંધોના તાંતણે બંધાયેલો છે, જાણવું છે સંબંધો કેવી રીતે સચવાય?

News18 Gujarati
Updated: January 5, 2020, 3:50 PM IST
BAPS: દરેક માણસ સંબંધોના તાંતણે બંધાયેલો છે, જાણવું છે સંબંધો કેવી રીતે સચવાય?
વચનામૃત : જીવનમાર્ગદર્શક

પતિ-પત્ની, ભાઈ-ભાઈ, સાસુ-વહુ તથા અન્ય સંબંધીઓ સાથેના સંબંધો કેળવવા માટે પ્રાથમિક આવશ્યક્તા - ‘‘એકબીજાને સમજવાનો પ્રયત્ન, એકબીજા સાથેનો વ્યવહાર’’

  • Share this:
તેજસ કોરિયા, સારંગપુર - BAPS

દુનિયામાં આપણે એકલા રહેતા નથી. આપણે ઘણા બધા માણસોની વચ્ચે રહીએ છીએ. તેમની સાથે આપણો કંઈકને કંઈક સંબંધ છે. નોકરી-ધંધામાં, પરિવારમાં અને સમાજમાં આપણે જાણે કે અજાણે કંઈક ને કંઈક સંબંધ ધરાવીએ છીએ. સંબંધના તાંતણે બંધાયેલા આપણે એકબીજાના સહારે સાથે રહેતા હોઈએ છીએ. પરંતુ એ હકીકત છે કે આજે આ સંબંધોને સાચવવા કઠિન થતા જાય છે.

ખરેખર પતિ-પત્ની, ભાઈ-ભાઈ, સાસુ-વહુ તથા અન્ય સંબંધીઓ સાથેના સંબંધો કેળવવા અને જાળવવા માટેની ખૂબજ મહત્ત્વની પ્રાથમિક આવશ્યક્તા છે. ‘‘એકબીજાને સમજવાનો પ્રયત્ન, એકબીજા સાથેનો વ્યવહાર’’

આજે વૈજ્ઞાનિક આવિષ્કારોને કારણે બાહ્યઅંતર ઓછુ થયું છે. મુસાફરીનાં વાહનોવધુ ઝડપ અને સુલભ બન્યાં છે, તેથી દુનિયાનો કોઈ ખૂણો દૂર નથી લાગતો. ટેક્નોલૉજીના સાધનો ટી.વી. મોબાઇલ, ઈન્ટરનેટ વગેરે સાધનોનો આ અંતર ઘટાડવામાં બહુ મોટો ફાળો છે. આમ, બાહ્ય અંતર ઘટ્યું છે, પણ આંતરિક અંતર વધ્યું છે. બાજુ બાજુમાં બે જણ બેઠા હોય પરંતુ અંતરથી હજાર ગાઉ છેટે હોય. એકજ ઘરમાં રહેતા હોય પરંતુ અંતરથી કરોડ ગાઉ છેટે હોય!

આશ્ચર્ય છે કે માણસને પોતાની પાસે મોબાઈલ, ઈન્ટરનેટ, ચેટિંગમાં ફુરસદ હોય છે. પરંતુ પોતાના પતિના પ્રશ્નો, પુત્રની અભ્યાસક્રીય પ્રગતિઓ, પોતાના માતા-પિતાની સ્વાસ્થ્યની પ્રતિકૂળતાઓ અને સામાજિક પ્રશ્નો સાંભળવા માટે સહેજ પણ નવરાશ નથી. તેઓની સાથેના આવા વર્તાવને લઈને જ આપણા સંબંધીઓને પણ આપણી સાથે રહેવું ગમતું નથી. પ્રશ્નો ઊભા થતા જાય છે. પરિસ્થિતિ વણસે છે અને અંતે પરિવારો તુટે છે, સંબંધોસદા માટે ભંગાઈ જાય છે. આવા સંબંધો કેવી રીતે સચવાય આ વિષયક માર્મિક બોધભગવાન સ્વામિનારાયણેપોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં ગઢડા મધ્ય-૪૭માં આપ્યો છે ‘‘જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતાં આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. ’’

આ બોધ(ઉપદેશ) દ્વારા સ્વામિનારાયણ ભગવાન એ સમજાવવા માંગે છે કે, જેને માણસને સાચવતાં આવડતું હશે તેની પાસે માણસ રહેશે અને જેને સાચવતાં નહીં આવડતું હોય તો તેની પાસે નહીં રહે’’અહીં મણસાઈની વાત કરી છે માણસાઈ તો માણસમાં જ હોય પણ ઢોરમાં ન હોય એટલે કે અહીં માણસની જ વાત છે. એ નક્કી છે.

રાખતા આવડતું હોય એટલે શું ?

એકબીજાના સંબંધો, એકબીજાને સાચવવાની રીત જણાવે છે.

Money is a small coin, health is a big coin, love is a lucky coin, friendship is a sweet coin, but relationship is a gold coin. Keep it safe.

ધનસંપત્તિ નાનો સિક્કો છે, આરોગ્ય મોટો સિક્કો છે, પ્રેમ નસીબવાળો સિક્કો છે, મિત્રતા ગળ્યો સિક્કો છે, સંબંધ તો સાવ સોનાનો સિક્કો છે – તેને જતન કરી સાચવવો. પૂજ્ય મહંતસ્વામી મહારાજ કહે છે કે – “સંબંધો સાચવવા માટે આપણે જ પહેલ કરવી પડે. આપણે જ નમવું પડે. આપણે જ ગરજ રાખવી પડે. આ માટે સામેવાળા પાસે અપેક્ષા ન રાખવી, તો જ સંબંધો સુધરે."

આમ, જો એકબીજા સાથેના સંબંધો સાચવીએ તો આપણને આપણું ઘર જ નહીં, આપણને આપણી સોસાયટી જ નહીં, આપણને આપણો સમાજ જ નહીં, આપણને આપણું રાજ્ય/દેશ જ નહીં પરંતુ સમગ્ર પૃથ્વી આપણું કુટુંબ લાગશે. ‘‘વસુધૈવકુટુંબકમ્’’ અને બધા તમારી સાથે રહેશે અને બધા તમારા મનાશે.

આજનાં આ Human management નો સ્વામિનારાયણ ભગવાનને 200 વર્ષ પહેલા આ સિદ્ધાંત આપી દીધો. આવા તો ઘણા સિદ્ધાંતો પોતાના ઉપદેશગ્રંથમાં પોતે જણાવ્યા છે તો આજનાmanagement ના યુગમાં વચનામૃતનો સહારો લઈએ.
First published: January 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading