જેટલીને સદબુદ્ધી માટે જવેલર્સોનો હવન,ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા સોના પર એક્સાઈઝ લગાવવાના નિર્ણયનો સોની વેપારીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં છેલ્લા એકાદ માસથી સોની વેપારીઓ દ્વારા ચાલતા વિવિધ વિરોધના કાર્યક્રમો છતાં સરકાર ટસની મસ થતી નથી બીજી તરફ સોની વેપારીઓ પણ છેલ્લે સુધી લડી લેવાના મૂડસાથે મેદાને ઉતર્યા છે જેમાં સરકાર વિરુદ્ધ વિવિધ નવતર પ્રયોગો કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. મોરબીમાં હવન કરાયો હતો તો કેટલીક જગ્યાએ મહિલાઓ દ્વારા રેલી યોજાઇ હતી. અને પોસ્ટરો પણ લાગ્યા હતા.

જેમાં આજે મોરબીના સોની વેપારીઓએ હવન કરીને સરકારને ઈશ્વર સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.સરકારના સોના પરના એક્સાઈઝના નિર્ણયનોવિરોધ નોંધાવીને આ નિર્ણયને પરત લેવા માટે સરકાર પર દબાણ વધારવા માટે સોની વેપારીઓ છેલ્લા એક માસથી ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા છે.
જે દરમિયાન સોની વેપારીઓએ બાઈક રેલી, આવેદનપત્ર,કેન્ડલમાર્ચ, ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપ્યા હતા તેમજ સોની મહિલાઓપ્રથમ વખત રેલીમાં જોડાઈને તેમજ ઉપવાસ આંદોલન માં જોડાઈને આંદોલનને વેગવંતુ બનાવ્યું હતું છતાં પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.
તો બીજી તરફ સોની વેપારીઓ પણ સોના પરની એક્સાઈઝ ડ્યુટી ના હટે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુકાર કરી રહ્યા છે અને વિરોધના કાર્યક્રમો નિરંતર ચાલુ છે જેમાં આજે મોરબીના સોની વેપારીઓએ દરબારગઢ ખાતે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે નવચંડી હવનનું આયોજન કર્યું હતું. હવન કરીને સોની વેપારીઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું તેમજ માતાજી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. કેન્દ્ર સરકાર સોના પરની એક્સાઈઝ ડ્યુટીના મામલે અનેક બેઠકો બાદ પણ નિર્ણય પરત ખેંચવા માટે તૈયાર નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર