જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી, મુર્હૂર્ત અને માહત્મ્ય

News18 Gujarati
Updated: July 11, 2019, 5:56 PM IST
જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી, મુર્હૂર્ત અને માહત્મ્ય
રવિવાર તા. 14 જુલાઈ 2019 અષાઢ સુદ તેરસથી નારીઓ જયાપાર્વતી વ્રતનો મન, વચન અને કર્મથી પવિત્ર વ્રતનો પ્રારંભ કરશે

રવિવાર તા. 14 જુલાઈ 2019 અષાઢ સુદ તેરસથી નારીઓ જયાપાર્વતી વ્રતનો મન, વચન અને કર્મથી પવિત્ર વ્રતનો પ્રારંભ કરશે

  • Share this:
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય)  - (મો) 706 999 8609

રવિવાર તા. 14 જુલાઈ 2019 અષાઢ સુદ તેરસથી નારીઓ જયાપાર્વતી વ્રતનો મન, વચન અને કર્મથી પવિત્ર વ્રતનો પ્રારંભ કરશે. જ્યારે બાલિકાઓ અને નારીઓ શિવજીના મંદિરમાં શિવ-પાર્વતીની પૂજા કરતી હોય છે ત્યારે એ પૂજા કરતી દિકરીઓના દર્શન કરવાથી આપણા પણ સર્વ પાપ નષ્ટ થઈ જાય.

જયાપાર્વતી વ્રત કરનારી બહેનો-દિકરીઓ આષાઢ સુદ તેરશ થી અષાઢ સુદ બીજ સુધીના પાંચ દિવસનું વ્રત પાળે છે. દિકરીઓ માતા અથવા પોતાની સહેલી સાથે શિવમંદિરમાં પૂજા-અર્ચના કરે છે. જયાપાર્વતી વ્રતમાં જવારા નથી વાવવાના પણ વનસ્પતિની પૂજા કરવામાં આવે છે, ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે. મંદિરે જુવારની સાંઠેકડીથી નાનું ખેતર ખેડી પૂજન કરે છે. જેમાં, કંકુ મિશ્રિત રૂથી સ્વસ્તિક દોરે છે ત્યારબાદ તેને અક્ષત, અબીલ, ગુલાલ વગેરેથી વધાવે છે. નિત્ય પાંચ દિવસ આ પ્રમાણે પૂજન કરે. આ પાંચ દિવસ ફક્ત એક ધાનનું જમણ કરી શકાય છે.

દા.ત. જો ઘઉંનું ધાન જમવામાં પસંદ કરે તો ઘઉંમાંથી બનાવેલી વાનગી જ જમી શકાય છે અને તે પણ બિલકુલ મોળી. સૌરાષ્ટ્રમાં આ વ્રતને મોળાકત વ્રત પણ કહેવામાં આવે છે. નિષ્ઠાપૂર્વક પાંચ દિવસ વ્રત કરી દિકરીઓ વ્રતના અંતિમ દિવસે શિવ-પાર્વતીની સ્તુતિ-પાઠ કરે છે અને જાગરણ કરી શિવ-પાર્વતીને પોતાની ભક્તિ અર્પણ કરે છે.

જયાપાર્વતી વ્રતના પવિત્ર દિવસોમાં શું ? કરવું અને શું ન કરવું ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ કુલ ત્રણ ગ્રહ ગુરૂ, બુધ અને શનિ વક્રી ભ્રમણ કરી રહ્યા છે. પણ, વ્રતારંભના દિવસે ગજકેસરી યોગ રચાયો છે, જે અત્યંત શુભ છે.વ્રતારંભના પ્રથમ દિવસે આપ આપની દિકરીને પીળી બરફી અથવા કેસર મિશ્રિત (પીળા રંગનો) શીખંડ પણ ભોજનમાં આપજો. બરફી કે શીખંડ જમાડવામાં જો કોઈ નિયમ કે વિધાનનું ઉલ્લંઘન થતું હોય તો છેવટે, દૂધમાં થોડું કેસર મિશ્ર કરી તે દૂધ આપની દિકરીને પીવડાવજો. આ ઉપાય કરવાથી અત્યંત શુભફળ પ્રાપ્ત થશે.

જો આપને આર્થિક સંકડામણની સમસ્યા સતાવતી હોય તો જયાપાર્વતી વ્રતધારી દિકરીને એક જોડ કપડા, ચાંદિની પાયલ અને પીળા પુષ્પો ભેટ આપજો. આ પ્રકારે સાત્ત્વિક કર્મ કરવાથી આપને આર્થિક મુશ્કેલીમાંથી છૂટકારો અવશ્ય પ્રાપ્ત થશે.

જયાપાર્વતીના વ્રત દરમિયાન જ ચંદ્રગ્રહણ રચાવાનું છે. ચંદ્રગ્રહણના દિવસે આપ આપની દિકરીને નદિ, નાળા, સરોવર, તળાવ, સમુદ્ર વગેરે સ્થળે ફરવા માટે મોકલો અથવા સાથે લઈ જાવ તો પૂર્ણ તકેદારી રાખવી.

તા. 19 જુલાઈ, 2019, શુક્રવારે પારણા છે. પારણાના કરાવવાનું શુભ મુર્હૂર્ત સવારે 7.52 થી સવારે 9.25 સુધીનો સમય શ્રેષ્ઠ છે. શુક્રવારના રોજ પારણા હોવાથી આપ દિકરીને જમવામાં ઇલાયચી અવશ્ય આપજો. વળી, આપના કુળદેવીના મંદિરે આશિર્વાદ લઈ પારણા કરશો તો અત્યંત શુભફળ પ્રદાન થશે.

આપણે સૌએ એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું પડશે કે- આ પુણ્યપર્વ દરમિયાન જાણે-અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ દિકરીને દુઃખ ન પહોંચવું જોઈએ. દિકરીના આંખમાંથી આંસુ ન પડે તેનો વિશેષ ખ્યાલ રાખશો તો શિવ-પાર્વતીની કૃપા આપની ઉપર પણ થશે.
First published: July 11, 2019
વધુ વાંચો
अगली ख़बर