Home /News /dharm-bhakti /jaya Ekadashi 2023: આજે જયા એકાદશી, જાણો મુહૂર્ત, પુજા-વિધી અને પારણાંનો સમય

jaya Ekadashi 2023: આજે જયા એકાદશી, જાણો મુહૂર્ત, પુજા-વિધી અને પારણાંનો સમય

જયા એકાદશી 2023

Jaya Ekadashi 2023: હિંદુ ધર્મની તિથિઓમાં એકાદશીનું સૌથી વધુ મહત્તવ છે. ભગવાન વિષ્ણુને આ તિથિ ખૂબ જ પ્રિય છે. આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ જયા એકાદશીએ ચાર યોગ બની રહ્યા છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે.

  ધર્મ ડેસ્ક: મહા માસમાં આવનારી એકાદશીના દિવસે જયા એકાદશીનું વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે 31 જાન્યુઆરીના રોજ બપોરે 12:08 વાગ્યાથી જયા એકાદશી શરૂ થઈ રહી છે અને તે 1 ફેબ્રુઆરી બપોરે 02:16 વાગ્યા સુધી રહેશે. આ વ્રતન પારણાં બારશના દિવસે કરવામાં આવે છે. આ કારણોસર 2 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી પારણાં કરી શકાય છે. હિંદુ ધર્મની તિથિઓમાં એકાદશીનું સૌથી વધુ મહત્તવ છે.


  ભગવાન વિષ્ણુને આ તિથિ ખૂબ જ પ્રિય છે. આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ જયા એકાદશીએ ચાર યોગ બની રહ્યા છે. 1 ફેબ્રુઆરીના દિવસે ગ્રહ અને નક્ષત્રથી ઇન્દ્ર અને અમૃત યોગ બની રહ્યો છે. ગુરુ ગ્રહની વાત કરવામાં આવે તો ગુરુ મીન રાશિમાં રહેશે, જેના કારણે હંસ નામનો મહાપુરુષ યોગ બની રહ્યો છે. તિથિ, વાર અને નક્ષત્રથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ ચાર યોગના કારણે જયા એકાદશીના વ્રતનું પુણ્ય વધી રહ્યું છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે.


  જયા એકાદશીની તારીખ- 1 ફેબ્રુઆરી 2023


  મુહૂર્ત
  • એકાદશી તિથિનો પ્રારંભ- 31 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12:08 વાગ્યે

  • એકાદશી તિથિની સમાપ્તિ- 1 ફેબ્રુઆરી 2023ના રોજ બપોરે 02:16 વાગ્યે

  • પારણાં (વ્રત તોડવાનો સમય)- 2 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી

  • પારણાંના દિવસે બારસની સમાપ્તિનો સમય- સાંજે 04:41 વાગ્યે


  આ પણ વાંચો: મહા પૂર્ણિમાના દિવસે કરો આ કામ, દૂર થશે બધા કષ્ટ, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ

  એકાદશી વ્રતનું મહત્ત્વ
  • આ દિવસે પૂજાના સમયે જયા એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ.

  • આ વ્રત કરવાથી તમામ પાપથી મુક્તિ મળે છે.

  • આ વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

  • ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાતી મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

  • જયા એકાદશી વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિશાચ યોનિથી મુક્તિ મળે છે.


  આ પણ વાંચો: Jaya Ekadashi 2023: 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જયા એકાદશી, ભૂલથી પણ ન કરશો આ કાર્યો


  રાહુકાળમાં ન કરો શુભ કાર્ય


  જયા એકાદશી વ્રતના દિવસે બપોરે 12:35 વાગ્યાથી 01:56 વાગ્યા સુધી રાહુકાળ શરૂ થાય છે. રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને યાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવતો નથી.


  First published:

  Tags: Dharm Bhakti, Lord Vishnu

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો