Home /News /dharm-bhakti /Jaya Ekadashi: જયા એકાદશીના દિવસે બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ, ભદ્રાનો પણ છાયો, આ રીતે કરો પૂજા
Jaya Ekadashi: જયા એકાદશીના દિવસે બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ, ભદ્રાનો પણ છાયો, આ રીતે કરો પૂજા
જયા એકાદશી 2023
Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ રચાઈ રહ્યા છે, પરંતુ આ દિવસે ભદ્રાની છાયા પણ છે. સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે ભદ્રા પણ 01 ફેબ્રુઆરીએ સવારે શરૂ થઈ રહી છે.
ધર્મ ડેસ્ક: આ વર્ષે 1 ફેબ્રુઆરી 2023ના રોજ જયા એકાદશીનું વ્રત છે. જયા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ બની રહ્યા છે, પરંતુ આ દિવસે ભદ્રા પણ છે. 1 ફેબ્રુઆરીના રોજ સવારે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે ભદ્રા પણ લાગી રહ્યો છે. શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગ અધ્યક્ષ ડૉ. મૃત્યુંજય તિવારી જણાવે છે કે, આ સ્વર્ગની ભદ્રા છે અને તે સ્વર્ગમાં વાસ કરે છે. આ કારણોસર આ ભદ્રાની ખરાબ અસર પૃથ્વીલોક પર નહીં થાય. જયા એકાદશીના દિવસે સવારે 07:10 વાગ્યાથી શરૂ થઈને 02:01 વાગ્યા સુધી આ ભદ્રા યોગ રહેશે. આ સમયે પૂજા, પાઠ, વ્રત, દાન પર કોઈ ખરાબ અસર નહીં થાય.
સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ
1 ફેબ્રુઆરીના રોજ જયા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઇન્દ્ર યોગ અને વૈધૃતિ યોગ છે. ઇન્દ્ર યોગ સવારે પ્રાત:કાળથી લઈને સવારે 11:30 વાગ્યા સુધી છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:10 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 03:23 વાગ્યા સુધી છે.
સર્વાર્થ સિદ્ધિ યોગમાં પૂજા, પાઠ, સ્નાન, દાન, મંત્ર જાપ કરવાનું ઉત્તમ મહત્ત્વ છે. આ યોગમાં જે પણ કામ કરવામાં આવે છે, તેનું નિશ્ચિતપણે ફળ પ્રાપ્ત થાય છે. શુભ કર્મોમાં સફળતા પ્રદાન કરવાનો યોગ છે.
ઇન્દ્ર યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ યોગમાં વ્યક્તિને માન અને સન્માન આપવામાં આવે છે. જેમાં માંગલિક કાર્યો કરવાનું શુભ ફળ પણ મળે છે.
વ્રતના પારણા- 2 ફેબ્રુઆરી, ગુરુવારે સવારે 09:19 વાગ્યા સુધી
રાહુકાળમાં ન કરો શુભ કાર્ય
વ્રતના દિવસે બપોરે 12:35 વાગ્યાથી 01:56 વાગ્યા સુધી રાહુકાળ શરૂ થાય છે. રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને યાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવતો નથી.
ધાર્મિક માન્યતા અનુસાર, જયા એકાદશી વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે, પિશાચ યોનિથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજાના સમયે જયા એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ, જેનાથી આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર