Home /News /dharm-bhakti /Janmashtami 2019: આ છે ભગવાન શ્રી કૃષ્ણના 8 સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ મંદિર

Janmashtami 2019: આ છે ભગવાન શ્રી કૃષ્ણના 8 સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ મંદિર

કૃષ્ણ ભારતમાં પૂજનીય દેવતાઓમાંથી એક છે

કેટલાક માટે આ નટખટ ગોપાલ છે, તો કેટલાક માટે માખણ ચોર, તો કેટલાક માટે કૃષ્ણ છે શાનદાર યુદ્ધ રણનીતિકાર. ભગવાન કેટલાએ રૂપ આપણા મનમાં વસેલા છે

કેટલાક માટે આ નટખટ ગોપાલ છે, તો કેટલાક માટે માખણ ચોર, તો કેટલાક માટે કૃષ્ણ છે શાનદાર યુદ્ધ રણનીતિકાર. ભગવાન કેટલાએ રૂપ આપણા મનમાં વસેલા છે. કૃષ્ણની પ્રતિમાઓ પણ વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ જોવા મળે છે. ઓડિશામાં જગન્નાથ, મહારાષ્ટ્રમાં વિઠોબા, રાજસ્થાનમાં શ્રીનાથજી, ગુજરાતમાં દ્વારકાધીશ અને કેરળમાં ગુરૂવાયરૂપ્પન. કૃષ્ણ ભારતમાં પૂજનીય દેવતાઓમાંથી એક છે. તો જોઈએ ભારતમાં શ્રીકૃષ્ણના પ્રાચિન મંદિરો વિશે.

ઈસ્કોન મંદિર
આપણા દેશમાં કેટલાએ ઈસ્કોન મંદિર છે, પરંતુ તેમાં દિલ્હીનું ઈસ્કોન મંદિર સુંદર અને લોકપ્રિય છે.

દ્વારકાધીશ મંદિર
મથુરામાં સ્થિત આ મંદિરને આપણા દેશનું સૌથી મોટુ અને જુનુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર કહેવામાં આવે છે. જન્માષ્ટમીએ મંદિર ઉત્સવના રંગમાં રંગાઈ જાય છે. આજ રીતે ગુજરાતમાં સ્થિત દ્વારકાધીશનું મંદિર પણ ખુબ લોકપ્રિય છે. આ સિવાય ગુજરાતમાં શામળાજીનું મંદિર પણ ખુબ લોકપ્રિય માનવામાં આવે છે.

શ્રી રણછોડજી મહારાજ મંદિર
આ મંદિર ગુજરાતના ડાકોરમાં સ્થિત છે. ગોમતી નદીના કિનારે વસેલા આ મંદિરની સંરચના 1772માં મરાઠા નોબલ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં સોનાના બનેલા કુલ 8 ગુંબજ અને 24 બુર્જ છે. આ સાથે અહીં લક્ષ્મીનું મંદિર પણ બનેલુ છે. માનવામાં આવે છે કે, દર શુક્રવારે કૃષ્ણ ભગવાન લક્ષ્મી મંદિરમાં જઈ તેમને મળે છે.

પ્રેમ મંદિર
આ મંદિર વૃંદાવનમાં સ્થિત છે. કહેવામાં આવે છે કે આ અવિશ્વસનિય કૃષ્ણ મંદિરને ઉપહાર તરીકે રસિક સંત જગદગુરી શ્રી કૃપાલુ જી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

જગન્નાથ મંદિર
જગન્નાથ મંદિર દેશમાં જ નહીં વિશ્વમાં પ્રસિદ્ધ છે. પુરીમાં બનેલુ જગન્નાથનું મંદિર ભારતમાં હિન્દુઓના ચાર ધામમાંથી એક છે.

શ્રીનાથજી મંદિર
આ મંદિર રાજસ્થાનના નાથદ્વારમાં સ્થિત છે. આ મંદિર કૃષ્ણની મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. માનવામાં આવે છે કે, મેવાડના રાજા આ મંદિરમાં રહેલી મૂર્તિઓને ગોવર્ધન પહાડોમાંથી ઔરંગજેબથી બચાવીને લાવ્યા હતા.

બાલકૃષ્ણ મંદિર
કર્ણાટકના હંપીમાં સ્થિત છે બાલકૃષ્ણ મંદિર. આ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરમાં બાલકૃષ્ણ બિરાજમાન છે.

ઉડુપ્પી શ્રી કૃષ્ણ મઠ
કર્ણાટક શહેરમાં સ્થિત આ મંદિરને 13મી શતાબ્ધીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને ઘણુ પવિત્ર માનવામાં આવે છે.
First published:

Tags: Lord krishna, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો