Home /News /dharm-bhakti /

Janmashtami: જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાના છો? જાણી લો વ્રતના નિયમ

Janmashtami: જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાના છો? જાણી લો વ્રતના નિયમ

જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાના છો? જાણી લો વ્રતના નિયમ

Janmashtami 2022: જન્માષ્ટમીનો પાવન અવસર નજીક આવી રહ્યો છે. આ તહેવાર કૃષ્ણ ભક્ત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી ભક્તો આ દિવસને વિશેષ બનાવવા માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. અનેક લોકો જન્માષ્ટમીના દિવસે વ્રત પણ રાખે છે. આ વ્રત અન્ય વ્રતથી અલગ હોય છે. આ વ્રતના નિયમ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    જન્માષ્ટમીનો પાવન અવસર નજીક આવી રહ્યો છે. આ તહેવાર કૃષ્ણ ભક્ત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી ભક્તો આ દિવસને વિશેષ બનાવવા માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. અનેક લોકો જન્માષ્ટમીના દિવસે વ્રત પણ રાખે છે. આ વ્રત અન્ય વ્રતથી અલગ હોય છે. આ વ્રતના નિયમ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    વ્રતનો સંકલ્પ કેવી રીતે કરવો?


    શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને શ્રીકૃષ્ણ પાસે વ્રતનો સંકલ્પ કરો. હાથમાં તુલસીનું પાન પકડીને આ વ્રતનો સંકલ્પ કરો અને વ્રત દરમિયાન થતી ભૂલ અંગે પહેલેથી જ ક્ષમા માગી લો.

    આ પણ વાંચો: Money Mantra 16th August : આજે આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, જાણો શું કહે છે તમારી રાશિ

    વિવાહિત લોકો માટે નિયમ : વિવાહિત લોકોએ ઉપવાસની એક રાત્રિ પહેલા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. રાત્રે 12 વાગ્યા બાદ તમારા ઉપવાસની શરૂઆત થાય છે અને પછીના દિવસે રાત્રે 12 વાગ્યા બાદ, કૃષ્ણ જન્મ બાદ આ વ્રત ખુલે છે.

    શ્રી વિષ્ણુની પૂજા


    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને તલ અર્પણ કરો. મધ્યાહન સમયે તલના પાણીથી સ્નાન કરો. માનવામાં આવે છે કે, તે સમયે શ્રી કૃષ્ણના માતા દેવકીજીને પ્રસવ પીડા શરૂ થઈ હતી અને રાત્રે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો.

    લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાય


    જન્માષ્ટમીના દિવસે તમારે લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરના દરવાજાને કમળના ફૂલથી સજાવવા જોઈએ. માતા લક્ષ્મી આ પુષ્પમાં વાસ કરતા હોવાથી ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ પણ ખૂબ જ પ્રિય છે.

    કાકડી શા માટે કાપવામાં આવે છે?


    જન્માષ્ટમીના વ્રતમાં તમે તમામ ફળનું સેવન કરી શકો છો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા કાકડી ન કાપવી જોઈએ. કાકડીની સ્ટેમ કટ કરીને જ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. કહેવામાં આવે છે કે, કાકડીની સ્ટેમને બાળકની નાળ સમજીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે કાપવામાં આવે છે.

    વ્રતમાં કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?


    જન્માષ્ટમીના વ્રતમાં તમે ફળાહાર કરી શકો છો. સવારથી રાત સુધી તમે ફળોનું સેવન કરીને અને રાત્રે સાદુ ભોજન કરીને વ્રત ખોલી શકો છો. અનેક લોકો આખા દિવસનો ઉપવાસ કરવા ઈચ્છતા હોય છે. તો તે લોકો રાત્રિના ભોજનમાં પણ ફળ, દહી, દૂધ અને શ્રી કૃષ્ણને ચઢાવેલ પ્રસાદનું સેવન કરી શકે છે.

    સાંજે પૂજા માટે શું કરવું જોઈએ?


    શ્રી કૃષ્ણના જન્મ દિવસ પર તમે વ્રત કર્યું છે તો તમારે સાંજે પૂજા સમયે નવા કપડા પહેરવા જોઈએ.

    મૌન વ્રત કરો


    આ દિવસે મૌન વ્રત રાખીને શ્રી કૃષ્ણના નામનો જાપ કરી શકો છો. જો તમે મૌન વ્રત નથી કર્યું તો તમારે આખો દિવસ શ્રી કૃષ્ણના નામનો જાપ કરવો જોઈએ.

    જન્માષ્ટમી પર તુલસીનું મહત્વ


    આ દિવસે પાણીમાં તુલસીના પાન નાખીને તેનું સેવન કરો. આ દિવસે વિધિ વિધાન સાથે તુલસીની પૂજા કરવી જોઈએ. શ્રી કૃષ્ણના તમામ ભોગમાં તુલસીનું પાન જરૂરથી મૂકવું જોઈએ.

    આ પણ વાંચો: કર્ક રાશિમાં શુક્રનો સંયોગ કરી દેશે માલામાલ, દરેક રાશિ માટે જ્યોતિષાચાર્યે જણાવ્યા આ ઉપાય

    આ પ્રકારે પ્રસાદ ગ્રહણ કરો


    વ્રત કરનાર ભવિકે કૃષ્ણ જન્મ બાદ શ્રી કૃષ્ણને ઝુલો જરૂરથી ઝુલાવવો જોઈએ. જે પંચામૃતથી ગોપાલને સ્નાન કરાવ્યું છે, તેનું પ્રસાદ રૂપે ગ્રહણ કરવું જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: DharmaBhakti, Janmashtami

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन