Home /News /dharm-bhakti /

Janmashtami 2021: કૃષ્ણ જન્મની આ અજાણી વાતો, જે ઘણી રસપ્રદ છે

Janmashtami 2021: કૃષ્ણ જન્મની આ અજાણી વાતો, જે ઘણી રસપ્રદ છે

Janmashtami Special: રાજા ઉગ્રસેનનાં પુત્ર અને રાજકુમાર હતો કંસ. રાજા ઉગ્રસેનનાં ભાઈનું નામ હતું દેવક અને તેમની પુત્રી હતી દેવકી.

Janmashtami Special: રાજા ઉગ્રસેનનાં પુત્ર અને રાજકુમાર હતો કંસ. રાજા ઉગ્રસેનનાં ભાઈનું નામ હતું દેવક અને તેમની પુત્રી હતી દેવકી.

આજે  જન્માષ્ટમીનો (Krishna Janmashtami) તહેવાર આપણા દેશમાં જ નહીં વિદેશોમાં પણ ઉલ્લાસભેર ઉજવાય છે. આમ તો કૃષ્ણ (Krishna) વિશે ભારતમાં ભાગ્યે જ કોઇને જ્ઞાન ન હોય તેવું બને પરંતુ આ વખતે જન્માષ્ટમી (Janmashtami) પ્રસંગે તમને કૃષ્ણ વિશેની કેટલીક ઓછી જાણીતિ વાતો જણાવીએ.

કૃષ્ણકુળનો ઇતિહાસ

દ્વાપર યુગમાં યાદવો યમુનાનાં ફળદ્રુપ વિસ્તારમાં રહેતા હતાં. યાદવો એટલે રાજા યદુનાં વંશજો. રાજા યદુ એટલે યયાતિ અને શુક્રાચાર્યની પુત્રી દેવયાનીનાં પુત્ર. આમ તો મૂળ શોધવા જઇએ તો બ્રહ્માનાં પુત્ર દક્ષ, તેમનાં પુત્ર વિવસ્વત, તેમનાં પુત્ર મનુ, મનુની પુત્રી ઇલાનાં સોમ સાથે લગ્ન થયાં અને તેમનો પુત્ર પુરૂરવા, પુરૂરવાનાં પુત્ર આયુષ, આયુષનાં પુત્ર નહુષ અને નહુષનાં પુત્ર યયાતિ. એટલે જો મૂળ શોધવા જઇએ તો તેઓ મનુરાજાની સંતાનો.

યાદવાસ્થળી

તે વખતે પણ યાદવોમાં ઘણી જ્ઞાતિઓ હતી. આમાં અન્ધક, સાત્વત, ભોજ, મધુ, શૂર વિગેરે મહત્વની કહેવાતી. આ બધી જ્ઞાતિઓ ભેગા મળીને યાદવસંઘની રચના કરી હતી અને લોકતાંત્રિક રીતે તેમનું શાસન ચાલતું હતું. પરંતુ અંદરો અંદર તેમની વચ્ચે ઘણાં મતભેદો હતા અને સત્તા માટે યાદવો વચ્ચે ભીષણ જંગ પણ થતો હતો. આ જ્ઞાતિઓમાં તે સમયે અન્ધક અને શૂર પ્રતાપિ જ્ઞાતિઓ હતી. વસુદેવ શૂર વંશમાં જન્મ્યા હતાં અને તેઓ શૂરોનાં અગ્રણી કહેવાતાં.

આ પણ વાંચો- જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણ ભક્તિમાં રંગાઇ જાવ: ડાકોર અને દ્વારકાનાં કરી લો Live Darshan

ગોકુળમાં મોટાભાગનાં સમૂહો વસુદેવને પોતાનાં અગ્રણી માનતા હતાં. બીજી બાજુ ઉગ્રસેન અન્ધકોનાં અગ્રણી હતાં. અન્ધકો અને શૂરો વચ્ચે વર્ચસ્વ માટે વારંવાર યુદ્ધો થતા હતાં. રાજા ઉગ્રસેનનાં પુત્ર અને રાજકુમાર હતો કંસ. રાજા ઉગ્રસેનનાં ભાઈનું નામ હતું દેવક અને તેમની પુત્રી હતી દેવકી.

કૃષ્ણનાં માતા-પિતાનાં લગ્ન કેમ થયાં

અન્ધકો અને શૂરો વચ્ચેનાં ઝઘડા શાંત કરવા માટે અગ્રણીઓનો મત ઊભો થયો કે જો શૂર અને અંધક વંશજો વચ્ચે યોગ્ય સંબંધ સ્થાપિત થાય તો બંને જ્ઞાતિઓ વચ્ચેની શત્રુતાનો નાશ થઇ શકે છે અને યાદવોમાં એકતા આવતાં જગતમાં તેમની પ્રતિષ્ઠા વધારે વધી શકે છે. આ દુશ્મની નિવારવા માટે વસુદેવનાં લગ્ન દેવકી સાથે નિરધારવામાં આવ્યા હોવાનું ઘણાં અભ્યાસુઓ માને છે. આમ યાદવોમાં એકતા સ્થાપવા માટે વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા હતાં.

નામકરણનો પ્રસંગ

આકાશવાણી થઇ હતી કે, વસુદેવ અને દેવકીનો આઠમો પુત્ર કંસનો નાશ કરશે તેની કથા તો આપ સૌને વિદિત છે. પરંતુ કૃષ્ણનું નામ કૃષ્ણ કેમ પડ્યું તેની વાત તમને જણાવું.

આ પણ વાંચો- Janmashtami 2021: ટીવી પર રાધા-કૃષ્ણ બનનારા આ સ્ટાર્સને લોકો સમજી બેસે છે અસલી ભગવાનઉત્તર ભારતમાં ભાદ્રપદની કૃષ્ણપક્ષની આઠમે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણની કૃષ્મપક્ષની આઠમે જન્માષ્ટમી ઉજવાય છે. ગુજરાત અને ઉત્તર ભારતનાં હિન્દુ કેલેન્ડરોમાં 15 દિવસનો અંતર છે. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે તેમનું નામકરણ નહોતું થયું. તેમનાં જન્મની રાશિ મિથુન રાશિ હતી એટલે તેમનાં પંડિતોએ બાળકનું નામ ક, ઘ અને છ પરથી જ રાખવાનું સૂચન કરેલું. ત્યારબાદ તેમનાં આચાર્ય ગર્ગાચાર્ય મથુરામાં વસુદેવ અને દેવકીને મળ્યા હતાં અને તેમણે બાળકનું નામ કૃષ્ણ અને ઘનશ્યામ રાખવાનું નક્કી કર્યુ હતું.
બાળક નીલવર્ણી હતો અને ઘેરાયેલા અને વરસી પડવા તૈયાર વાદળોનાં રંગ જેવો હતો. એટલે જ તેમનું નામ કૃષ્ણ અને ઘનશ્યામ રાખવાનું નક્કી થયું. ઘનશ્યામનો સીધો અર્થ વાદળાઓ જેવો શ્યામ અને કૃષ્ણનો અર્થ પણ શ્યામ એવો થાય છે અને તેમનાં શરીરનાં રંગને કારણે તેમનું નામ કૃષ્ણ પડ્યું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Janmashtami, Krishna, Krishna Janmashtami

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन