Home /News /dharm-bhakti /

Janmashtami 2022: જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, રાશિ અનુસાર ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થશે

Janmashtami 2022: જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, રાશિ અનુસાર ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થશે

જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ

Janmashtami Shubh Sanyog 2022: આગામી જન્માષ્ટમીના દિવસે અનેક શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે મહિલાઓ જન્માષ્ટમીનું વ્રત કરે છે. રાત્રે 12 વાગ્યા બાદ કૃષ્ણ જન્મોત્સવ બાદ વ્રતના પારણા કરવામાં આવે છે. આ દિવસે ફળાહાર કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. ત્યારે આ શુભ સંયોગમાં કૃષ્ણને રાશિ અનુસાર વસ્તુ અર્પણ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે.

વધુ જુઓ ...
  Janmashtami Shubh Sanyog 2022: હિન્દુ ધર્મમાં તમામ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. આ મહિનામાં જન્માષ્ટમી સહિત અનેક મોટા તહેવાર આવે છે. ત્યારે આ વર્ષે જન્માષ્ટમી 18 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે. કૃષ્ણ પક્ષની આઠમના રોજ રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્મ થયો હતો. આ દિવસે સમગ્ર દેશમાં ધૂમધામથી ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

  આગામી જન્માષ્ટમીના દિવસે અનેક શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે મહિલાઓ જન્માષ્ટમીનું વ્રત કરે છે. રાત્રે 12 વાગ્યા બાદ કૃષ્ણ જન્મોત્સવ બાદ વ્રતના પારણા કરવામાં આવે છે. આ દિવસે ફળાહાર કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. ત્યારે આ શુભ સંયોગમાં કૃષ્ણને રાશિ અનુસાર વસ્તુ અર્પણ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે.

  જન્માષ્ટમીના દિવસે શુભ સંયોગ


  18 ઓગસ્ટ ગુરુવારના રોજ વૃદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે મુહૂર્ત બપોરે 12:05 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે અને 12:56 વાગ્યે પૂર્ણ થઈ રહ્યું છે. વૃદ્ધિ યોગ 17 ઓગસ્ટના રોજ રાત્રે 08:56 વાગ્યે શરૂ થશે અને રાત્રે 08:41 વાગ્યે પૂર્ણ થશે. જ્યોતિષ અનુસાર જન્માષ્ટમીના દિવસે ધ્રુવ યોગ 18 ઓગસ્ટે રાત્રે 08:41 વાગ્યે શરૂ થઈ રહ્યો છે અને 19 ઓગસ્ટના રોજ સવારે 08:59 વાગ્યે પૂર્ણ થઈ રહ્યો છે. આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ 18 અને 19 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે.

  આ પણ વાંચો: Janmashtami 2022: ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ પાંચ વસ્તુ, પુજા કરતી વખતે જરૂર કરો સામેલ

  રાશિ અનુસાર વસ્તુ અર્પણ કરો


  મેષ- આ રાશિના જાતકોએ ભગવાન કૃષ્ણને માખણ અને ખાંડનો ભોગ ચઢાવવો જોઈએ અને કપડા અર્પણ કરવા જોઈએ.

  વૃષભ- આ રાશિના જાતકોએ ભક્તોએ લડ્ડુ ગોપાલને ચાંદીના ઘરેણાથી સજાવવા જોઈએ અને માખણ અર્પણ કરવું જોઈએ.

  મિથુન- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન કૃષ્ણને લહેરિયા કપડા પહેરાવો અને દહીંનો ભોગ ચઢાવો.

  કર્ક- જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને સફેદ રંગના કપડા પહેરાવો અને દૂધ તથા કેસરનો ભોગ ચઢાવો.

  સિંહ- આ રાશિના વ્યક્તિઓએ ભગવાન કૃષ્ણને ગુલાબી રંગના કપડા પહેરાવો. ભગવાન કૃષ્ણને સૌથી પ્રિય વસ્તુ માખણ અને ખાંડનો ભોગ લગાવો.

  કન્યા- ભગવાન કૃષ્ણને લીલા રંગના કપડા પહેરાનો અને તે જ કપડાનો શ્રૃંગાર કરો તથા માવા અને બરફીનો ભોગ ચઢાવો.

  તુલા- ભગવાન કૃષ્ણને ગુલાબી અથવા કેસરિયા રંગના કપડા પહેરાવો, માખણ તથા ખાંડનો ભોગ ચઢાવો.

  આ પણ વાંચો: Janmashtami: જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાના છો? જાણી લો વ્રતના નિયમ

  વૃશ્વિક- ભગવાન કૃષ્ણને લાલ કપડાથી શણગાર કરો. લડ્ડુ ગોપાલને માખણ અથવા ઘીનો ભોગ ચઢાવવાથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.

  ધન- પીળા કપડા અને પીળા રંગની મિઠાઈ અર્પિત કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે.

  મકર- આ રાશિની જાતકોએ ભગવાન કૃષ્ણને નારંગી રંગના કપડા પહેરાવવા જોઈએ અને ખાંડનો ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

  કુંભ- કાનુડાને નીલા રંગના કપડા પહેરાવો અને ભગવાનને બાલૂશાહીનો ભોગ અર્પણ કરો.

  મીન- જ્યોતિષ અનુસાર ભગવાન કૃષ્ણને પિતામ્બરી રંગના કપડા પહેરાવો અને કેસર તથા માવાની મિઠાઈ અર્પણ કરો
  Published by:Rahul Vegda
  First published:

  Tags: DharmaBhakti, Janmashtami

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन