Home /News /dharm-bhakti /

Janmashtami Special: આજે રાત્રે 9.21થી જન્માષ્ટમીનો પ્રારંભ: બની રહ્યો છે ઘણો દુર્લભ યોગ, જાણો પૂજા અને મહત્વ

Janmashtami Special: આજે રાત્રે 9.21થી જન્માષ્ટમીનો પ્રારંભ: બની રહ્યો છે ઘણો દુર્લભ યોગ, જાણો પૂજા અને મહત્વ

જન્માષ્ટમી 2022

Janmashtami 2022 Shubh Yog: ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો. તેથી જન્માષ્ટમી 18 ઓગસ્ટનાં ઉજવવી જોઇએ. પણ જો આપ જન્માષ્ટમી18 ઓગસ્ટનાં ઉજવો છો તો આ દિવસે બે દુર્લભ યોગ બની રહ્યાં છે. એવાં દુર્લભ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા (janmashtami 2022 tithi) કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. આ કારણે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી તમામ કામ કોઇપણ વિઘ્ન વગર પૂર્ણ થઇ જાય છે.

વધુ જુઓ ...
    Krishna Janmashtami Special Coincidence: પંચાંગ અનુસાર જન્માષ્ટમી દર વર્ષએ ભાદ્ર પક્ષનાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિનાં (Krishna Janmashtami 2022 Date) ઉજવવામાં આવે છે. પણ આ વર્ષે અષ્ટમીની તિથિત બે દિવસ આવી રહી છે. અને લોકોમાં સંશય છે કે, જન્માષ્ટમી 18 ઓગષ્ટનાં ઉજવવી કે પછી 19 ઓગસ્ટનાં. કેટલાંક લોકોનું માનવું છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો. તેથી જન્માષ્ટમી 18 ઓગસ્ટનાં ઉજવવી જોઇએ. પણ જો આપ જન્માષ્ટમી18 ઓગસ્ટનાં ઉજવો છો તો આ દિવસે બે દુર્લભ યોગ બની રહ્યાં છે. એવાં દુર્લભ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા (janmashtami 2022 tithi) કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. આ કારણે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી તમામ કામ વગર કોઇ વિઘ્ને પૂર્ણ થઇ જાય છે.

    આ પણ વાંચો- જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, રાશિ અનુસાર ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થશે

    આ દિવસે બની રહ્યો છે શુભ યોગ
    ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાત્રે 12 વાગે થયો હતો. જન્મ સમયે રોહિણી નક્ષત્ર હતું. પંચાંગ અનુસાર, આ વખતે અષ્ટમી તિથિ 18 ઓગસ્ટ, ગુરુવારની રાત્રે 09:21 થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, શુક્રવારે લગભગ 11.00 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો 18 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો ઉપવાસ અને પૂજા કરશે. પંચાંગ અનુસાર 18 ઓગસ્ટે બે ખૂબ જ શુભ યોગ, વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ પણ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ વધી ગયું છે.

    આ પણ વાંચો- Janmashtami 2022: જન્માષ્ટમીની રાત્રે સિક્કાનો આ ઉપાય બનાવશે ધનવાન, છલકાઈ જશે તિજોરી

    પંચાંગ અનુસાર 17મી ઓગસ્ટની રાત્રે 8.57 વાગ્યાથી વૃદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે અને આ વૃદ્ધિ યોગ 18મી ઓગસ્ટની રાત્રે 8.42 વાગ્યા સુધી છે. બીજી તરફ, બીજો શુભ યોગ - ધ્રુવ યોગ 18 ઓગસ્ટના રોજ રાત્રે 8:41 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ રાત્રે 8:59 વાગ્યા સુધી રહેશે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર આ બંને શુભ યોગ રાધા-કૃષ્ણની પૂજા માટે ખૂબ જ શુભ છે. આ યોગમાં કરવામાં આવતી પૂજાથી અક્ષય પુણ્યનો લાભ મળવાનો છે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. NEWS18 Gujarati આની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Janmashtami, Janmashtami 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन