Home /News /dharm-bhakti /

Janmashtami: જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુની કરો ખરીદી, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિ

Janmashtami: જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુની કરો ખરીદી, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિ

જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુની કરો ખરીદી, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિ

Things to buy on Janmahstami 2022: જન્માષ્ટમીના દિવસે શ્રદ્ધાળુઓ વ્રત કરે છે અને રાત સુધી કૃષ્ણના ભજન કિર્તન કરે છે. મંદિરોમાં આખો દિવસ ચહલ પહલ રહે છે. મંદિરમાં કૃષ્ણના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તહેવારના કારણે ઘણી ખરીદી થાય છે, પણ જન્માષ્ટમીના દિવસે કઈ 5 વસ્તુ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  Janmashtami 2022: ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં જન્મ થયો હતો. આ કારણોસર આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે કૃષ્ણના બાળસ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે વ્રત કરે છે અને રાત સુધી કૃષ્ણના ભજન કિર્તન કરે છે. મંદિરોમાં આખો દિવસ ચહલ પહલ રહે છે. મંદિરમાં કૃષ્ણના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તહેવારના કારણે ઘણી ખરીદી થાય છે, પણ જન્માષ્ટમીના દિવસે કઈ 5 વસ્તુ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  ગાય અને વાછરડાની મૂર્તિ


  ભગવાન શ્રી કૃષ્ણને બાળપણથી જ ગાયો ખૂબ જ પ્રિય હતી. તેઓ ગાયના દૂધમાંથી બનેલ માખણ પણ ખૂબ જ ખાતા હતા. જ્યોતિષ અનુસાર ગાયમાં ગુરુ ગ્રહનો વાસ હોય છે. જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની નાની મૂર્તિ ખરીદવી જોઈએ. આ મૂર્તિ ઘર અથવા મંદિરના રૂમમાં ઈશાન ખૂણામાં રાખો. જેનાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે. જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે.

  આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ એક છોડ, કાયમ માટે લાવે છે સદભાગ્ય

  માખણ


  ભગવાન કૃષ્ણને ગાય અને માખણ ખૂબ જ પ્રિય છે. તેમને માખણ એટલું પસંદ હતું કે, તેઓ માખણ ચોરી કરીને ખાતા હતા. જેથી તેમને માખણચોર પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે માખણ ખરીદીને ભગવાન કૃષ્ણને તેનો ભોગ ધરાવવો જોઈએ.

  વાંસળી


  ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. તેઓ હંમેશા વાંસળી વગાડે છે અને વાંસળી વગર તેમની કોઈપણ છબી પૂર્ણ થતી નથી. વાંસળી પ્રત્યેના તેમના પ્રેમના કારણે તેમને બંસીધર પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે વાંસળી ખરીદવાથી લાભ પ્રાપ્ત થાય છે અને ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. આ દિવસે લાકડા અથવા ચાંદીની નાની વાંસળી જરૂરથી ખરીદવી જોઈએ. ત્યારબાદ આ વાંસળી ધન હોય તે જગ્યા પર અથવા તિજોરીમાં રાખવી જોઈએ.

  આ પણ વાંચો: Sun Transit 2022: 16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય, શું તમે પણ છો એ ભાગ્યશાળી?

  મોરપીંછ


  ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પસંદ છે. તેઓ હંમેશા પોતાના મુગટમાં મોરપીંછ લગાવતા હતા. વાસ્તુ અનુસાર મોરપીંછ સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે ઘરમાં મોરપીંછ લાવવાથી ઘરમાં કંકાસ થતો નથી અને કાળ સર્પદોષથી મુક્તિ મળે છે.

  વેજયંતી માળા


  જન્માષ્ટમીના દિવસે વેજયંતી માળા જરૂરથી ખરીદવી જોઈએ. વેજયંતી માળા ખરીદીને ઘરમાં લાવવાથી બરકત આવે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. માન્યતા અનુસાર વેજયંતી માળામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: DharmaBhakti, Janmashtami

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन