Home /News /dharm-bhakti /

Janmashtami 2022: કાન્હાને રીઝવવા તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોના જાપ, જન્માષ્ટમી પર મેળવો ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશિષ

Janmashtami 2022: કાન્હાને રીઝવવા તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોના જાપ, જન્માષ્ટમી પર મેળવો ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશિષ

કાન્હાને રીઝવવા તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોના જાપ

Krishna mantra according to Rashi : આ જન્માષ્ટમી પર રાશિ મુજબ ક્યાં મંત્રનું અનુષ્ઠાન કરવાથી લાભ થાય એ પણ અત્રે જાણવું છું જેથી દરેક રાશિના મિત્રો જન્માષ્ટમી (Janmashtami 2022) નો આધ્યાત્મિક લાભ મેળવી શકે. જન્માષ્ટમીએ રાત્રીના ગૌમૂત્ર વડે ઘરમંદિર પવિત્ર કરી દીપ પ્રકટાવી ભોગ ધરી આસન ગ્રહણ કરી કૃષ્ણ પરમાત્મા સામે તુલસીની માળાથી નીચેના મંત્ર કરવા જોઈએ.

વધુ જુઓ ...
  Krishna mantra according to astrology:  જ્યોતિષચાર્ય રોહિત જીવાણી દ્વારા,તા. 19 ઓગસ્ટ 2022 ને શુક્રવારના રોજ જન્માષ્ટમીનું (janmashtami 2022) પાવન પર્વ આવી રહ્યું છે. આ વર્ષે જન્માષ્ટમી પર ઘણા વિશિષ્ઠ સંજોગો રચાઈ રહ્યા છે વળી કૃષ્ણ પરમાત્માને પ્રિય રોહિણી નક્ષત્રમાં તેમનો જન્મ થયો છે જયારે સૂર્ય સ્વગૃહી હોય છે. કૃષ્ણ પરમાત્માના જન્મ સમય અને તિથિ સમજવા જેવા છે. આ તિથિ પર જે રોહિણી નક્ષત્ર હોય છે ત્યાં ચંદ્ર મહારાજ ઉચ્ચના બને છે ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે ચંદ્ર એટલે આપણું મન છે માટે ચંદ્ર ઉચ્ચના થાય એટલે મન પણ શ્રેષ્ઠ બને છે જયારે સૂર્ય મહારાજ સ્વરાશિમાં છે જે આત્માનું દર્શન કરાવે છે જેથી આ દિવસે શ્રેષ્ઠ ગ્રહો વચ્ચે પરમાત્માનો જન્મ થયો હતો (janmashtami 2022 tithi).

  આપણે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી એટલે કરીએ છીએ કે આ દિવસે અવકાશમાંથી શ્રેષ્ઠ તરંગો પૃથ્વી પર આવતા હોય છે અને ચંદ્ર અને સૂર્યની ઉચ્ચ સ્થિતિના કારણે આ દિવસે આપણે અધ્યાત્મ દર્શન કરી શકીએ છીએ અને આપણી અંદર રહેલા પરમાત્માને જગાડી શકીએ છીએ અને જો ખરા અર્થમાં ભાવપૂર્વક આપણે આપણા અંતરાત્માને જગાવી શકીએ તો પરમાત્માની ઝાંખી થતી હોય છે, એ પણ એવા સમયે જયારે કોઈ ખલેલ નથી રાત્રીના 12 ના સમયે ચારે તરફ નીરવ શાંતિ છે અને ત્યારે મંદિર કે કોઈ પવિત્ર જગ્યાએ ભાવપૂર્વક કૃષ્ણ પરમાત્માના દર્શન કરતા કરતા આપણા મનમાં એ ભાવ જાગી જાય તો એક ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા પછી આપણી અંદર પણ એક દિવ્યતાનો જન્મ થાય છે અને ખરા અર્થમાં જન્માષ્ટમી બને છે.

  આ પણ વાંચો: Budh Grah Upay: પદ-પ્રાતિષ્ઠાને પ્રભાવિત કરે છે કમજોર બુધ, કુંડળીમાં બુધને મજબૂત કરવા અપનાવો આ ઉપાય

  આ વર્ષે અનેક વિશેષ સંયોગ સાથે આવી રહેલ જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરી તેમને ભાવતા ભોગ ધરી અને ઘરમાં પૂજા માં બે દિવ્ય વસ્તુને સ્થાન આપવાથી ખુબ લાભ પ્રાપ્ત થશે. કૃષ્ણ પરમાત્માને પ્રિય બાંસુરી અને મોરપીંછ રાખવાથી ઘરમાં વાસ્તુદોષ (janmashtami Vastu Tips) પણ દૂર થશે. આ જન્માષ્ટમી પર રાશિ મુજબ ક્યાં મંત્રનું (Krishan Mantra by rashi) અનુષ્ઠાન કરવાથી લાભ થાય એ પણ અત્રે જાણવું છું જેથી દરેક રાશિના મિત્રો જન્માષ્ટમીનો આધ્યાત્મિક લાભ મેળવી શકે. જન્માષ્ટમીએ રાત્રીના ગૌમૂત્ર વડે ઘરમંદિર પવિત્ર કરી દીપ પ્રકટાવી ભોગ ધરી આસન ગ્રહણ કરી કૃષ્ણ પરમાત્મા સામે તુલસીની માળાથી નીચેના મંત્ર કરવા જોઈએ.

  આ પણ વાંચો:  સૂર્યનું સ્વરાશિ સિંહમાં આ વખતે ભ્રમણ શા માટે છે ખાસ? આ રાશિઓને થશે લાભ

  મેષ (અ,લ,ઈ) : "શ્રી કૃષ્ણ શરણં મમ:" મંત્રની ૧૧ માળા કરવી.

  વૃષભ (બ,વ,ઉ) : "ૐ નામો ભગવતે વાસુદેવાય" મંત્રની ૧૧ માળા કરવી.

  મિથુન (ક,છ,ઘ) : " ૐ ગોપીજન વલ્લભાય નમઃ " મંત્રની ૧૧ માળા કરવી.

  કર્ક (ડ,હ) : "શ્રી દ્વારિકાધીશ વિજયતે નમઃ" મંત્રની ૧૧ માળા કરવી.

  સિંહ (મ,ટ) : "કલીં ગ્લોમ કલીં શ્યામલાંગાય નમઃ" મંત્રની ૧૧ માળા કરવી.

  કન્યા (પ ,ઠ ,ણ ) : "કલીં કૃષ્ણાય નમઃ" મંત્રની ૧૧ માળા કરવી.

  આ પણ વાંચો: Astrology: 17મી ઓગસ્ટ સુધીમાં જોખમી ગણાતા સમસપ્તક યોગથી મળી શકે મુક્તિ, જાણો કઈ રાશિઓ થશે પ્રભાવિત
  તુલા (ર,ત) : વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરવા.

  વૃશ્ચિક (ન ,ય ) : ગોવિંદ દામોદર માધવેતિ સ્તોત્રના પાઠ કરવા.

  ધન (ધ ,ભ ,ફ ,ઢ ): મધુરાષ્ટક ના પાઠ કરવા.

  મકર (ખ ,જ ) : "ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધિમહી તન્નો કૃષ્ણ પ્રચોદયાત" મંત્રની ૫ માળા કરવી

  કુંભ (ગ ,સ,શ ) : "ૐ દામોદરાય નમઃ" મંત્રની ૧૧ માળા કરવી

  મીન (દ ,ચ ,ઝ ,થ): "ૐ ગોવિંદાય ગોપીજનવલ્લભાય નમઃ" મંત્રની ૧૧ માળા કરવી

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: DharmaBhakti, Janmashtami

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन