જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમના માટે આ વ્રત કરવું ખૂબ ફાયદાકારક છે અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવું ખૂબ જ સારું છે. આ દિવસે લોકો ઉપવાસ પણ રાખે છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં પૂજા સમયે કેટલીક વસ્તુઓ કૃષ્ણજી પાસે અવશ્ય રાખવી (keep these things in the janmashtami puja) જોઈએ, કારણ કે આ વસ્તુઓ વગર કાન્હાનું સ્વરૂપ અધૂરું માનવામાં આવે છે. આવો જાણીએ કઇ છે તે વસ્તુઓ.
હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્મોત્સવનું ઘણું મહત્વ છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ, 2022 ગુરુવારના રોજ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષ (krishna paksh)ની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર (krishna paksh) માં થયો હતો. જેના કારણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર (Shree Krishna Janmashtami Festival 2022) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ (Bal Krishna)ની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જે ભક્તો કૃષ્ણની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે, ભગવાન તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે.
એટલું જ નહીં જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમના માટે આ વ્રત કરવું ખૂબ ફાયદાકારક છે અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવું ખૂબ જ સારું છે. આ દિવસે લોકો ઉપવાસ પણ રાખે છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં પૂજા સમયે કેટલીક વસ્તુઓ કૃષ્ણજી પાસે અવશ્ય રાખવી (keep these things in the janmashtami puja) જોઈએ, કારણ કે આ વસ્તુઓ વગર કાન્હાનું સ્વરૂપ અધૂરું માનવામાં આવે છે. આવો જાણીએ કઇ છે તે વસ્તુઓ.
- વાંસળી શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક છે. તેથી વાંસળીને પૂજામાં રાખો, વાંસળી સાદગી અને મધુરતાનું પ્રતીક છે.
- તુલસી વગર ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવવામાં આવતો નથી. તો ભોગમાં તુલસી જરૂર નાંખવી જોઈએ.
-મોરપીંછ વગર ભગવાન શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે, તેથી મોરપીંછને કૃષ્ણની મૂર્તિ સાથે રાખો. મોરપીંછ સંમોહન અને ભવ્યતાનું પ્રતીક છે. તે કષ્ટો દૂર કરીને જીવનમાં સુખનું સૂચક છે.
- પૂજા દરમિયાન ગાયની મૂર્તિ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે રાખવી. હિંદુ ધર્મમાં ગાયને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે.
- કૃષ્ણને માખણ મિશ્રી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે લડુ ગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
- જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ બાળકના રૂપમાં પ્રગટ થાય છે અને પારણા કે ઝૂલામાં ઝુલાવવામાં આવે છે. તેથી પૂજામાં ઝૂલો રાખો, તેનાથી પરિવારમાં ખુશીઓ આવશે.
- શ્રી કૃષ્ણએ વૈજયંતીની માળા પહેરી હોય છે. તો પૂજા સમયે ભગવાન શ્રીકૃષ્ણને વૈજયંતીની માળા પહેરવાનું ભૂલશો નહીં. ઘરમાં વૈજયંતીની માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઘંટી પણ રાખો. તેના અવાજમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
- જન્માષ્ટમીના દિવસે ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર કે ફોટો જરૂર રાખો. આમ કરવાથી પ્રેમ સંબંધો વધુ સારા બને છે.
- જન્માષ્ટમીના દિવસે પૂજા સ્થળ પર કૌડી રાખો. આનાથી થશે ધનની પ્રાપ્તિ થશે.
- આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પીળા અને ચમકવાળા વસ્ત્રો પહેરાવવા. આ સાથે જ તેમની પાસે પીળું સુંદર આસન પણ હોવું જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર