Home /News /dharm-bhakti /

Janmashtami 2021: જન્માષ્ટમી પર બનશે આ દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

Janmashtami 2021: જન્માષ્ટમી પર બનશે આ દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

જન્માષ્ટમી 2021

હિંદુ ધર્મની માન્યતા અનુસાર જન્માષ્ટમી (Janmashtami)ના દિવસે ભગવાના શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે

    Rare Coincidence on Janmashtami, Date and Time: જન્માષ્ટમી (Janmashtami)નો તહેવાર ખૂબ ખુશીઓ લઈને આવે છે. આ દિવસે અનેક જગ્યાએ મટકી ફોડવાની પ્રથા હોય છે. અનેક જગ્યાઓ પર ટેબ્લો કાઢીને અથવા મંદિરને શણાગારીને જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાના શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના અવતારે ધરતી પર ભદ્ર કૃષ્ણ આઠમ, રોહિણી નક્ષત્ર તથા વૃષ રાશિમાં મધ્ય રાત્રિએ જન્મ લીધો હતો. આ પાવન અવસરે અનેક વર્ષો બાદ એક દુર્લભ સંયોગ (Rare Coincidence) બની રહ્યો છે. અહીંયા તે સંયોગ અંગે જાણકારી આપવામાં આવી છે.

    હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ 2021ના રોજ સોમવારે છે. આ દિવસ ખૂબ જ શુભ રહેશે. આ દિવસે 6 તત્વોનું મિલન થશે, આ સંયોગને દુર્લભ માનવામાં આવે છે. આ વર્ષે ભાદ્ર કૃષ્ણ પક્ષ, રોહિણી નક્ષત્ર, અર્ધરાત્રિ કાલીન અષ્ટમી તિથિ, વૃષ રાશિમાં ચંદ્રમા અને સોમવાર હોવો તે ખૂબ જ દુર્લભ સંયોગ છે. જાણકારી અનુસાર સોમવારે સવારથી જ આઠમની તિથિની શરૂઆત થશે અને રાત્રે 1 વાગીને 59 મિનિટ સુધી રહેશે. આઠમની રાત્રે જ નવમની તિથિની શરૂઆત થઈ જશે. આ સમયે ચંદ્રમા વૃષ રાશિમાં રહેશે.

    શુભ મુહૂર્ત

    આઠમની તિથિનો પ્રારંભ- 29 ઓગસ્ટ 2021 રાત્રે 11:25

    આઠમની તિથિની સમાપ્તિ- 31 ઓગસ્ટ સવારે 01:59

    રોહિણી નક્ષત્રનો પ્રારંભ - 30 ઓગસ્ટ સવારે 06:39

    રોહિણી નક્ષત્રની સમાપ્તિ- 31 ઓગસ્ટ સવારે 09:44

    નિશિત કાલ- 30 ઓગસ્ટ રાત્રે 11:59થી લઈને સવારે 12:44 સુધી

    અભિજિત મુહૂર્ત- સવારે 11:56થી લઈને રાત્રે 12:47 સુધી

    ગોધૂલિ મુહૂર્ત- સાંજે 06:32થી લઈને સાંજે 06:56 સુધી

    આ પણ વાંચોRashifal, 14 August 2021: ધન રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે, આજનું રાશિ ભવિષ્ય

    વ્રત રાખવાથી દૂર થશે પાપ

    ગ્રંથો અનુસાર આ પ્રકારનો સંયોગ જન્માષ્ટમી પર બને છે. આ વિશેષ અવસરે વ્રત કરવાથી અનેક જન્મોના પાપથી મુક્તિ મળે છે. જે લોકો આ સંયોગ સમયે વ્રત કરે છે તે લોકો તેમના પૂર્વજોને પણ મુક્તિ અપાવે છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Happy janmashtami, Janmashtami, Janmashtami festival

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन