Krishna Janmashtami: જન્માષ્ટમી (Janmashtami)ના દિવસે કાન્હાનો જન્મ દિવસના પ્રસંગે લોકો તેમને ખુશ કરવા માટે પૂજા-અર્ચના, વ્રત-ઉપવાસ અને ભજન કિર્તન કરે છે. સાથોસાથ આ અવસરે મંદિર અને ઘરોમાં ઝાંકી અને અનેક સ્થળે દહી-હાંડી ફોડવાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે બાકી ચીજોની સાથોસાથ જો તમે કેટલાક ઉપાયોને પણ અપનાવો છો તો તમારી પર કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા થઈ શકે છે. આવો, જાણીએ શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે શું ઉપાય કરશો.
ચાંદીની બાંસુરી અર્પિત કરો
કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજા-અર્ચના, ભોગ અને કીર્તન જેવા કાર્યક્રમોની સાથે તમે લાલાને ચાંદીની બાંસુરી અર્પિત કરી શકો છો. તેનાથી આપ પર કનૈયાલાલની વિશેષ કૃપા થઈ શકે છે. તેના માટે તમે પોતાના સામર્થ્ય અનુસાર નાની કે મોટી બાંસુરી બનાવડાવો. તેને લાલાના ચરણોમાં અર્પિત કર્યા બાદ બાંસુરીની પૂજા પણ કરો. જન્માષ્ટમી બાદ તમે આ બાંસુરીને પોતાના પર્સ કે નાણા રાખવાની જગ્યાએ રાખી શકો છો.
છપ્પન ભોગ લગાવો
ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના અવસરે કનૈયાની પૂજા-અર્ચના કર્યા બાદ જો તેમને છપ્પન ભોગ ધરવામાં આવે તો તેનાથી પણ લાલો પ્રસન્ન થાય છે અને તેની વિશેષ કૃપા થાય છે. સાથોસાથ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
પારિજાતના ફૂલ ચઢાવો
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણે પારિજાતના ફૂલ ચઢાવવાથી પણ તેમની કૃપા વરસતી રહે છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ પ્રિય છે. શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુજીનો અવતાર છે, તેથી જન્માષ્ટમીના દિવસે પારિજાતના ફૂલ ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે.
માન્યતા અનુસાર, વિષ્ણુજીને શંખ ખૂબ પ્રિય છે અને તેઓ પોતાના હાથમાં હંમેશા રાખે છે. તેથી જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને જન્મ સમયે જો તેમનો અભિષેક શંખમાં દૂધ રાખીને કરવામાં આવે તો તેનાથી ભગવાન ખુશ થાય છે. આવું કરવાથી ભગવાનની વિશેષ કૃપા ભક્તો પર થાય છે.
મોરપંખ કરો અર્પિત
કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા મેળવવા માટે તમે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને મોરપંખ અર્પિત કરી શકો છો. આ દિવસે શ્રીકૃષ્ણના મુકુટ પર મોરપંખ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.
(Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર