Shri Krishna Janmashtamii 2021: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં સામેલ કરો આ વસ્તુઓ

તસવીર: shutterstock

હિન્દુ પંચાગ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે મનાવવાનો ઉલ્લેખ છે.

  • Share this:
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ (Lord Krishna)નો જન્મ ઉત્સવ જન્માષ્ટમી તરીકે દર વર્ષે ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. દેશ જ નહીં વિદેશોમાં પણ આ દિવસનું મહત્વ વિશેષ છે. આ દિવસે ભક્તો ભગવાન કૃષ્ણની ભવ્ય ઝાંખીઓ કાઢે છે અને તેમની આરાધના કરે છે. હિન્દુ પંચાગ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે મનાવવાનો ઉલ્લેખ છે, જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર, ઓગસ્ટ-સપ્ટેમ્બર મહીનામાં આવે છે. આ વખતે આ તહેવાર 30 ઓગસ્ટ(સોમવારે) ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો વ્રત કરતી સમયે રાતભર ભગવાનની ભક્તિ કરશે અને ત્યાર બાદ પારણ મુહૂર્ત અનુસાર, ભગવાનને ભોગ લગાવી પોતાનું વ્રત ખોલવાની પરંપરા છે.

હિન્દુ શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજની ઉપાધિ આપવામાં આવી છે, જે અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને વર્ષ ભરના વ્રતોથી પણ વધુ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવામાં જો તમે પણ આ વર્ષે જન્માષ્ટમીનું વ્રત કરવાનું વિચારી રહ્યા છો તો આ સામગ્રીઓને પૂજામાં અવશ્ય સામેલ કરો.

જન્માષ્ટમીના શુભ મુહૂર્ત અને સમય

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી – 30 ઓગસ્ટ(સોમવાર)

નિશીથ પૂજા મુહુર્ત – રાત્રે 23:59:27 વાગ્યાથી રાત્રે 24:44:18 વાગ્યા સુધી

સમય – 44 મિનિટ

જન્માષ્ટમી પારણ મુહુર્ત – 31 ઓગસ્ટ સવારે 05:57:47 વાગ્યા બાદ

પૂજા સામગ્રીની યાદી:

બાલગોપાલ માટે ઝૂલો

બાલગોપાલ માટે તાંબાની મૂર્તિ

બંસરી

બાલગોપાલના વસ્ત્ર

શ્રૃંગાર માટે ઘરેણા

બાલગોપાલના ઝૂલા સજાવવા માટે ફૂલ

તુલસીના પાન

ચંદન

કંકુ

અક્ષત

મિશ્રી

માખણ

ગંગાજળ

અગરબત્તી

કપૂર

કેસર

સિંદૂર

સોપારી

નાગરવેલના પાન

ફૂલનો હાર

કમળના ફૂલ

તુલસી માળા

આખા ધાણા

લાલ કપડું

કેળાના પાન

મધ

ખાંડ

શુદ્ધ ઘી

દહીં

દૂધ

જન્માષ્ટમીની પૂજા વિધિ

જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડા ધારણ કરો. ત્યાર બાદ પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખી વ્રતનો સંકલ્પ કરો. માતા દેવકી અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર પારણામાં સ્થાપિત કરો. પૂજામાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા સહિત તમામ દેવતાઓનું માન જપો. રાત્રે 12 વાગ્યા સુધી શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવો. પંચામૃતથી અભિષેક કરીને ભગવાનને નવા વસ્ત્ર અર્પિત કરો અને લડ્ડુ ગોપાલને ઝૂલો ઝુલાવો. પંચામૃતમાં તુલસી નાખીને માખણ-મિશ્રી અને ધાણાની પંજરીનો ભોગ લગાવો. ત્યારે બાદ આરતી કરીને પ્રસાદ ભક્તોમાં વહેંચો.
Published by:Kaushal Pancholi
First published: