Home /News /dharm-bhakti /

શ્રીકૃષ્ણને 56 ભોગ કેમ લગાવાય છે? રહસ્ય જાણી તમને પણ થશે અચરજ

શ્રીકૃષ્ણને 56 ભોગ કેમ લગાવાય છે? રહસ્ય જાણી તમને પણ થશે અચરજ

શ્રીકૃષ્ણને ધરાવવામાં આવતા 56 ભોગની રસપ્રદ કથા

ભગવાન શ્રીકૃષ્ણને 56 પ્રકારના વ્યંજન પરોસવામાં આવે છે, જેને 56 ભોગ કહેવામાં આવે છે. બાલગોપાલને લગાવવામાં આવતા આ ભોગનો પણ એક મહિમા છે.

    ભગવાન શ્રીકૃષ્ણને 56 પ્રકારના વ્યંજન પરોસવામાં આવે છે, જેને 56 ભોગ કહેવામાં આવે છે. બાલગોપાલને લગાવવામાં આવતા આ ભોગનો પણ એક મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરવામાં આવતા 56 ભોગના સંબંધમાં કેટલીક રસપ્રદ કથા છે.

    આ કથા અનુસાર, માતા યશોદા બાલકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. એક વખત જ્યારે ઈન્દ્રના પ્રકોપથી વ્રજને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધો હતો, ત્યારે સળંગ 7 દિવસ સુધી ભગવાને અન્ન-જળ ગ્રહણ નહોતુ કર્યું.



    8મા દિવસે જ્યારે ભગવાને જોયું કે, હવે ઈન્દ્રની વર્ષા બંધ થઈ ગઈ છે, ત્યારે તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વતમાંથી બહાર નીકળી જવાનું કહ્યું, ત્યારે દિવસમાં 8 વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ 7 દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુખ થયું હતું.

    ત્યારે ભગવાન પ્રત્યે પોતાની અનન્ય શ્રદ્ધાભક્તિ દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ 7 દિવસ અને આઠ પહરના હિસાબથી 7X8=56 વ્યંજનોનું ભોગ બાલગોપાલને લગાવ્યું હતું.

    56 સખીઓ છે 56 ભોગ
    એક અન્ય માન્યતા અનુસાર, એવું કહેવામાં આવે છે કે, ગૌલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાજી સાથે એક દિવ્ય કમળ પર બિરાજે છે. આ કમળની 3 પરત હોય છે. જેમાં પ્રથમ પરતમાં 8, બીજા પરતમાં 16 અને ત્રીજા પરતમાં 32 પંખુડીઓ હોય છે. તેની દરેક પંખુડીઓ પર એક પ્રમુખ સખી અને મધ્યમાં ભગવાન બિરાજે છે, આ રીતે કુલ પંખુડીઓની સંખ્યા 56 હોય છે. અહીં 56 સંખ્યાનો એજ અર્થ છે. એટલે કે, 56 ભોગથી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સખીઓ સાથે તૃપ્ત થાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dharm Bhakti, God Krishna, Janmashtami 2019, Krishna 56 Bhog, Sri krishna 56 dishes secret

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन