ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જન્માષ્ટમીમા રહેશે બંધ, જાણો વિગતો

વિરપુર

તહેવારોમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 • Share this:
  વીરપુર: રાજ્યમાં કોરોનાના આંકડામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી બાજુ કોરોનાની ત્રીજી લહેરની આશંકા પણ વર્તાઇ રહી છે. ત્યારે જન્માષ્ટમીના (Janmasthmi) તહેવારને પણ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 30 ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. શ્રાવણ મહિનામાં પણ મંદિરોમાં કોરોના પ્રોટોકોલનું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર  (Virpur Jalaram Mandir) જલારામ મંદિર 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે, તહેવારોમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ મંદિર બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. 30 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે.

  આ પણ વાંચો - Somnath Live Darshan: શ્રાવણનાં ત્રીજા સોમવારે ઘરે બેઠા જ કરો સોમનાથ દાદાના શૃંગાર દર્શન

  ક્યારે છે જન્માષ્ટમી?

  મહત્વનું છે કે, કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે, જે દર વર્ષે ભાદ્રપદ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. પરંતુ મુથુરા-વૃંદાવનમાં આ તહેવારની એક અલગ જ ધૂમ હોય છે.

  આ પણ વાંચો- હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ, ગ્રાહકો-વેપારીઓને શું થશે ફાયદો, નુકસાન

  ખાસ કરીને મંદિરો અને ઘરોમાં લોકો બાલ ગોપાલના જન્મોત્સવનું આયોજન કરે છે. બાલ ગોપાલ માટે પાલકી શણગારવામાં આવી છે. આ દિવસે નિઃસંતાન દંપતીઓ ખાસ કરીને જન્માષ્ટમીનું વ્રત રાખે છે. તેઓ બાલ ગોપાલ કૃષ્ણ જેવા સંતાનની કામના સાથે આ વ્રત રાખે છે.
  Published by:Kaushal Pancholi
  First published: