જલારામ જયંતિ: બાપાની પ્રસાદીની લાકડી વિશે જાણો છો? આ ગામમાં આજે પણ પુરે છે દિવ્ય પરચા

News18 Gujarati
Updated: November 2, 2019, 7:26 PM IST
જલારામ જયંતિ: બાપાની પ્રસાદીની લાકડી વિશે જાણો છો? આ ગામમાં આજે પણ પુરે છે દિવ્ય પરચા
જલારામ બાપાની પ્રસાદીની લાકડી

જ્યારે અહીં લોકો લાકડીના દર્શન અર્થે પધારે છે તો આજ દિન સુધી બાપાની કૃપાથી દૂધની પ્રસાદી કદી ખૂટી નથી.

  • Share this:
નિરવ મહેતા, અમદાવાદ: પૂજ્ય શ્રી જલારામ બાપાએ પોતાના જીવનકાળમાં કરેલા અમૃતમયી કાર્યોને કારણે આજે અસંખ્ય લોકાના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સંતશિરોમણી એવા જલારામ બાપાનો મહિમા જ અપરંપાર છે. ત્યારે આજે આપને જણાવીએ આપણા ગુજરાતના એ દિવ્ય સ્થાનકના દર્શન કે જ્યાં આજે પણ મળી રહ્યા છે જલારામ બાપાની કૃપાના દિવ્ય પરચા.

ખજૂરી પીપળીયા ગામની ગલીઓ સાક્ષી છે જલારામ બાપાના ચરણરજની. આ ઘરા સાક્ષી છે જલારામ બાપાના સત્સંગ અને તેમના પરચાની. આ જ ઘરમાં આજે પણ જલારામ બાપાની સ્મૃતિ સચવાઈ છે.

સામાન્યરીતે આપણે જે પણ વસ્તુને પૂજા તુલ્ય ગણીયે છીએ તેને આપણે મંદિરમાં સ્થાન આપીએ છીએ. પરંતુ, કહેવાય છે કે, જલારામ બાપાએ જ્યારે રામજીભાઈને પ્રસાદિ સ્વરૂપે લાકડી આપી હતીં ત્યારે તે લાકડીને રસોડામાં મુકવાની ટકોર કરી હતી. અને આથીજ તો જીવનભર સાદુ જીવન જિવનાર પ્રભુ ભક્ત જલારામ બાપાની આ લાકડીના દર્શન આપને કોઈ ભવ્યપ્રતિમાં કે પછી કોઈ મંદિરમાં નહીં. પરંતુ, એક ભિતચિત્રની સાથે થશે.

અહીં આજે રામજીબાપાની પાંચમી પેઢી કરી રહે છે, અને પ્રસાદિની લાકડીનું જતન કરે છે. આ ઘરના રસોડામાં આવેલા મંદિરમાં. દેવી દેવતાઓની મૂર્તિ કરતા આ લાકડીની પૂજાનું સવિશેષ છે માહાત્મ્ય છે. આખરે કેમ નહી, આ લાકડી કોઈ સામાન્ય લાકડી નહીં. પણ જલારામ બાપાની પ્રસાદીની લાકડી છે. આ લાકડી સાથે જોડાયેલી છે રોચક કથા.

આ લાકડી સાથે જોડાયેલી આ ગાથ ઘણી જ અનોખી છે, અને તેથીયે રોચક છે. તેના પર ઘી ચોપડવાની એક પરંપરા. આમતો આ દિવ્ય લાકડીના દર્શનાર્થે અહીં રોજ બરોજ ઘણા લોકો આવે છે અને દર્શન કરી ધન્યતાની અનૂભુતિ કરે છે. અહીં દર્શનાર્થે આવવાવાળા લોકોને આપવામાં આવે છે દૂધની પ્રસાદિ. કહેવાય છે કે, જ્યારે અહીં લોકો લાકડીના દર્શન અર્થે પધારે છે તો આજ દિન સુધી બાપાની કૃપાથી દૂધની પ્રસાદી કદી ખૂટી નથી.

જે પણ ભક્ત, જલિયાણ જોગીના દર્શને આવે છે તો તેણે કદિપણ ખાલી હાત નથી જવું પડતું. લાકડીતો નિમિત માત્ર છે બાપાની કૃપાથી અહીં તમામની મનોકામના અચૂક પરિપૂર્ણ થાય છે.રામજીબાપાની પાંચમી પેઢીના મહિલાના જણાવ્યા પ્રમાણે આ લાકડી ચમત્કારી છે, તમે વેતથી તેને માપો તો દર વખતે માપ અલગ અલગ આવે છે. હાલ તો આવો લ્હાવો કોઈને નથી આપવામાં આવતો. બસ દર સોમવારે અહીં ઘીની માનતા સાથે અનેક ભક્તો આવે છે. અને એવે વખતે તેઓ આ કૃપા પ્રસાદ રૂપે લાકડીનો સ્પર્શ કરી કરે છે ધન્યતાની અનૂભુતિ.

આજે પણ રામજીબાપાના આ ઘરના તમામ સભ્યો જલારામ બાપાની પ્રસાદીની લાકડીનું જતન કરી રહ્યા છે. જલારામ બાપામાં આસ્થા રાખનારા ગ્રામજ્નો પણ વારે તહેવાર એકઠા થઈને આ લાકડીની મહત્તાને અને તેના પરચાને યાદ કરે છે. અનેરો છે જલારામ બાપાની આ લાકડીનો મહિમા. અને એ મહિમાને કારણે જ તો, ખજુરી પીપળયાનું નામ આજે વધું ગૌરવભેર લેવાય છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading