કુમકુમ મંદિર દ્રારા જળઝીલણી - પાર્શ્વર્વતીની એકાદશીની ઉજવણી કરવામાં આવી

News18 Gujarati
Updated: September 9, 2019, 7:30 PM IST
કુમકુમ મંદિર દ્રારા જળઝીલણી - પાર્શ્વર્વતીની એકાદશીની ઉજવણી કરવામાં આવી
શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ

૯૮ વર્ષીય મહંત સ્વામીએ પણ ન કોરડો ઉપવાસ કર્યો અને જે કોઈ સંતો- ભકતોએ ઉપવાસ કર્યો હોય તેના ઉપર ભગવાન રાજી થાય તે માટે પ્રાર્થના કરી.

  • Share this:
સોમવાર તા. ૯ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ - એકાદશી જેને જળઝીલણી એકાદશી હોવાથી છે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં વચનામૃત અને બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું અને ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી મુકતજીવન ગુરુકુળના વિદ્યાર્થીઓએ સમૂહ પ્રાર્થના કરી ઔચ્છવ કર્યો હતો.

આ પ્રસંગે ભગવાનની પ્રસન્નતા માટે સંતો - ભકતો અને શ્રી મુકતજીવન ગુરુકુળના વિદ્યાર્થીઓ આ દિવસે નકોરડો ઉપવાસ કર્યો હતો. એટલું જ નહીં ૯૮ વર્ષીય મહંત સ્વામીએ પણ ન કોરડો ઉપવાસ કર્યો અને જે કોઈ સંતો- ભકતોએ ઉપવાસ કર્યો હોય તેના ઉપર ભગવાન રાજી થાય તે માટે પ્રાર્થના કરી.

શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ભાદરવા સુદ – એકાદશી જળઝીલણી - પાર્શ્વર્વતીની એકાદશી અંગે જણાવ્યું હતું કે, દેવશયની એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ભાદરવા સુદ - એકાદશી એ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાનને નૌકાવિહાર કરાવામાં આવે છે. જળમાં ઝીલાવામાં આવે છે તેથી તેને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. કારતક વદ એકાદશીએ ભગવાન જાગૃત થાય છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે.

પંચરાત્રની અનંતસંહિતાના દસમાં અધ્યાયમાં આ દિવસોમાં થતાં તોયોત્સવનું વિધાન લખ્યું છે કે, આ દિવસોમાં ભગવાનને ૧૦૦૧ કળશથી નવા જળનો અભિષેક કરવામાં આવે છે.સ્નાન કરાવી નવાં વસ્ત્રો – અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસારવા,તથા સંતો - વિદ્વાનોને પણ નાવમાં બેસારવા અને સ્તુતિ - કીર્તન - ભજન ગાવવાં.

આ દિવસે શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે યુમનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જાવા મળે છે.
First published: September 9, 2019, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading