Home /News /dharm-bhakti /Banaskantha: છેલ્લા 37 વર્ષથી ભક્તોને આ સેવા કેમ્પ કરાવે છે તાજગીનો અનુભવ; આહીની ચા પીતાજ ભક્તો થઈ જાય છે રીચાર્જ

Banaskantha: છેલ્લા 37 વર્ષથી ભક્તોને આ સેવા કેમ્પ કરાવે છે તાજગીનો અનુભવ; આહીની ચા પીતાજ ભક્તો થઈ જાય છે રીચાર્જ

આ ચા પદયાત્રીકો માટે ટોનિક સમાન.

લાંબા અંતરથી પગપાળા ચાલીને આવતા ભક્તો ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે.સેવા કેમ્પમાં ભક્તોને રહેવાની મેડિકલ ફેસિલિટિ, મસાજ, જમવાની અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    Nilesh Rana, Banaskantha:  બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા મહામેળામાં દૂર દૂરથી લોકો પગપાળા રથ લઈ ધજાઓ સાથે પોતાની બાધાઓ પૂરી કરવા માઈ ભક્તો આવે છે.ત્યારે લાંબા અંતરથી પગપાળા ચાલીને આવતા ભક્તો ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે. સેવા કેમ્પમાં ભક્તોને રહેવાની મેડિકલ ફેસિલિટિ, મસાજ, જમવાની અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવાના ભાગરૂપે વાત કરી એ તો અંબાજી આવતા પહેલા સૌથી કઠીન રસ્તો એટલે ત્રિશુળીઓ ઘાટ આવે છે જ્યા ભક્તોને ભારે મુશ્કેલીઓ સહેન કરવા પડે છે.પરંતું માં ની શ્રદ્ધાથી ભક્તો તે કઠીન માર્ગ પણ પૂરો કરી નાખે છે અને માંના દર્શન કરવા દરબારમાં પહોંચી જાય છે.

    આદ્યશક્તિ મા અંબેની આરાધાના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આ માઇભક્તોની સેવા અને સુશ્રુષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માઇભક્તોની સેવા કરે છે ત્યારે એક એવો સેવા કેમ્પ આવેલો છે.આ કેમ્પ આઈ ટી આઈ ના કર્મચારીઓ દ્વારાછેલ્લા 37 વર્ષથી ચા નો કેમ્પ કરે છે.આ કેમ્પની ચા પદયાત્રિકો માટે ટોનિક સમાન છે.એક ચાની ચુસ્કીથી થાકેલા યદયાત્રીઓ નવી તાજગી સાથે રિચાર્જ થઈ જાય છે.

    છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ની ચા નો કેમ્પ માઇભક્તોની સેવામાં સેવારત

    અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરો રસ્તોહોય તો તે ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષેાથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.

    આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ અંબાજીના મહામેળામાં ભક્તોનું કિડિયારૂ ઉભરાયું; 20 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

    ૨૨ વર્ષથી આ કેમ્પની ચા પીવું છું ટેસ્ટ એ જ છેઃ પદયાત્રી જયેશભાઇ મોદી

    આ સેવાકેમ્પની ચા નો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી જયેશભાઇ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૨૨ વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી અહીં આઇ.ટી.આઇ.ના સેવા કેમ્પની ચા પીવું છું. ૨૨ વર્ષથી ચા નો એ જ ટેસ્ટ છે જરાય બદલાયો નથી આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે. ચા પીધા પછી મારા શરીરમાં તાકાત આવે છે અને ફટ કરતો થાક ઉતરી જાય છે એટલે આ ચા પદયાત્રિકો માટે ટોનીક સમાન પુરવાર થઇ રહી છે. આ ચા યાત્રિકોને જાણે રિચાર્જ કરવાનું કામ કરે છે.

    જય અંબે આઇ.ટી.આઇ.સેવા કેમ્પના આયોજક જે. ડી. પટેલે જણાવ્યું કે છેલ્લા ૩૭ વર્ષથી અમે આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્રો મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ અત્યારે ૩૮ મું વર્ષ ચાલી રહ્યું છે અને ૭૫ મી પૂનમ છે. અમે વર્ષમાં બે વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ambaji Temple Online Darshan, Banaskanatha, Hindu Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन