Muharram 2021: આજથી થયો મોહરમ મહિનાનો પ્રારંભ, જાણો આ મહિનાનું શું છે મહત્ત્વ

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Muharram 2021: રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે, જાણો કારણ

  • Share this:
Muharram 2021: ઈસ્લામિક કેલેન્ડર (Islamic Calendar) અથવા હિજરી કેલેન્ડર (Hijri Calendar)ના પહેલા મહિના મોહરમ (Muharram 2021)થી નવું વર્ષ શરૂ થાય છે. રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. હિજરી કેલેન્ડરમાં 354 અથવા 355 દિવસ છે. એટલે કે તેમાં ગ્રેગેરિયન કેલેન્ડર કરતાં લગભગ 11 દિવસ ઓછા છે. આ વખતે અંગ્રેજી કેલેન્ડર મુજબ મોહરમનો મહિનો 10 ઓગસ્ટથી શરૂ થશે. જેના 10મા દિવસે આશૂરા હોય છે. તે દિવસે મોહરમ મનાવાય છે.

ચાલુ વર્ષે 19 ઓગસ્ટના રોજ મોહરમ મનાવાશે. મોહરમમાં કર્બલા (Karbala is A City In Central Iraq)ના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. મુસ્લિમો મોહરમની 9 અને 10મી તારીખે રોજા રાખી ઈબાદત કરે છે.

આ દિવસે મસ્જિદોમાં હઝરત ઇમામ હુસૈનની શહાદત પર તકરીર થાય છે. શિયા અને સુન્ની બંને મુસ્લિમ સમુદાયના લોકો આ પર્વને પોતાની રીતે મનાવે છે. મોહરમ કોઈ તહેવાર કે આનંદનો મહિનો નહીં પણ માતમ અને દુઃખનો મહિનો છે. લગભગ 1400 વર્ષ પહેલા આ મહિનામાં અસત્ય અને અન્યાય સામે ન્યાયની લડત લડવામાં આવી હતી. તે યુદ્ધ અને તેમાં શહીદ થયેલાને આ પવિત્ર મહિનામાં યાદ કરવામાં આવે છે. અંતિમ પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે.

આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટનો આદેશ- ઉમેદવારની જાહેરાતના 48 કલાકની અંદર આપવી પડશે ક્રિમિનલ કેસોની જાણકારી

આ કારણે મોહરમ કહેવાય છે

આ મહિનામાં તાજીયા અને જૂલુસ કાઢવાની પરંપરા છે. મોહરમનો મતલબ હરામ એટલે કે પ્રતિબંધિત થાય છે. આ મહિનામાં યુદ્ધ કરવું હરામ માનવામાં આવે છે.જેથી તેનું નામ મોહરમ રખાયું છે. આ તકે શહીદીનો ઉલ્લેખ કરાય છે અને તકરીર કરવામાં આવે છે. આ પ્રકારે મુસ્લિમો શહીદીની ઘટના યાદ કરે છે અને ઈબાદત કરે છે. મોહરમમાં ખીચડો બનાવવાની પરંપરા છે. આ સાથે જ શરબત, હલવો અને ફળ જેવી વસ્તુઓ ગરીબોને આપવામાં આવે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: