ઇસ્કોન મંદિરમાં ફૂલોથી હોળી અને ગૌરપૂર્ણિમા ઉત્સવ યોજાશે

આ તહેવારનો કાર્યક્રમ સવારે 04:30 વાગ્યે મંગળા આરતીથી થશે, ત્યારબાદ ભક્તો ૦૭:૧૫ સુધી હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ કરશે

News18 Gujarati
Updated: March 19, 2019, 7:33 AM IST
ઇસ્કોન મંદિરમાં ફૂલોથી હોળી અને ગૌરપૂર્ણિમા ઉત્સવ યોજાશે
આ તહેવારનો કાર્યક્રમ સવારે 04:30 વાગ્યે મંગળા આરતીથી થશે, ત્યારબાદ ભક્તો ૦૭:૧૫ સુધી હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ કરશે
News18 Gujarati
Updated: March 19, 2019, 7:33 AM IST
ઇસ્કોન મંદિરમાં આ વર્ષે પ્રથમવાર હોળીના તહેવાર માં સવારના ૧૦ વાગ્યા થી રાત્રી ના ૦૭ વાગ્યા સુધી બધા દર્શનાર્થીઓ ભગવાન સાથે ફૂલો ની હોળી રમી શકશે.  ૧૦૦૦ થી પણ વધારે ફૂલો ની હોળી ભગવાન સાથે રમવામાં આવશે.

તા. ૨૧/૦૩/૨૦૧૯ ના રોજ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ (ભગવાન શ્રી કૃષ્ણના અવતાર) નો અવિર્ભાવ  દિવસ અને હોળી બન્ને તહેવાર ઇસ્કોન મંદિર માં ઉજવામાં આવશે. આશરે ૫૩૦ વર્ષ પહેલાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ  ,પશ્ચિમ બંગાળના માયાપુર નગર માં અવતરીત થયા હતા, તેમનો મુખ્ય ઉદ્ધેશ્ય હતો કે કળિયુગ માં ભગવાન ના નામ નો પ્રચાર કરવો. તેમને સામાન્ય જનતા ને સમજાયું કે કેવી રીતના ભગવાન ના નામ નો સંકીર્તન કરવા થી, આ ઘોર કળિયુગ માં સાશ્વત સુખ અને શાંતિ મળે છે.સમગ્ર વિશ્વમાં ઇસ્કોન મંદિર આ ઉત્સવને ખુબ આનંદ સાથે ઉજવે છે. આ તહેવારનો કાર્યક્રમ સવારે 04:30 વાગ્યે મંગળા આરતીથી થશે, ત્યારબાદ ભક્તો ૦૭:૧૫ સુધી હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ કરશે,  શ્રુંગાર આરતી થશે (ભગવાન ને નવા વસ્ત્ર નો શ્રુંગાર કરવામાં આવશે), અને તે પછી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ની લીલાઓનું વર્ણન થશે. સવારના ૦૯ વાગ્યા થી રાત્રી ૦૯ વાગ્યા સુધી અખંડ હરિનામ ધૂન થશે, અને ૦૫:૩૦ વાગ્યે અભિષેક સમારોહ શરૂ થશે, ભગવાનને  વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગાવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક થશે. પછી પુષ્પો દ્વારા  અભિષેક થશે,તે પછી ભગવાનને  ચપ્પન ભોગ ધરાવવામાં  આવશે અને ત્યાર બાદ સંધ્યા આરતી થશે .

ઇસ્કોન મંદિર ના ઉપ-પ્રમુખ શ્રી વિષ્ણુનામ દાસજી એ જણાવ્યું કે, "આ વર્ષે બધા દર્શનાર્થીઓ માટે ભગવાન સાથે હોળી મનાવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેટલા પણ દર્શનાર્થી દર્શન કરવા આવશે તે ભગવાન ની સાથે પણ ફૂલો ની હોળી રમી શકશે. સાથે સાથે સાંજ ના ૦૬:૦૦ વાગ્યે ભગવાન ના વિશેષ અભિષેક ના દર્શન નો પણ લાભ લઇ શકશે. દરેક દર્શનાર્થીઓ માટે સાંજે પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે. "

 
First published: March 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...