શું ચંદ્રગ્રહણના કારણે આવ્યો ભૂકંપ? જાણો ચંદ્રગ્રહણ-ભૂકંપનું કનેક્શન

જ્યોતિષો અનુસાર, ચંદ્રગ્રહણની સીધો સંબંધ કુદરતી આફતો સાથે પણ હોય છે...

જ્યોતિષો અનુસાર, ચંદ્રગ્રહણની સીધો સંબંધ કુદરતી આફતો સાથે પણ હોય છે...

  • Share this:
ચંદ્રગ્રહણ લાગે તેના થોડા કલાક પહેલા જ દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના ઝટકા લાગ્યા. આ સિવાય પાકિસ્તાન અને કઝાકિસ્તાનમાં પણ ભૂકંપની અસર જોવા મળી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે. તમને કબર હશે કે, આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ છે. કેટલાક જ્યોતિષો અનુસાર, ચંદ્રગ્રહણની સીધો સંબંધ કુદરતી આફતો સાથે પણ હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. આજનું જે પૂર્ણ ચંદ્રગ્રહણ છે તે, લગભગ 150 વર્ષ બાદ આવ્યું છે. આ ગ્રહણને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટનામાં ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક આવી જશે. જ્યોતિષોના મતે, ચંદ્રગ્રહણનો સીધો સંબંધ કુદરતી આફતો સાથે માનવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર, ભૂકંપ ટેક્ટોનિક પ્લેટો એકબીજી સાથે ટકરાય તેના કારણે ભૂકંપ આવે છે તથા ભૂકંપના કારણે જ સુનામીનો જન્મ થતો હોય છે. અને જ્યોતિષનો મતે ટેક્ટોનિક પ્લેટો ગ્રહોના પ્રભાવવશ ખસતી હોય છે. ભૂકંપની તીવ્રતા પ્લેટો પર પડતા ગ્રહોના પ્રભાવ પર નિર્ભર કરે છે.

આ વખતે ખગાસ ચંદ્રગ્રહણ છે. માન્યતા છે કે, સૂર્યગ્રહણ જન-માણસોને તથા ચંદ્રગ્રહણ પાણી અથવા સમુદ્રને પ્રભાવિત કરે છે. એવું માનવામાં આવે છે કે, ગ્રહણ આવે એ કુદરતી આફત આવશે તેના પર ઈસારો કરે છે, જેમાં પૂર, તોફાન, ભૂકંપ, મહામારી જેવી આફતોથી પૃથ્વીને નુકશાન પહોંચાડી શકે છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ એજ શ્રુંખલામાં આવે છે. જોકે, કેટલાક લોકો આને માત્ર અંધવિશ્વાસ માને છે અને તેના પર વિશ્વાસ નથી કરતી.

ક્યારે અને કેવી રીતે તાય છે ચંદ્રગ્રહણ?
ચંદ્રગ્રહણ તેને કહે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીના બિલકુલ પાછળ આવી જાય છે. આવું ત્યારે જ બને છે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ક્રમમાં લગભગ સીધી રેખામાં અવસ્થિત થાય. આ ભૌમિતિક પ્રતિબંધના કારણે, ચંદ્ર ગ્રહણ માત્ર પૂર્ણિમાવી રાત્રે થઇ શકે છે.

જ્યોતિષની ભાષામાં જ્યારે સૂર્ય અને ચંદ્ર, રાહુ-કેતુથી પીડિત થાય છે, ત્યારે-ત્યારે ગ્રહણની ઘટના બને છે. સૂર્ય અને ચંદ્રનો સીધો પ્રભાવ પૃથ્વી પર છે અને તેના કિરણોથી સંપૂર્ણ રીતે સામાન્ય જનજીવન પ્રભાવિત થાય છે.
Published by:kiran mehta
First published: