સ્પેશ્યલ ટ્રેનથી કરો 'રામાયણની યાત્રા', જોવા મળશે આ બધા જ સ્થળ

News18 Gujarati
Updated: July 10, 2018, 4:44 PM IST
સ્પેશ્યલ ટ્રેનથી કરો 'રામાયણની યાત્રા', જોવા મળશે આ બધા જ સ્થળ
News18 Gujarati
Updated: July 10, 2018, 4:44 PM IST
જો તમે રામાયણ સાથે જોડાયેલ ધાર્મિક સ્થળોના હજુ સુધી દર્શન કર્યા નહોય તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)ની એક વિશેષ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આ યોજના ટૂંક સમયમાં જ શરૂ થઈ રહી છે. સમાચાર અનુસાર ટ્રેનનું નામ શ્રી રામાયણ એક્સપ્રેસ હશે જે 14 નવેમ્બરે દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થશે.

16 દિવસની હશે યાત્રા
16 દિવસની યાત્રા દરમિયાન ટ્રેનનું પ્રથમ સ્ટેશન અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર હશે. અહીથી રવાના થયા પછી વિશેષ પર્યટન ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ શ્રિંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હંપી અને રામેશ્વર અથવા તેમના નજીકના સ્ટેશનો પર રોકાશે.જાણો શું છે ભાડૂં
ટ્રેનમાં 800 સીટ હશે. દેશની અંદર જ યાત્રા ખત્મ કરનાર યાત્રીકોને 15,120 રૂપિયા પ્રતિ વ્યક્તિએ પૈસા ચૂકવવા પડશે. શ્રીલંકામાં રૂચિ રાખનાર યાત્રીને ચેન્નાઈથી ફ્લાઈટ પકડવી પડશે. તે માટે આઈઆરસીટીસી અલગથી ચાર્જ કરશે. આ પાંચ દિવસ અને છ રાતવાળા તે ટૂર પેકેજથી અલગ છે, જે હેઠળ કૈંડી, નુવારા, એલિયા, નેગોંબો વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. તે માટે પ્રતિ વ્યક્તિને 47,600 રૂપિયા ચૂકાવવા પડશે.

મળશે આ સુવિધાઓ
Loading...

આઈઆરસીટીસીના એક અધિકારીએ કહ્યું કે, આમાં ઓન-બોર્ડ ટ્રેન ભોજન હશે. યાત્રાના સ્થળો પર ધર્મશાળાઓમાં નાઈટ સ્ટે અને ન્હાવા-ધોવાની સુવિધા આપવામાં આવશે. આઈઆરસીટીસી ટૂર મેનેજર યાત્રીઓ સાથે આવશ્યક સહાયતા માટે યાત્રા પણ કરશે.
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...