Home /News /dharm-bhakti /IPL Auction 2022: સિક્સર કિંગ પોલાર્ડ કરતાં પણ મોંઘો વેચાયો હેટમાયર, રાજસ્થાન કરી ખરીદી

IPL Auction 2022: સિક્સર કિંગ પોલાર્ડ કરતાં પણ મોંઘો વેચાયો હેટમાયર, રાજસ્થાન કરી ખરીદી

Shimron Hytmyerને રાજસ્થાન રોયલ્સ કિરન પોલાર્ડને મુંબઈએ ખરીદ્યો તેના કરતા વધારે કિંમતે ખરીદ્યો

IPL Auction 2022: આઈપીએલ 2022ના ઓક્શનમાં વેસ્ટ ઈન્ડિઝના આ યુવા બેટ્સમેનને આ બાબતનો ઘણો ફાયદો પણ મળ્યો છે. શિમરોનની બેસ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા હતી, પણ રાજસ્થાન રોયલ્સે તેમને 5 ગણા કરતા પણ વધુ કિંમત એટલે કે રૂ. 8.50 કરોડમાં ખરીદ્યો હતો.

વધુ જુઓ ...
IPL Auction 2022: શિમરોન હેટમાયર (Shimron Hetmyer)ને T20માં એક આક્રમક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. આઈપીએલ 2022ના ઓક્શનમાં વેસ્ટ ઈન્ડિઝના આ યુવા બેટ્સમેનને આ બાબતનો ઘણો ફાયદો પણ મળ્યો છે. શિમરોનની બેસ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા હતી, પણ રાજસ્થાન રોયલ્સે તેમને 5 ગણા કરતા પણ વધુ કિંમત એટલે કે રૂ. 8.50 કરોડમાં ખરીદ્યો હતો. જણાવી દઈએ કે આઈપીએલની ગત સિઝનમાં શિમરોન હેટમાયરને દિલ્હીની ટીમ દ્વારા 7.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

તે ટી20 દિગ્ગજ કાયરન પોલાર્ડ (Kieron Pollard) કરતા પણ મોંઘો ખેલાડી રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કાયરન પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સે રૂ. 6 કરોડમાં રિટેઈન કર્યો હતો. એ વાતમાં બે મત નથી કે આઈપીએલમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ પહેલા સુનીલ નરેન અને ડ્વેન બ્રાવો જેવા ખેલાડીઓ પણ અહીં શાનદાર પ્રદર્શન કરી ચુક્યા છે.

આ પણ વાંચો : IPL Auction 2022 Live: આઈપીએલની હરાજી, ગુજરાતે લોકી ફર્ગ્યુસનને 10 કરોડમાં ખરીદ્યો

25 વર્ષીય શિમરોન હેટમાયરે T20 ની 111 ઇનિંગ્સમાં 25ની એવરેજથી 2339 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 13 અડધી સદીઓ પણ ફટકારી છે. જણાવી દઈએ કે તેની સ્ટ્રાઇક રેટ 131 છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો ટીમના કેપ્ટન સંજુ સેમસન છે. ટીમે ટી20 લીગની પ્રથમ સિઝનનું ટાઇટલ કબ્જે કર્યું હતું. જો કે આ પછી ટીમ લાંબા સમયથી બીજા ટાઈટલની રાહ જોઈ રહી છે.

ઓક્શનમાં ભાગ લેશે 15 દેશના ખેલાડીઓ

T20 લીગની હાલાની સિઝનની વાત કરીએ તો કુલ 600 ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેવાના છે, જેમાં 15 દેશોના ખેલાડીઓ સામેલ છે. પ્રથમ દિવસે 161 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. T20 લીગની હાલની સિઝનમાં 10 ટીમો મેદાનમાં ઉતરી રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત મેદાન પર આવવાની તક મળી છે.

આ પણ વાંચો : IPL Auction: ઈશાન કિશન 15.25, હસરંગા 10.75, પૂરણ 10.75, હર્ષલ 10.75 કરોડમાં વેચાયા, આઈપીએલ હરાજીના મોંઘેરા ખેલાડીઓ

IPLની આ વર્ષની સિઝન માર્ચના અંતમાં શરૂ થવાની શક્યતા છે. આ વખતે લીગનું આયોજન દેશમાં જ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મેચ રમાઈ શકે છે. તાજેતરમાં જ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વિશે વાત પણ કરી હતી. અમદાવાદમાં નોકઆઉટ મેચ રમાઈ શકે છે.
First published:

Tags: IPL 2022, IPL 2022 Mega Auction, આઇપીએલ ઓક્શન