કાળી ચૌદશ : યમરાજ વિશેની આ વાત કદાચ ભાગ્યે જ કોઈને ખબર હશે

News18 Gujarati
Updated: October 26, 2019, 7:13 AM IST
કાળી ચૌદશ : યમરાજ વિશેની આ વાત કદાચ ભાગ્યે જ કોઈને ખબર હશે
પ્રતિકાત્મક તસવીર

પ્રશ્ન એ થાય કે જો યમરાજ સ્વંયં મૃત્યુના દેવતા છે, તો પછી તેમની મૃત્યુ કઈ રીતે શકે.

  • Share this:
નિરવ મહેતા, અમદાવાદ: યમરાજ, જેનું નામ સાંભળતાજ સહજ પણે મનુષ્યમાં એક અજાણ્યો ભય પેદા થઈ જાય છે, જેમને આપણા પુરાણોમાં મૃત્યુના દેવ કહેવાયા છે. પણ આપણા શાસ્ત્રોમાં તેમના મૃત્યુને લઈને પણ એક રોચક કથા જોવા મળે છે, ત્યારે આવો આપને પણ જણાવીએ યમરાજના મૃત્યુ સાથે સંકળાયેલી રોચક કથા.

યમરાજને ભારત વર્ષમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે. યમરાજની આરાધના પણ અલગ અલગ નામોથી કરવામાં આવે છે. જેમકે યમ, ધર્મરાજ, મૃત્યુ, અતંક, વૈવસ્તવ અને કાલ. તો પ્રશ્ન એ થાય કે જો યમરાજ સ્વંયં મૃત્યુના દેવતા છે, તો પછી તેમની મૃત્યુ કઈ રીતે શકે.

આ વાત ભલે માનવામાં ના આવે, પણ વેદ અને પુરાણોમાં આ વાતને લઈ જોવા મળે છે એક રોચક કથા. આ કથા છે મહાદેવના પરમ ઉપાસક એવા શ્વેત મુનિની. કથા અનુસાર જ્યારે શ્વેત મુનિની મૃત્યુનો સમય નજીક આવ્યો, તો તેમણે ગોદાવરી નદીના કાઠે, મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરવાનું શરુ કરી દિધું. આ બાજુ મૃત્યુના દેવતા યમરાજે, મુનિના પ્રાણ હરવા માટે તેમના ગણોને આજ્ઞા કરી.

જ્યારે યમરાજના ગણ મુનિના આશ્રમે પહોચ્યા, તો ત્યાં તેમણે ભૈરવદાદાને આશ્રમની બહાર પહેરો દેતા જોયા. આમ છતાં, ધર્મ અને દાયિત્વમાં બંધાયેલા હોવાના કારણે, યમરાજના ગણે મુનિના પ્રાણ લેવાની કોશિષ તો કરી, પણ તરત જ ભૈરવદાદાએ પ્રહાર કર્યો અને યમરાજના ગણને મૂર્છિત કરી નાખ્યો.

યમરાજને જ્યારે આ વાતની જાણ થઈ, તો તે ખૂબજ ક્રોધીત થયા, અને તેમણે સ્વયં પ્રથ્વી લોક પર આવી ભૈરવનાથને મૃત્યુપાશમાં બાંધી લીધા. ન માત્ર અટલું પણ તેમણે ક્રોધમાં ને ક્રોધમાં શ્વેત મુનિને પણ મૃત્યુપાશમાં બાંધ્યા, અને તે સમયે જ શ્વેતમુનિએ પોતાના ઈશ્ટદેવ મહાદેવને યાદ કર્યા. પોતાના પરમ ભક્તની આવી દશા જોઈ મહાદેવે તરત પોતાના પુત્ર કારતિકેયને મોકલ્યા.

કાર્તિકેયના ત્યાં પહોંચતા જ કારતિકેય અને યમરાજ વચ્ચે ભયંકર યુધ્ધ થયું. કાર્તતિકેયના પ્રહાર સામે યમરાજ વધારે ટકી ન શકયા અને, માત્ર એક જ વારમાં તેઓ ચિત્ત થઈ ગયા, અને તેમનું મૃત્યુ થયું. ભગવાન સુર્યને જ્યારે યમરાજના મૃત્યુ વિશે જાણ થઈ, તો તેઓ વિચલીત થઈ ગયા. ત્યારબાદ તેઓને ધ્યાન વિદ્યાથી જાણ થઈ, કે યમરાજે ભગવાન શિવની મરજી વિરુધ્ધ શ્વેતમુનિના પ્રાણ લેવાની કોશિષ કરી હતી, અને આથી જ તેઓએ ભગવાન મહેશ્વરના કોપને સહન કરવો પડ્યો.સૂર્યદેવ પોતાના પુત્ર દ્વારા ઉભી થયેલી, આ સમસ્યાના સમાધાન માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિશ્ણુએ તેમને ભગવાન શિવની ઉપાસના કરવા કહ્યું. સૂર્યદેવે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી, જેના ફળ સ્વરૂપે ભોલાનાથ પ્રસન્ન થઈ ગયા, અને તેમણે આદિત્યનારાયણને એક વરદાન માંગવાનું કહ્યું. જેથી યૂર્ય દેવે મહાદેવને વિનંતી કરી કે હે શિવજી, યમરાજના મૃત્યુબાદ પૃથ્વી લોક પર ભારે અસમતુલન ફેલાયેલું છે. એટલે પૃથ્વિ પર સમતુલન બનાવવા માટે યમરાજને જીવીત કરવાની કૃપા કરો.

યમુના નદીને પુરાણોમાં યમરાજની બહેન ગણવામાં આવી છે અને આથી જ, ભગવાન શિવે નંદી પાસેથી યમુના જળ મંગાવીને યમરાજના પાર્થિવ દેહ પર છાંટયું. જેનાથી યમરાજ પૂનઃજીવીત થઈ ઉઠ્યા.
First published: October 25, 2019, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading