કોરોનાને હરાવવા રામ ભક્ત હનુમાને લીધું ડૉક્ટરનું રૂપ! શ્રદ્ધાળુઓએ કરી આવી પ્રાર્થના

શ્રદ્ધાળુઓનું કહેવું છે કે હનુમાનજી ધરતી પરના ભગવાન ડૉક્ટરના રૂપમાં જોવા મળી રહ્યા છે, કોરોનાથી મુક્તિ માટે કરી પ્રાર્થના

શ્રદ્ધાળુઓનું કહેવું છે કે હનુમાનજી ધરતી પરના ભગવાન ડૉક્ટરના રૂપમાં જોવા મળી રહ્યા છે, કોરોનાથી મુક્તિ માટે કરી પ્રાર્થના

  • Share this:
    વિકાસસિંહ ચૌહાણ, ઈન્દોર. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં હનુમાનજીનો અનોખો શ્રૃંગાર આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. ભગવાન હનુમાન (Hanuman Idol)નો શ્રૃગાંર ભગવા વસ્ત્રોને બદલે સફેદ વસ્રોથી કરવામાં આવ્યો છે. પ્રભુને આ દરમિયાન ધરતીના ભગવાન ડૉક્ટરની વેશભૂષ ધારણ કરાવવામાં આવી અને કોરોનાની આપત્તિમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, ઇન્દોરના રાજવાડા સ્થિત સુભાષ ચોક પર પ્રાચીન રામ ભક્ત હનુમાન અનાદિ કાળ તપેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર પર સમગ્ર શહેરવાસીઓની આસ્થા છે. લોકો જણાવે છે કે અહીં માંગેલી તમામ ઈચ્છા પૂરી થઈ જાય છે. સમગ્ર દેશ હાલના સમયમાં કોવિડ-19 વાયરસ સામે દિવસ-રાત લડી રહ્યો છે. અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં નિરાશા અને ડરનો માહોલ છે. આ મહામારીમાં લોકો ઈશ્વરને પણ પ્રાર્થનાઓ કરી રહ્યા છે. આ મંગળ કામના સાથે હનુમાનજીને ડૉક્ટરના રૂપનો શ્રૃંગાર કરવામાં આવ્યો.

    આ પણ વાંચો, કોવિડ-19 મહામારીથી બચવા માટે બનાવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસનો મહાયજ્ઞ થશે

    આસ્થાથી ખુલશે વિશ્વાસની જીતનો માર્ગ

    મંદિરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું કહેવું છે કે હનુમાનજી બિલકુલ ધરતીના ભગવાન ડૉક્ટરના રૂપમાં જોવા મળી રહ્યા છે. હાલના સમયમાં ડૉક્ટરોને પણ માનવજાતે ધરતીના ભગવાન માની લીધા છે. જો હાલના સમયમાં ડૉક્ટરોને ઈશ્વરના પર્યાયવાચી માની લેવામાં આવે તો તે અતિશયોક્તિ નહીં હોય.

    આ પણ વાંચો, Tauktae Cyclone: ‘14 લાઇફ રાફ્ટસ પંચર હતા, કેપ્ટને ચેતવણીને અવગણી’, P305ના ચીફ એન્જિનિયરની આપવીતી

    ‘મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી.’ આ મંગળ કામના સાથે હનુમાનજીનો શ્રૃંગાર કરવામાં આવ્યો, તેમની આરતી ઉતારવામાં આવી. કોરોના મહામારીના કહેરમાંથી માનવજાતે મુક્તિ મળે તેની પ્રાર્થના કરવામાં આવી.
    Published by:Mrunal Bhojak
    First published: