Home /News /dharm-bhakti /Marriage Rituals: માતા શા માટે નથી જોતી દીકરાના લગ્નના ફેરા? ભારતના આ રાજ્યોમાં આજે પણ પ્રચલિત છે પરંપરા
Marriage Rituals: માતા શા માટે નથી જોતી દીકરાના લગ્નના ફેરા? ભારતના આ રાજ્યોમાં આજે પણ પ્રચલિત છે પરંપરા
અહીં માતા નથી જોતી દીકરાના ફેરા!
Indian Wedding Rituals: હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવતા લગ્નોમાં ઘણી બધી વિધિઓ છે. ઘણી જગ્યાએ એવી પરંપરા છે કે છોકરાઓના લગ્નમાં માતાઓ ફેરા નથી જોતી. આ રિવાજ ઘણી જગ્યાએ લાંબા સમયથી ચાલી આવે છે. આ પાછળ શું કારણ છે? ચાલો જાણીએ.
ધર્મ ડેસ્ક: આ સમયે લગ્નની સીઝન ચાલી રહી છે. તમામ લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. લગ્નમાં ઘણા પ્રકારના રીતિ રિવાજ પણ અપનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માંગલિક કાર્યો કરવાને લઇ ઘણા રીતિ રિવાજ છે. વિવાહ દરમિયાન કરવા વાળા રીતિ રિવાજો સૌથી પવિત્ર માનવામાં આવે છે. વિવાહ દરમિયાન ઘણા બધા રીતિ રિવાજો કરવામાં આવે છે, જેવા કે કન્યાદાન, સાત ફેરા, મંગળસૂત્ર પહેરાવવો અને ગૃહ પ્રવેશ. આ રીત રિવાજો પુરા થતા વિવાહ સંપન્ન માનવામાં આવે છે. વિવાહને હિન્દુ ધર્મમાં બે વ્યક્તિ નહિ બે પરિવારનો મેળાપ માનવામાં આવે છે, પરંતુ તમે જોયું હશે કે દીકરાના લગ્નમાં માતા સામેલ થતી નથી. મતલબ પોતાના પુત્રના લગ્નમાં માતા એમના ફેરા જોતી નથી, એની પાછળનું કારણ શું છે? આઓ જાણીએ દિલ્હીના જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પંડ્યા પાસે.
મુઘલ યુગની પરંપરા
માન્યતાઓ અનુસાર, પહેલાના સમયમાં, માતાઓ તેમના પુત્રોના લગ્નમાં જતી હતી, પરંતુ ભારતમાં મુઘલોના આગમન પછી, માતા તેના પુત્રના લગ્નમાં નથી જતી. મુઘલ શાસન દરમિયાન મહિલાઓ લગ્નના વરઘોડામાં જતી હતી, તો ઘણી વખત પાછળથી લૂંટ અને ચોરીનો શિકાર બની જતી હતી . આને ધ્યાનમાં રાખીને અને ઘરની સંભાળ રાખવા માટે, મહિલાઓ ઘરે રહેવા લાગી. આ કારણે લગ્નના દિવસે, બધી સ્ત્રીઓ છોકરાના ઘરે એકઠી થાય છે અને મનોરંજન માટે ગીતો ગાય છે.
લગ્ન પછી જ્યારે કન્યા તેના સાસરે પહોંચે છે, ત્યારે તેના ગૃહ પ્રવેશની વિધિ કરવામાં આવે છે. આ દરમિયાન કન્યાની પૂજા કરવામાં આવે છે અને દરવાજા પર કળશમાં ચોખા રાખવામાં આવે છે. કન્યા આ કળશને તેના સીધા પગથી ધક્કો મારીને ઘરમાં પ્રવેશે છે. આ પછી કન્યાના હાથ પર હળદર લગાવવામાં આવે છે. આ વિધિને ગૃહપ્રવેશ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, માતા આ વિધિની તૈયારી કરવા માટે પણ પુત્રના લગ્નમાં નથી જતી.
ભારતમાં આ પરંપરા ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હજુ પણ જોવા મળે છે. આ સ્થળોએ માતાઓ પુત્રના લગ્નમાં નથી જતી. જો કે સમયની સાથે લોકોની વિચારસરણી બદલાવા લાગી છે. આજકાલ માતાઓ તેમના પુત્રોના લગ્નમાં જાય છે અને તેનો સંપૂર્ણ આનંદ લે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર