Home /News /dharm-bhakti /

India vs South Africa: સાઉથ આફ્રિકા સામે કરેલી આટલી ભૂલોના કારણે ભારત હાર્યુ, 7 મોટી ભૂલ

India vs South Africa: સાઉથ આફ્રિકા સામે કરેલી આટલી ભૂલોના કારણે ભારત હાર્યુ, 7 મોટી ભૂલ

IND vs SA : સાઉથ આફ્રિકા સામે ભારત પોતાના કિલ્લા જેવા ગણાતા જ્હોનિસબર્ગના મેદાનમાં કેમ હારી ગયુ આ સાત કારણો છે જવાબદાર

IND vs SA Second Test : પોસ્ટ મેચ 'પોસ્ટમોર્ટમ' કોહલીની (Virat Kohli)ની ગેરહાજરીથી લઈને કે.એલ. રાહુલની કેપ્ટનશીપ (KL Rahul) સુધી અને રિષભ પંતની ભૂલ (Rishabh pant)થી લઈને નબળી બેટિંગ સુધીના આ પ્રમુખ સાત કારણો છે ભારતની હાર માટે જવાબદાર

વધુ જુઓ ...
  IND vs SA Second Test Result : જોહાનિસબર્ગના વાન્ડરર્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારત (India vs South Africa test)ને સાત વિકેટે હરાવ્યું હતું. 240 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે થોડી વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચ અગાઉ ભારતે જોહાનિસબર્ગ ખાતે પાંચ ટેસ્ટ રમી હતી, જેમાં બેમાં વિજય મેળવ્યો હતો અને ત્રણ ડ્રો રહી હતી. ત્યારે વાન્ડરર્સ ખાતેની મેચમાં હાર પાછળના કારણોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મેચમાં ભારતની હાર પાછળ ઘણા કારણો જવાબદાર છે. જે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

  કોહલીની ગેરહાજરી

  ભારતની ટીમમાં વિરાટ કોહલીની શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ખોટ તો હતી, સાથે લીડર તરીકે પણ તેનાથી વંચિત હતા. લાંબા સમયગાળાથી કોહલી 30 અને 40નો સ્કોર કરી રહ્યો છે અને કેપ્ટન તરીકે તે ભારેખમ પરિસ્થિતિઓમાં વાતાવરણ હળવું રાખે છે. આવું 2018માં વાન્ડરર્સ ખાતે સાઉથ આફ્રિકા સામે ભારતની જીત દરમિયાન અને તાજેતરમાં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે જોવા મળ્યું હતું.

  દક્ષિણ આફ્રિકા વિજય તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ખેલાડીઓ આત્મવિશ્વાસ ગુમાવવા લાગ્યા હતા. કોઈએ ડીન એલ્ગરને મક્કમતાથી ડરાવવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતની પીછેહઠ થઈ હતી.

  પંત ભૂલોમાંથી શીખ્યો નથી

  આ મેચમાં પંત અપેક્ષા પર ખરો ઉતર્યો નથી. દક્ષિણ આફ્રિકા વિજયના ટાર્ગેટ અંગે મક્કમ હતી. 300ની આસપાસની લીડ ભારત માટે મુશ્કેલ હતી તેવું તેનું ગણિત હતું. ત્યારે આવા ઓછા સ્કોરની રમતમાં 60 રન ઘણા મહત્વના ગણાય. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ બાદ પંત ક્રિઝ પર આવી ગયો હતો. તેને સારા શોટ્સ રમાવાનો પ્રયાસ કર્યો, પરંતુ કગિસો રબાડાએ તેને બાઉન્સરથી નરમ પાડ્યો હતો અને તરત જ તેને ટ્રેક પરથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પંત આઉટ થયો હતો.

  આ પણ વાંચો - IND vs SA: શું વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ODI સીરિઝમાંથી થઇ જશે બહાર?

  વિકેટકિપર બેટ્સમેન પંત પાસે સારો ડિફેન્સ અને આક્રમક બેટિંગનો સંગમ છે. તે સામેની ટીમ પાસેથી જીત આંચકી લેવા સક્ષમ છે. તેણે ગયા વર્ષે ગબ્બા ખાતે ઓસ્ટ્રેલિયા સામે આવું કર્યું હતું. પરંતુ તાજેતરની રમત પરથી જણાયું કે પંત તેની ભૂલોમાંથી શીખી રહ્યો નથી.

  મિડલ ઓર્ડરમાં છીંડા

  પ્રથમ ઈનિંગના મિડલ ઓર્ડરે ભારતને આ મેચના ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પુજારા, રહાણે અને હનુમા વિહારીએ મળીને માત્ર 23 રન જ નોંધાવ્યા હતા. ભારતીય ટીમ એક તબક્કે 49/1થી 91/4 સુધી નબળી પડી હતી. પ્રથમ ટેસ્ટમાં પણ ભારતનો મિડલ ઓર્ડર કઈ ખાસ ઉકળવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ રાહુલની સદી અને મયંક અગ્રવાલની અડધી સદીએ જીત અપાવી હતી. વાન્ડરર્સ ખાતેની મેચમાં ભારતની ઓપનિંગ ભાગીદારી વધુ રન બનાવી શકી ન હતી અને પ્રથમ રવિચંદ્રન અશ્વિનની ઈનિંગ અને ત્યારબાદ પુજારા અને રહાણેની લડત સિવાય વળતો જવાબ આપ્યો નહીં.

  કેચ છૂટવા

  કેચ પકડવા બાબતે થયેલી ભૂલો પણ ભારે પડી છે. પંતે મુકેલ કેચ નિર્ણાયક સાબિત થયો હતો. શાર્દુલ ઠાકુર પણ તેમ્બા બાવુમાની કેચ એન્ડ બોલ્ડ તકને ઝડપી લેવામાં નિષ્ફળ રહ્યો હતો. બાવુમા સારું રમતો આવ્યો છે. તે જોતાં તેને આઉટ કરવાની તક ચૂકવી તે મોંઘી પડી છે.

  ઉલ્લેખનીય છે કે, ભારતે ગત સિઝનમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 30થી વધુ કેચ છોડ્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પણ કેટલાક કેચ ચુકી જવાયા હતા. ત્યારે વાન્ડરર્સ ખાતે ત્રીજા દિવસે લેગ સ્લિપમાં અશ્વિનની બોલિંગમાં રાસી વાન ડેર ડસેનનો કેચ ચુક્યો હતો.

  પીચ પર રોલિંગનો લાભ

  પીચ પર બાઉન્સ અને તિરાડો જોવા મળી હતી. સાઉથ આફ્રિકાએ ત્રીજા અને ચોથા દિવસે બેક-ટુ-બેક હેવી રોલિંગનો ઉપયોગ કરવાનો ફાયદો માણ્યો હતો. ભારે રોલરનો ઉપયોગ કરવાથી પીચમાં સાઉથ આફ્રિકાને ફાયદો થયો હતો.

  સીરાજની ઈજા

  પ્રથમ દિવસે ઈજાના કારણે મોહમ્મદ સિરાજ આ ટેસ્ટમાં લગભગ બિનઅસરકારક નીવડ્યો હતો. સીરાજ બીજા દિવસે બોલિંગ કરવા પાછો આવ્યો હતો, પરંતુ તે 130 કિ.મી.ની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં માત્ર 9.5 ઓવર અને બીજી ઈનિંગમાં માત્ર 6 ઓવર ફેંકી હતી. જો તે ઇજાગ્રસ્ત ન હોત તો એલ્ગર માટે મુશ્કેલી ઉભી થાત અને કદાચ મોટો સ્કોર કરી શક્યો ન હોત.

  રાહુલની કેપ્ટનશીપ

  પીઠની ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થવાનો કોહલીનો નિર્ણય રમત શરૂ થવાના થોડા કલાકો પહેલા જ આવ્યો હતો. જેથી ભારતની ટીમનું સુકાન સંભાળવા માટે રાહુલને પૂરતો તૈયારીનો સમય મળ્યો ન હતો. જોકે પ્રથમ ઈનિંગમાં તેની અડધી સદી પરથી જણાય છે કે બેટ્સમેન તરીકે રાહુલ પર વધારાની જવાબદારીનો વધુ પડતો બોજો પડ્યો નથી.

  આ પણ વાંચો - 83 Movie: સચિને તેંડુલકરે નિહાળી 83 ફિલ્મ, પોતાના આડકતરા 'રોલ' વિશે કરી રમૂજ

  પરંતુ દબાણમાં અને ખાસ કરીને બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાના રન ચેઝ દરમિયાન તેની કેપ્ટન્સીમાં ઘણું ખૂટતું હતું. વરસાદના કારણે ચોથા દિવસની રમતની શરૂઆત મોડી રહી હતી અને આખરે જ્યારે વાદળછાયા વાતાવરણમાં રમત ફરી શરૂ થઈ ત્યારે રાહુલે એકમાત્ર સ્વિંગ બોલર શાર્દુલનો અપફ્રન્ટ ઉપયોગ કર્યો નહીં.

  શાર્દુલે પ્રથમ ઈનિંગમાં સાત વિકેટે લીધી હતી. બીજી ઇનિંગમાં નવ ઓવરની રમત બાદ આખરે જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે સાઉથ આફ્રિકા પહેલેથી પકડ બનાવી ચૂક્યું હતું. અશ્વિનને માત્ર બે ઓવર મળી હતી. તે પીચ પર સારો દેખાવ કરવા લાગ્યો ત્યાંજ તેને દૂર કરાયો હતો. આ નિર્ણય પણ ભારત માટે સારો ન હતો.
  First published:

  Tags: Cricket News in Gujarati, IND Vs SA

  આગામી સમાચાર