Home /News /dharm-bhakti /

Satyanarayan Katha: શા માટે કરવામાં આવે છે સત્યનારાયણ ભગવાનની કથા? જાણો મહત્વ

Satyanarayan Katha: શા માટે કરવામાં આવે છે સત્યનારાયણ ભગવાનની કથા? જાણો મહત્વ

સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે.

Satyanarayan Katha Nu Mahatva: એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સત્યનારાયણ કથા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન સત્યનારાયણની કથામાંથી સમાજના તમામ વર્ગોને સત્યનું શિક્ષણ મળે છે.

  Satyanarayan Katha Mahatva: સત્ નારાયણ ભગવાન (Satyanarayan)ની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ (Skand Puran)ના વિવાહ ખંડમાં કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ કથા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે આ કથા અનેક રીતે તેની ઉપયોગીતા સાબિત કરે છે. ભગવાન સત્ય નારાયણની કથામાંથી સમાજના તમામ વર્ગોને સત્યનું શિક્ષણ મળે છે. સમગ્ર ભારત (India)માં એવા અસંખ્ય લોકો છે જેઓ આ કથા પૂર્ણ ભક્તિ સાથે કરે છે. કથાના નિયમોનું પાલન કરે છે અને ઉપવાસ કરે છે. ગુરુવારે (Thursday) સત્ય નારાયણ ભગવાનની વ્રત કથા કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સત્ય નારાયણની કથા ભગવાન વિષ્ણુના સત્ય સ્વરૂપની કથા છે.

  પંચાંગ અનુસાર ભગવાન દર પૂર્ણિમાએ સત્ય નારાયણની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

  આ પણ વાંચો: ક્યારે શરૂ થઈ રહ્યો છે પવિત્ર રમઝાન માસ ? જાણો સેહરી અને ઈફ્તારનો સમય

  એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી જીવનના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ કથાના બે મુખ્ય વિષયો છે, જેમાંથી એક છે સંકલ્પને ભૂલી જવો અને બીજો છે ભગવાન સત્યનારાયણના પ્રસાદનું અપમાન. સત્યનારાયણ વ્રત કથામાં જુદા-જુદા અધ્યાયમાં નાની-નાની વાર્તાઓ દ્વારા સત્યનું પાલન ન કરો તો કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે જણાવવામાં આવ્યું છે.

  સત્ય નારાયણ કથાનું મહત્વ

  સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે. તેનો અર્થ એવો પણ થાય છે કે જગતમાં હરિનારાયણ જ એકમાત્ર સત્ય છે, બાકી માયા છે. સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે. સત્યના સહારે જ ભગવાન શિવ પૃથ્વીને ધારણ કરે છે. સમાજના કોઈપણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને નિષ્ઠાપૂર્વક આ વ્રત કથા સાંભળે તો તેને તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે છે.

  આ પણ વાંચો: અત્યંત સાફ દિલના હોય છે આ 3 રાશિના લોકો, કોઈથી પણ દુશ્મની નથી રાખતા!

  સત્ય નારાયણ કથા

  પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિવ સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે નારદ ત્યાં આવ્યા. નારદને જોઈને ભગવાન વિષ્ણુએ તેમને પૂછ્યું- હે મહર્ષિ, તમારા આવવાનો હેતુ શું છે? ત્યારે નારદજીએ શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે પ્રભુ, તમે જ પાલનહાર છો, તમે સર્વજ્ઞાતા છો, મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો, જેનાથી પૃથ્વીવાસીઓનું કલ્યાણ થઈ શકે. તેમની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું- હે દેવર્ષિ! જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માગે છે અને મરણોત્તર સ્વર્ગમાં જવા માંગે છે તેણે સત્ય નારાયણ પૂજા અવશ્ય કરવી જોઈએ.

  ભગવાન વિષ્ણુએ દેવ ઋષિ નારદને સત્ય નારાયણ કથા વિશે સંપૂર્ણ માહિતી આપી. ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલા વૃતાંતનું વર્ણન મુનિ વેદ વ્યાસ દ્વારા સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુખદેવ મુનિ દ્વારા ઋષિઓને આ વ્રત વિશે જણાવવામાં આવ્યું અને સત્યનારાયણ કથાનું વ્રત કરનારા તમામ લોકો જેમ કે વૃદ્ધ લાકડા કાપનાર, શ્રીમંત શેઠ, ગોવાળ અને લીલાવતી-કલાવતી સત્ય નારાયણ કથાનો ભાગ બન્યા.

  મંત્ર

  ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની સાથે સાથે 108 વાર “ઓમ શ્રી સત્ય નારાયણાય નમઃ” નો જાપ કરો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharma bhakti, Lord Vishnu, Religion News, ધર્મભક્તિ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन