મંદિરમાં શા માટે કરવામાં આવે છે પરિક્રમા? જાણો તેના નિયમ અને ફાયદા
મંદિરમાં શા માટે કરવામાં આવે છે પરિક્રમા? જાણો તેના નિયમ અને ફાયદા
હિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
હિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમા (Parikrama)નું અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મંદિરમાં પરિક્રમા હોય કે પછી ભગવાનની સામે એક સ્થાન પર કરવામાં આવેલી પરિક્રમા હોય, તેનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ સાથે એક કથા જોયેલી છે.
હિંદુ ધાર્મિક સ્થળો (Religious Places)એ પૂજા અને ભગવાનના દર્શન કર્યા બાદ મંદિરમાં આવેલા ભક્તો ભગવાનની ચારેય બાજુ પરિક્રમા કરીને તેમના આશીર્વાદ ગ્રહણ કરે છે. હિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમા (Parikrama)નું અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મંદિરમાં પરિક્રમા હોય કે પછી ભગવાનની સામે એક સ્થાન પર કરવામાં આવેલી પરિક્રમા હોય, તેનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આજે અમે તમને જણાવીએ કે આખરે શા માટે ભગવાનની પરિક્રમા કરવામાં આવે છે.
સકારાત્મક ઊર્જાનો પ્રસાર
હિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનની પરિક્રમા કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે અને જ્યારે ભક્ત પોતાના ઘરે જાય છે તો ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે ભગવાનની પરિક્રમા કરવું લાભદાયી હોય છે.
ગણેશ અને કાર્તિકેયએ લગાવી પરિક્રમા
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાના બંને પુત્રો ગણેશ અને કાર્તિકેયને આખી સૃષ્ટિનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવનારાને વિજેતા જાહેર કરવાની એક સ્પર્ધા રાખી. ભગવાન ગણેશે ચતુરાઈ દાખવી. તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીની ચારે બાજુ ત્રણ વાર ફરીને પરિક્રમા કરી લીધી એ આ સ્પર્ધા જીતી લીધી. તેમની જ તર્જ પર આખી સૃષ્ટિ ભગવાનને જ માતા-પિતા માનીને તેમની પરિક્રમા કરે છે.
પરિક્રમા કરવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. એવું કહેવાય છે કે જ્યાં રોજ પૂજા કરવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જ્યારે આ ઉર્જા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મબળ મજબૂત બને છે અને તેને શાંતિનો અનુભવ થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી સમાચાર 18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર