આજે અગિયારસ કરી હોય તો જાણી લો 'નિર્જળા એકાદશી'નું આ ખાસ મહત્વ

News18 Gujarati
Updated: June 2, 2020, 12:23 PM IST
આજે અગિયારસ કરી હોય તો જાણી લો 'નિર્જળા એકાદશી'નું આ ખાસ મહત્વ
આજની એકાદશી કરવાથી તમને આખા વર્ષની એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

આજની એકાદશી કરવાથી તમને આખા વર્ષની એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

  • Share this:
આજે જેઠ શુક્લ એકાદશી એટલે નિર્જળા એકાદશી છે. આજની એકાદશી કરવાથી તમને આખા વર્ષની એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીને પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે.

એકાદશીમાં પાણી પીવાની મનાઈ છે

નિર્જળા એકાદશીનાં વ્રતમાં ખૂબ જ નિયમથી રહેવું પડે છે. તેના નામ પરથી જ ખબર પડે છે, નિર્જળા એટલે કે પાણી વગર કરવામાં આવતી એકાદશી. આ એકાદશીમાં પાણી પીવાની મનાઈ છે. આ વ્રતના પૌરાણિક નિયમ અનુસાર સૂર્યોદયથી લઈને આગલા દિવસ સુધીના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવાનો હોય છે. તમે આજે માત્ર કેરી ખાઇ શકો છો.

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનાં વ્રતનું ખાસ મહત્ત્વ

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનાં વ્રતનું ખાસ મહત્ત્વ દર્શાવ્યું છે. જેમા જણાવ્યું છે કે, જો તમે 24 એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરીને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. નિર્જળા એકાદશી વ્રતના દિવસે દાન, પુણ્ય અને ગંગા સ્નાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે, જે ભક્ત સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે, તેમને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેમની બધી મનોકામના પૂરી થાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીની કથા સાંભળવાથી અને વાંચવાથી હજાર ગાયોનાં દાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો - વાસ્તુ ટિપ્સ : ઘરમાં ઉત્તર દિશામાં આ રંગ લગાવવાથી વેપાર-ધંધા અને નોકરીમાં મળશે સફળતાભીમા એકાદશી કેમ કહેવાય છે

આ એકાદશીના મહત્વ અંગે એક કથા પણ પ્રચલિત છે. પાંચ પાંડવમાંથી ભીમ એકાદશી વ્રતનાં સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો હતો કે, એક દિવસ તો શું હું એક સમય પણ ભોજન વગર રહી નથી શકતો. તો હું વર્ષની 24 એકાદશીનું પુણ્ય કઇ રીતે મેળવી શકું છું. ત્યારે વેદ વ્યાસજીએ તેમને આ એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું.

આ પણ જુઓ - 

 
First published: June 2, 2020, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading