ગુરૂવારે કામિકા એકાદશી, આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

News18 Gujarati
Updated: July 14, 2020, 9:05 PM IST
ગુરૂવારે કામિકા એકાદશી, આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
કુમકુમ મંદિર

આ એકાદશી કરવાથી સર્વ પિતૃ કર્મ અનુસારનું ગમે તે દશાને પામ્યા હોય તેનો પણ મોક્ષ થાય છે અને ભગવત ધામને પામે છે.

  • Share this:
તારીખ 16 જુલાઈને ગુરુવારે કામિકા એકાદશી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે તેની ઉજવણી કરવામાં આવશે. સંતો ભક્તો દ્વારા નકોરડો ઉપવાસ કરવામાં આવશે. દિવસ દરમિયાન મહંત શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી વચનામૃત અને બાપાશ્રીની વાતોનું પઠન કરશે

બુધવારે રાત્રે 9 વાગે ઓનલાઈન સત્સંગ સભા યોજાશે. જેમાં કામિકા એકાદશીનું મહત્વ વર્ણન કરવામાં આવશે અને દેશ-વિદેશના ભકતોને એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ તે માટે અપીલ કરવામાં આવશે.

કામિકા એકાદશીનું માહત્મ્ય

આ કામિકા એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે, આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એકાદશી કરવાથી અને ભવના બંધનમાંથી મુક્તિ થાય છે, પરમ પદની પ્રાપ્તિ થાય છે.

આ એકાદશી કરવાથી સર્વ પિતૃ કર્મ અનુસારનું ગમે તે દશા ને પામ્યા હોય તેનો પણ મોક્ષ થાય છે અને ભગવત ધામને પામે છે. આ એકાદશી કરનારને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથમાં અને શિક્ષાપત્રી ગ્રંથમાં આજ્ઞા કરી છે કે, જ્યારે એકાદશી હોય ત્યારે સૌ કોઈએ એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ.
Published by: kiran mehta
First published: July 14, 2020, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading