Astrology and Jobs: જ્યોતિષશાસ્ત્ર મુજબ નોકરી (Job Astrology)ની તકો માટે તમારી કુંડળીમાં દસમું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. તે સારી નોકરી (Job) મેળવવા સાથે ભવિષ્યની વ્યવસાયિક તકોનો અંદાજ પણ છે. આજના સમયમાં ઘણી બધી નોકરીઓ ઉપલબ્ધ છે. જેથી કેરિયર એસ્ટ્રોલોજી (Career astrology) ઝડપથી આકર્ષણ જમાવી રહી છે. તીવ્ર સ્પર્ધા, ફુગાવો, આર્થિક વધઘટ અને અન્ય મુદ્દાઓને કારણે, યોગ્ય નોકરી કે વ્યવસાય શોધવો પડકારજનક હોય શકે છે. ત્યારે જાણીતા જ્યોતિષીએ કારકિર્દી ઘડવામાં જ્યોતિષશાસ્ત્રની મદદ અંગે જાણકારી આપી છે.
- જ્યોતિષીય આગાહીઓ નોકરી અથવા યોગ્ય કારકિર્દી ઘડવામાં કેવી રીતે મદદ કરે છે?
જ્યોતિષશાસ્ત્રમાં કોમ્બિનેશન અને જન્માક્ષર પેટર્ન નોકરીઓ અને કારકિર્દી વિશે આગાહી કરી શકે છે. અહીં તેની માહિતી અપાઈ છે.
ગુરુનું ગોચર: વ્યાવસાયિક ક્ષેત્રમાં ફળદાયી સમય અંગે આ સૌથી સારો સંકેત છે. પ્રમોશન મળી શકે અને નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરવા માટે પણ યોગ્ય સમય છે. તમને તમારા આઈડિયા ખરીદવા ઇચ્છતા લોકો મળશે.
શનિનું પરિવહન: તમારી મહેનતનું સારું વળતર મળશે અને આગળ પ્રમોશન થઈ શકે છે. તમારા એમ્પ્લોયર તમારા પરફોર્મન્સનું સકારાત્મક મૂલ્યાંકન કરશે. કેટલીક તકલીફ તમને તમારી નોકરી બદલવા માટે દબાણ કરે. તમારા વ્યાવસાયિક જીવનને અસર કરતા પરિબળોને નકારી કાઢો.
યુરેનસ ગોચર: નોકરીમાં પરિવર્તન માટે જ્યોતિષશાસ્ત્રમાં આ મહત્ત્વનું પરિબળ છે, તે તમારી કારકિર્દીમાં પરિવર્તનનો માર્ગ મોકળો કરે છે. નવો વ્યવસાય અથવા નવી નોકરી શરૂ કરવા સારો સમય છે. જો કે, કટોકટી કોઈપણ ક્ષણે ત્રાટકી શકે છે. તમારે વધુ સાવચેત રહેવાની જરૂરી છે.
નેપ્ચ્યૂન ગોચર: તમે સમાજમાં ફાળો અને તમારા વ્યાવસાયિક જીવનનો અર્થ આપે એવી કારકિર્દી શરૂ કરી શકો છો. તમે અપ્રમાણિક અને કોમ્યુનિકેશનમાં ગેરસમજોનું કારણ બને તેવા લોકો વચ્ચે રહેશો. આ મુશ્કેલ સંજોગોમાંથી તમારે તમારી અંતઃસ્ફુરણા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો.
પ્લુટોનું ગોચર: તમે મોટે ભાગે લોકોના જીવન સુધારવાના હેતુ વગરની નોકરી છોડી દેશો. આ સમયગાળો ઘણો લાંબો છે અને તમારે કારકિર્દીના નિર્ણયો વિશે ખૂબ સ્પષ્ટ થવાની જરૂર છે. તમે યોગ્ય નોકરીની શોધવામાં ઘણી વાર નોકરીઓ બદલી શકો છો. જો કે, તમારી પાસે રાહ જોવાની અને જવાબદારી સ્વીકારવાની તથા સન્માન પ્રાપ્ત મેળવવાની ઇચ્છાશક્તિ છે.
- કોઈ જાતકને સરકારી નોકરી અથવા ખાનગી નોકરી મળશે કે કેમ તે કેવી રીતે નક્કી કરવું?
સૌથી મહત્વની વાત એ છે કે, નોકરી માટેના જ્યોતિષશાસ્ત્રનો હેતુ ભવિષ્યમાં વ્યક્તિની કારકિર્દી કેવા પ્રકારની હશે તેની આગાહી કરવાનો છે. સરકારી અને ખાનગી ક્ષેત્ર એ બે મુખ્ય ક્ષેત્ર છે. સરકારી નોકરીને સુરક્ષિત ગણવામાં આવે છે, તેમ છતાં IT ઈન્ડસ્ટ્રીના પતનને કારણે લોકોના વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું છે.
જ્યોતિષશાસ્ત્રમાં 10મું સ્થાન અને સૂર્યની સ્થિતિ જોબ ટ્રાન્સફર માટે જવાબદાર છે. જો તમે સરકારી નોકરી કરવા માંગતા હો, તો 10મુ ઘર અને સ્વામી ગ્રહ તેની રાશિમાં હોવા જોઈએ. સૂર્યનું સ્થાન મહત્ત્વનું છે. 10માં ઘર અને સૂર્ય મજબૂત સ્થિતિમાં ન હોય તો ખાનગી નોકરીની સંભાવના રહે છે. પરિણામે સરકારી નોકરી છોડી દેનાર ઘણા લોકો ખાનગી નોકરીઓમાં મોટી સફળતા મેળવે છે અને તેનાથી ઊલટું પણ થાય છે.
- નોકરી મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ભૂમિકા શું છે?
નોકરીની તકોની આગાહી કરવામાં જાતકની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નિર્ણાયક હોય છે. જોકે, આટલું પૂરતું નથી, ઉદાહરણ તરીકે કુંડળીમાં વ્યવસાયની તક હોય અને માહિતીનો ગ્રહ બુધ ખરાબ હોય તે સ્થિતિમાં વ્યવસાયિક વ્યવહાર મુશ્કેલ બનશે.
સૂર્ય અને બુધનું યોગ્ય કોમ્બિનેશન સફળ ઉદ્યોગપતિ પેદા કરે છે. જો કે, શનિ અને મંગળ, તેમજ રાહુ અને કેતુના શક્તિશાળી કોમ્બિનેશનના કારણે જાતક કાર્યમાં સફળ થાય છે. જો શનિ ત્રીજા ઘરમાં હોય તો વ્યક્તિ 35 વર્ષનો ન થાય ત્યાં સુધી બિઝનેસમાં સફળતા પ્રાપ્ત નહીં કરે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર