શું તમે ઘનવાન બનવા માગો છો? તો જરૂર અપનાવો આ ઉપાયો

News18 Gujarati
Updated: May 23, 2018, 4:49 PM IST
શું તમે ઘનવાન બનવા માગો છો? તો જરૂર અપનાવો આ ઉપાયો

  • Share this:
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના શુભ પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે. એટલા માટે જ ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ ક્યારેય ગુરુ કોઈ રાશિને અનુકૂળ નથી પણ હોતો. આવી સ્થિતીમાં તમને જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. આ 5 કામ એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય ગુરુવારે કરવાથી વિશેષ ફળ આપે છે.

અપનાવો આ ઉપાયો


  • ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા.

  • ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.

  • કેળાના ઝાડની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.
  • જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો ભોગ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંચી દેવો.

  • નવા કામની શરૂઆત ગુરુવારે કરવી.

  • ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી.

  • ગુરૂવારે ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી કરવી.

First published: May 23, 2018
વધુ વાંચો
अगली ख़बर