દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. પ્રદોશ વ્રતમાં જો મંગળવારના દિવસ આવે તો તેને ભૌમ પ્રદોષ કહેવાય છે. મંગળ ગ્રહનું જ એક નામ ભૌમ છે. ભૌમ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વ્રત દરેક પ્રકારના દેવામાંથી મુક્તિ આપે છે. ભૌમ પ્રદોષ વ્રત રાખવાથી મંગળ ગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે.
પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે. તેથી તેનુ વાર મુજબ પૂજન કરવાનુ વિધાન શાસ્ત્રમાં બતાવાયુ છે. જો આ તિથિયો સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ કહે છે. મંગળવારે હોય તો તેને ભૌમ પ્રદોષ કહે છે અને શનિવારે હોય તો તેને શનિ પ્રદોષ વ્રત કહે છે. વિશેષ કરીને સોમવાર, મંગળવાર અને શનિવારના પ્રદોષ વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
ભૌમ પ્રદોષ વ્રત ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. તે વ્રત ધર્મ અને મોક્ષથી જોડનાર છે. અર્થ, કામના બંધનમાંથી મુક્ત કરનાર છે. આ વ્રતના પ્રભાવથી તમામ પાપ દૂર થઈ જાય છે. સૂર્યાસ્તથી લઈને રાતની શરૂઆત સુધી મધ્ય દિવસમાં પ્રદોષ કાળમાં લેવામાં આવે છે.
આ વ્રતમાં સાંજે હાનુમાનજી અને ભગવાન શિવની આરાધના કરો. હનુમાન મંદિરમાં હનુમાન ચલિસાના પાઠ કરો. આ વ્રતના પ્રભાવથી રોગોથી મુક્તિ મળે છે. આ વ્રત કરનાર હંમેશાં સુખી રહે છે. આ
શું ભોજન લેવુ જોઇએ
વ્રતમાં આહાર લઇ શકાય નહીં. સમગ્ર દિવસ ઉપવાસ રાખવા ત્યારબાદ સૂર્યાસ્તના એક કલાક પહેલા, સ્નાન કરવુ જોઇએ. ત્યાર બાદ સફેદ કપડાં પહેરીને ભગવાન શિવનું આરાધના કરવામાં આવે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર