Home /News /dharm-bhakti /સાબરકાંઠાનાં આ ગામમાં હોળીનું છે આગવું મહત્વ- પત્થર અને વાંસ ઘસીને પ્રગ્ટાવાય છે હોળીનો દેવતા
સાબરકાંઠાનાં આ ગામમાં હોળીનું છે આગવું મહત્વ- પત્થર અને વાંસ ઘસીને પ્રગ્ટાવાય છે હોળીનો દેવતા
સાબરકાંઠાનાં કડિયાદરાની હોળી છે ઘણી રોચક
સાબરકાંઠાનાં ઇડર નજીક આવેલાં કડિયાદરા ગામમાં હોળીનો ઉત્સવ રંગે ચંગે ઉજવાય છે. અહીં હોળીની ખાસ પરંપરા અનુસરવામાં આવે છે. ગામનાં વડવાઓનાં જણાવ્યાં અનુસાર 500 વર્ષોથી આગવી રીતે હોળી દહન કરવામાં આવે છે.
અહીં હોળીમાં બે પ્રકારની હોળીનું આયોજન કરવામાં આવે છે. જેને ડોસો અને ડોસી બે નામ આપવામાં આવ્યું છે. ડોસો જેમાં લાકડાં ગોઠવી હોળી પ્રગ્ટાવવામાં આવે છે અને ડોસી તરીકે જે હોળી પ્રગ્ટાવવામાં આવે છે તે છાણાથી તૈયાર કરવામાં આવે છે. આ બને હોળી દસ ફૂટનાં અંતરમાં તૈયાર કરવામાં આવે છે. આ છાણાંની જે હોળી હોય છે તે પાછળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ સિઝન ડબલ સિઝન કહેવાય છે જેમાં કફ, શરદી,તાવ રહે છે જો આ સમયમાં છાણાંનો શેક લેવામાં આવે તો તે આ પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે.
હોળી સ્થાપનની છે ઐતિહાસિક પરંપરા- હોળી પ્રગ્ટાવવા માંટે સૌથી પહેલાં ખાડો કરીને ચાર લાકડાં મુકવામાં આવે છે. અને તેની વચ્ચે ખાડામાં પાણી ભરેલો ઘડો મુકવામાં આવે છે. બીજા વર્ષની હોળી સમયે ગત વર્ષનો ઘડો બહાર કાઢવામાં આવે છે. તેમાં જે પ્રમાણે પાણી હોય તે પરથી આવનારા વર્ષનો વરસાદ નક્કી કરવામાં આવે છે. બંને હોળી ડોસો અને ડોસીની વચ્ચે એક મોટો બામ્બુ લગાવવામાં આવે છે. જેની પર ધજા લગાવવામાં આવે છે. હોળી પ્રાગ્ટય સમયે આ ધજા જે દિશામાં ફરકે છે તે પરથી આખુ વર્ષ કેવું રહેશે તે વડાવો જાણે છે.
અકિકનાં પત્થર અને વાંસ ઘસી અગ્નિ પ્રગ્ટાવવામાં આવે છે- ગામની પરંપરા મુજબ આજે પણ હોળી પ્રગ્ટાવવા માટે પત્થર ઘસીને અગ્નિ પેદા કરવામાં આવે છે. આ માટે દિવસાળી કે અન્ય કોઇ સાધનનો ઉપયોગ થતો નથી. બે અકીકનાં પત્થર અને વાંસ ઘસવામાં આવે છે. જેમાંથી અગ્નિ ઉત્પન થાય છે. છાણાંથી પ્રગ્ટાવીને રાખવામાં આવે છે. સવારનાં 10 વાગ્યાથી જ અગ્નિ પાડવા બેસે છે. જે બાદ સાંજે હોળીનાં મૃહુર્ત પ્રમાણે ગામનાં લોકો ઢોલ નગારા સાથે અગ્નિ લઇ આવે છે અને હોળીની પ્રદક્ષિણા કરી હોળી પ્રગ્ટાવે છે.
" isDesktop="true" id="1189973" >
કડિયાદરા ગામની ઢુંઢ પ્રથા- કડિયાદરા ગામમાં લગ્ન બાદની પહેલી હોળી અને બાળકનાં જન્મ બાદની પહેલી હોળીની પ્રદક્ષિણા કરાવવાની પ્રથા છે. તેને ઢુંઢ પ્રથા કહેવામાં આવે છે. જેમાં તેઓ શ્રીફળ લઇને ડોસા અને ડોસીની પ્રદક્ષિણા ફરે છે. આ પાછળ ગામ પંચાયતનાં લોકોનું એક ગણિત છે. જે મૂજબ તેઓ નોંધણી કરે છે કે ગામમાં કેટલી નવી વહુ આવી અને બાળકનો જન્મ થયો જેથી હવે ગામની વસ્તી કેટલી છે તેની નોંધણી કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર