Home /News /dharm-bhakti /Tulsi Plant: તુલસીની આસપાસ આ 5 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે અશુભ
Tulsi Plant: તુલસીની આસપાસ આ 5 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે અશુભ
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
Tulsi Plant: જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે સાથે ખુશાલી પણ બની રહે છે. શાસ્ત્રો અનુસાર તુલસીની આસપાસ કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ.
Tulsi Plant: હિંદુ ધર્મ (Hindu Religion)માં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આ જ કારણ છે કે લોકો તેને પોતાના ઘરમાં લગાવે છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે સાથે ખુશાલી પણ બની રહે છે. શાસ્ત્રો અનુસાર પરિવારના કલ્યાણ માટે તુલસીની આસપાસ કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ.
તુલસીની આસપાસ આ વસ્તુઓ ન રાખો
- જ્યાં તુલસીનો છોડ હોય તેની આસપાસની જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ. જો તુલસી સુકાઈ રહી હોય કે તેનો છોડ મુરઝાઈ રહ્યો હોય તો તે અશુદ્ધતાને કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં દરરોજ તુલસીની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
- તુલસીની આસપાસ એંઠવાડ, પગરખાં, સાવરણી કે કચરો ન હોવો જોઈએ. આ સિવાય અન્ય ફૂલો અને પાંદડાને તુલસી સાથે ન લગાવવા જોઈએ. જે ક્યારામાં તુલસીનો છોડ વાવેલો હોય ત્યાં બીજો છોડ લગાવવો યોગ્ય નથી. દૂધ મિક્સ કરેલું પાણી તુલસીમાં ચઢાવવાથી તુલસી લીલી રહે છે.
- ઘણી વખત લોકો સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે જળ પણ ચઢાવે છે. સાંજે તુલસીને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવતું નથી. આ સિવાય તુલસી પાસે પાણીથી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તુલસીમાં દીવો પ્રગટાવ્યા બાદ ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીની નીચે બુઝાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે.
- ઘરોમાં તુલસીને ચુંદડી ઢાંકીને રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ચુંદડી જૂની થઈ જાય અથવા ફાટી જાય તો તેને એકાદશી અથવા કોઈપણ શુભ મુહૂર્તમાં બદલી નાખવી.
- ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી ખુલ્લા વાળમાં જ તુલસીને પાણી આપે છે. તુલસીને ભગવાન તરફથી કાયમ સુહાગન રહેવાનું વરદાન મળ્યું છે. આવી સ્થિતિમાં સૌભાગ્યમાં વૃદ્ધિ માટે વાળ બાંધીને અને માંગમાં સિંદૂર લગાવીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર