Home /News /dharm-bhakti /

Surya Upasana: શું તમે વારંવાર પડી જાઓ છો બીમાર, તો આ વિધિથી સૂર્યને અર્પિત કરો જળ, થશે લાભ

Surya Upasana: શું તમે વારંવાર પડી જાઓ છો બીમાર, તો આ વિધિથી સૂર્યને અર્પિત કરો જળ, થશે લાભ

પ્રતીકાતામક તસવીર

Sunday Puja: રવિવારના દિવસે સૂર્યને અર્ધ્ય આપવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

Surya Upasana: હિન્દૂ પુરાણો (Hindu Puran)માં સૂર્યનું ખૂબ વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણા ધર્મમાં સૂર્ય માત્ર એક ગ્રહ નથી પણ તેને દેવતાની ઉપાધી આપી તેની પૂજા પણ કરવામાં આવે છે. જે રીતે આપણા હિન્દૂ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત હોય છે તે રીતે રવિવારનો દિવસ સૂર્ય દેવતા (Surya Devta)ને સમર્પિત હોય છે. માન્યતા છે કે, રવિવારના દિવસે સૂર્ય દેવ અન્ય દિવસોની સરખામણીએ વધુ ઉર્જાવાન અને શક્તિશાળી (Energetic and Powerful) હોય છે. રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા અને આરાધના કરવાથી ખૂબ લાભ થાય છે. જો તમારુ સ્વાસ્થ ઠીક ન રહેતું હોય અને તમે અવારનવાર બિમાર પડી જતા હોવ અને સારવાર બાદ પણ તમને સારુ નથી લાગતું તો તમે સૂર્ય દેવની ઉપાસનીથી ચોક્કસ લાભ મેળવી શકશે. આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે સૂર્ય દેવની ઉપાસના કરવી અને કઈ રીતે તેમને જળ અર્પિત કરવું જેથી કરીને તમને લાભ પ્રાપ્ત થાય.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર

જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ મોટાભાગે ખરાબ જ રહેતું હોય, તેને માન સન્માન ન મળતું હોય, નોકરીમાં તેને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે. આ કારણે લોકોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

શું ઉપાય કરવો

જો જાતકની કુંડળીમાં સૂર્ય નબળો છે તો તેણે દર રવિવારે સૂર્ય દેવનું વ્રત રાખવું જોઈએ. જો કોઈ કારણસર વ્રત કે ઉપવાસ કરવામાં આસુવિધા હોય તો દરેક રવિવારે સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. જો તમે વ્રત કે ઉપવાસ કરવા માટે સક્ષમ હોવ તો 30 અથવા 12 રવિવાર સૂર્ય દેવના ઉપવાસ કરવા જોઈએ. સૂર્યના દુષ્પ્રભાવથી બચવા માટે દર રવિવારે ભાતમાં દૂધને ગોળ મિક્સ કરીને ખાવું. આવું કરવાથી તમને ખૂબ લાભ મળશે.

આ પણ વાંચો - Vastu tips: નવા વર્ષ પહેલા ઘર અને દુકાનમાં કરો આ ફેરફાર, ચોક્કસ મળશે પ્રગતિ

સૂર્ય દેવને અર્ધ કઈ રીતે અર્પણ કરવો

સૌપ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું.

આ પછી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો અથવા સાંભળવું.

આ બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને તાંબાના કળશમાં જળ લેવું.

આ જળમાં સિંદૂર, અક્ષત, લાલ ફૂલ અને ગોળ નાંખવો.

હવે આ જળને આંખો બંધ કરી સૂર્ય દેવતાનું ધ્યાન ધરતા જેમને અર્પિત કરવું.

આ પણ વાંચો - Astrology Remedies: ગુલાબના ફૂલના આ ઉપાયો તમારા જીવનમાં લાવશે સફળતા રૂપી સુગંધ

લાભ

રવિવારના દિવસે સૂર્યને અર્ધ્ય આપવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ સૂર્યના કિરણોના પ્રભાવથી શરીરના રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. જણાવી દઈએ કે સૂર્યની ઉપાસનામાં ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રને પણ રવિવારનો વિશેષ મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી જાતકની કુંડળીમાં સૂર્ય પ્રબળ થાય છે.
First published:

Tags: Astrology tips, Dharam bhakti, Vrat

આગામી સમાચાર