Shukra Dosh Upay: કુંડળીમાં શુક્ર નબળો હોય તો થઈ શકે છે ધન હાનિ, જાણો અશુભ પ્રભાવ દૂર કરવાના ઉપાય
Shukra Dosh Upay: કુંડળીમાં શુક્ર નબળો હોય તો થઈ શકે છે ધન હાનિ, જાણો અશુભ પ્રભાવ દૂર કરવાના ઉપાય
જ્યોતિષમાં શુક્ર દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Shukra Dosh Upay: શુક્રનો અશુભ પ્રભાવ વૈવાહિક જીવનમાં મુશ્કેલી, પારિવારિક જીવનમાં અશાંતિ, યૌન અંગોમાં નબળાઈ, ધનની હાનિ, સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. જ્યોતિષ (Astro Tips)માં શુક્ર દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Shukra Dosh Upay: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શુક્ર ગ્રહ મનુષ્યના જીવનમાં સુંદરતા, સદભાવ, ઊંડી ભાવનાઓ અને સહાનુભૂતિને પ્રેરિત કરવાની અપાર શક્તિ રાખે છે. તે તમારા વિવાહ અને અન્ય સંબંધો, વ્યવસાય, કળા અને તમારા સામાજિક જીવનની ગુણવત્તામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શુક્ર તમારી પ્રેમની પસંદગીને અને સંબંધોમાં કેવો વ્યવહાર કરો છો તેને પણ પ્રભાવિત કરે છે. ઉપરાંત, તમારી રચનાત્મક અને કળાત્મક અભિવ્યક્તિની શૈલી પર પણ શુક્રનો પ્રભાવ રહે છે.
શુક્રનો અશુભ પ્રભાવ વૈવાહિક જીવનમાં મુશ્કેલી, પારિવારિક જીવનમાં અશાંતિ, યૌન અંગોમાં નબળાઈ, ધનની હાનિ, સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. આ તમામ સમસ્યાઓ તમારી જન્મ કુંડળીમાં શુક્રના ખરાબ થવાના કારણે થાય છે. વિભિન્ન ભાવોમાં શુક્ર જન્મ સમયે પોતાની સ્થિતિને આધારે અલગ-અલગ ફળ આપે છે. જ્યોતિષમાં શુક્ર દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાયો (Shukra Dosh Upay) જણાવવામાં આવ્યા છે. જાણો તેના વિશે..
જો કોઈ જાતકના વિવાહમાં શુક્ર દોષને લીધે સમસ્યા ઊભી થઈ હોય તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્ર પહેરીને ॐ દ્રાં દ્રીં દ્રોં સ: શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 5, 11 કે 21 માળાનો જાપ કરવાથી શુક્ર બળવાન બને છે.
શ્રીસૂક્તનો પાઠ કરો
જો કોઈ જાતકની કુંડળીમાં શુક્ર કમજોર સ્થિતિમાં હોય તો તેણે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા સાથે શ્રી સૂક્ત અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શુક્રથી સંબંધિત વસ્તુઓનું શુક્રવારે શુક્રની હોરા અને તેના નક્ષત્રો એટલે કે ભરણી, પૂર્વા ફાલ્ગુની, પૂર્વષાઢા દરમિયાન દાન કરવું જોઈએ. દાનની વસ્તુઓમાં દહીં, ખીર, જુવાર, અત્તર, રંગીન કપડા, ચાંદી, ચોખા વગેરે હોઈ શકે છે.
શુક્રદેવના આશીર્વાદ માટે આ રુદ્રાક્ષ ધારણ કરો
જો તમે શુક્રદેવની કૃપા ઈચ્છતા હો તો તમારે 6 મુખી અથવા 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત થશે અને તમને આર્થિક સમૃદ્ધિ પણ મળશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર