સોમવારે જન્મેલી વ્યક્તિ હોય છે આકર્ષક, જાણો જન્મનો વાર તમારા વિશે શું કહે છે?

સપ્તાહનાં સાતેય વાર કોઇને કોઇ ગ્રહ સાથે જોડાયેલા હોય છે

સપ્તાહનાં સાતેય વાર કોઇને કોઇ ગ્રહ સાથે જોડાયેલા હોય છે

 • Share this:
  ધર્મભક્તિ ડેસ્ક : વ્યક્તિનો સ્વભાવ, તેની પસંદ, નાપસંદ, આદતો તેના જન્મનાં દિવસ પર આધારિત હોય છે. સપ્તાહનાં સાતેય વાર કોઇને કોઇ ગ્રહ સાથે જોડાયેલા હોય છે. તેથી તે ગ્રહની અસર તે વારે જન્મતા લોકો પર પણ પડતી હોય છે. તો આજે આપણે જોઇએ કે કયા વારે જન્મેલા લોકો કેવા હોય છે.

  રવિવાર : જેમનો જન્મ રવિવારે થયો હોય તેમને નસીબ ઘણું સારૂં હોય છે. કલા અને શિક્ષણ ક્ષેત્રે તેઓ માન-સન્માન મેળવે છે. તેઓ લાંબુ આયુષ્ય પણ ભોગવે છે. ધર્મમાં સારી રૂચિ ધરાવતા હોય છે. તેઓ કુટુંબીજનોને સુખી રાખવા માગતા હોય છે. તેમણે રોજ સવારે સૂર્યની આરાધના કરીને પાણી અર્પણ કરવું જોઇએ.

  સોમવાર : સોમ એટલે ચંદ્ર. સોમવારને ચંદ્રનો વાર કહેવાય છે. સોમવારે જન્મ થયો હોય એ વ્યક્તિ ચંદ્રની જેમ સુંદર અને શાંત-શીતળ હોય છે. તેઓ આકર્ષક દેખાવડા હોય છે. તેમનો સ્વભાવ હસમુખો અને મળતાવડો હોય છે. સુખ હોય કે દુ:ખ, દરેક સ્થિતિમાં તેઓ બેલેન્સ્ડ રહે છે. તેમને અવારનવાર કફજન્ય બીમારીઓ થતી હોય છે. જેને કારણે તેમનામાં નબળાઇ પણ રહેતી હોય છે. આમ છતાં તેમને જીવનમાં સુખસુવિધા મળતી હોય છે. આ વાર જન્મનારે દર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી રાહત રહે છે.

  મંગળવાર : લાલ રંગના ગ્રહના વાર મંગળવારે જન્મેલા લોકો સ્વભાવના ઉગ્ર હોય છે. આ લોકો દિલના એકદમ સાફ હોય છે. ક્યારેક તેમને લોહી અને ચામડીને લગતી તકલીફો રહે છે પરંતુ જલદી રાહત પણ મળી જતી હોય છે. શિષ્ટતા અને શિસ્ત માટે તેઓ કોઇ સમજૂતી કદી કરતા નથી. હનુમાનજીને સિંદુર અને આકડાનાં પાંદડાં ચડાવવાથી ફાયદો થઇ શકે.

  બુધવાર : બુધ ગ્રહ અને સરસ્વતી માના પ્રભાવવાળા બુધવારે જન્મનાર વ્યક્તિ તેજસ્વી બુદ્ધિવાળા હોય છે. તેઓના શરીરનું કદ ઠીંગણું અને શરીર પણ પાતળુ હોય છે. પરંતુ તેઓ ઘણા સ્ફૂર્તિવાળા અને ઝડપી હોય છે. જલદીથી નિર્ણય લેવાની તેમનામાં ક્ષમતા હોય છે. ધર્મનાં કામોમાં પણ તેમની ઘણી રુચિ રહેતી હોય છે. માતા-પિતા પ્રત્યે તેઓ આદર અને પ્રેમ રાખે છે. આ વારે જન્મેલા લોકોએ ગણેશજીને દર બુધવારે દૂર્વા (ધરો)ની 11 ગાંઠ અર્પણ કરવાથી સુખાકારી જળવાઇ રહે છે.

  ગુરુવાર : ગુરુવારે જન્મેલા લોકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા માનવામાં આવે છે. તેઓ જીવનમાં મુશ્કેલીઓનો સામનો આસાનીથી કરી લેતા હોય છે. ગુરુવારે જન્મેલા લોકો દેખાવમાં આકર્ષક અને ગોરા રંગના હોય છે. તેમનું મિત્ર વર્તુળ સારૂ હોય છે. મિત્રો થકી તેઓ કાયમ મોજમાં રહે છે. તેમને નસીબનો સાથ પણ મળી રહેતો હોય છે. લેખન-પ્રકાશન વ્યવસાયમાં તેમને સારી સફળતા મળતી હોય છે. ગુરુવારે ચણાની દાળ અને બેસનના લાડુ શિવજીને ધરાવવાથી તેઓ હંમેશા ખુશ રહે છે.

  આ પણ વાંચો : વર્ષ 2020માં શનિદેવની કૃપા માટે કરો આ ઉપાય

  શુક્રવાર : શુક્ર ગ્રહનાં પ્રભુત્વવાળા આ લોકો બહારથી દેખાવે થોડા નબળા લાગે છે પરંતુ મનનાં મજબૂત હોય છે. વેપાર-વાણિજ્ય, બાંધકામ, હસ્તકળા વગેરે ક્ષેત્રે તેઓ સારા સફળ રહે છે. સહનશીલતાનાં ગુણને કારણે તેઓ કપરા સમયનો સામનો પણ સારી રીતે કરી શકે છે. શુક્રવારે જન્મેલા લોકો કલાક્ષેત્રે સારી નામના મેળવી શકે છે. દર શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવાથી ફાયદો થાય છે.

  શનિવાર : શનિ ગ્રહની કૃપા સાથે જન્મેલા લોકો દેખાવે થોડા કાળા હોઇ શકે છે. આ લોકો ઘણાં જ મહેનતુ પણ હોય છે ને એટલે જ સફળ થતા હોય છે. દર શનિવાર શનિદેવ કે હનુમાનજી મંદિરે કાળા તલનું દાન કરવાથી રાહત રહે છે.

  આ પણ વાંચો : 25 ડિસેમ્બરે બુધની બદલાશે ચાલ, આ રાશિઓને થશે બમ્પર લાભ
  Published by:Kaushal Pancholi
  First published: