Home /News /dharm-bhakti /Ratha Saptami 2022: જાણો સૂર્યનું ધાર્મિક મહત્વ અને તે કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે

Ratha Saptami 2022: જાણો સૂર્યનું ધાર્મિક મહત્વ અને તે કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે

શ્રીકૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું છે કે સૂર્ય પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે. (Image credit- Rgyan.com)

Ratha Saptami 2022: દર વર્ષે માઘ મહિનાની સપ્તમી તિથિએ રથ સપ્તમી ઉજવવામાં આવે છે. તે સૂર્યની જયંતિ તરીકે મનાવવામાં આવે છે. આ અવસરે જાણીએ સૂર્ય ભગવાનનો મહિમા અને તે આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે.

Ratha Saptami 2022: ગઈ કાલે વસંત પંચમીનો તહેવાર હતો. તેના બે દિવસ બાદ સપ્તમી તિથિએ રથ સપ્તમી (Ratha Saptami) આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ઋષિ કશ્યપ અને અદિતિના સંયોગથી ભગવાન સૂર્યનો જન્મ થયો હતો. આ જ દિવસે તેમના સાત ઘોડાઓએ તેમના રથનું વહન કરવાનું શરુ કર્યું હતું અને સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ ફેલાયો હતો. તેથી આ દિવસ રથ સપ્તમી તરીકે પ્રચલિત બન્યો. આ દિવસને સૂર્યદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને અચલા સપ્તમી (Achala Saptami), પુત્ર સપ્તમી (Putra Saptami) અને આરોગ્ય સપ્તમી (Arogya Saptami) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વખતે રથ સપ્તમી 7 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે ઉજવવામાં આવશે. આ અવસરે જાણીએ સૂર્ય ભગવાનનો મહિમા અને તે આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે.

સ્વયં શ્રી કૃષ્ણએ કહ્યો છે સૂર્યદેવનો મહિમા

ભવિષ્ય પુરાણમાં ભગવાન કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું છે કે સૂર્ય જેવો સંસારમાં અન્ય કોઈ દેવ નથી. તે પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે, જેમણે સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવ્યું છે. પ્રકાશ જ સકારાત્મકતા અને ઊર્જાનું પ્રતીક છે. મનુષ્યના શરીરમાં પ્રકાશરૂપી જે આત્મા છે, તે વાસ્તવમાં સૂર્યનું જ પ્રતિબિંબ છે. ભવિષ્ય પુરાણ મુજબ સમગ્ર વિશ્વ પ્રકાશમાંથી ઉત્પન્ન થયું છે અને તે પ્રકાશમાં જ વિલીન થઈ જશે.

આ પણ વાંચો: ગુપ્ત નવરાત્રીમાં અજમાવી જુઓ આ 5 ઉપાયો, અટકેલા કામ થશે પૂરા

શ્રીરામે રાવણ વધ પહેલા કરી હતી ઉપાસના

વાલ્મીકિ રામાયણમાં કહેવામાં આવ્યું છે કે રાવણથી યુદ્ધ કરતી વખતે પ્રભુ શ્રીરામ ખૂબ જ થાકી ગયા હતા કારણ કે રાવણ પણ ખૂબ શક્તિશાળી હતો. ત્યારે મહર્ષિ અગસ્ત્યએ તેમને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરીને સૂર્યની પૂજા કરવાની સલાહ આપી. શ્રીરામે એવું જ કર્યું અને આ પછી તેમના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમણે રાવણનો વધ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો.

શ્રી કૃષ્ણનો પુત્ર થયો હતો રોગમુક્ત

ભગવાન શ્રીકૃષ્ણનો પુત્ર સાંબ ખૂબ જ ઘમંડી હતો. તેણે એકવાર ઋષિ દુર્વાસાનું અપમાન કરી નાખ્યું. એ પછી દુર્વાસા ઋષિએ તેને કુષ્ઠ રોગી બનવાનો શ્રાપ આપી દીધો. ત્યારે ભગવાન કૃષ્ણએ તેને સૂર્યની ઉપાસના કરવાનું કહ્યું. રથ સપ્તમીના દિવસે સૂર્યની આરાધના કરીને સાંબ રક્તપિત્તમાંથી મુક્ત થયો હતો. આ કારણે સૂર્યને આરોગ્યદાતા કહેવામાં આવ્યા. રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: ગ્રહોના નંગ આંગળીમાં પહેરતા પહેલા જાણી લો આ ખાસ નિયમ, સુધરી જશે જીવન

માન-સન્માન આપનારો ગ્રહ

જ્યોતિષની દૃષ્ટિએ પણ સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને માન-સન્માન આપનાર ગ્રહ કહેવાય છે. કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે, સ્વસ્થ રહે છે અને કીર્તિ પ્રાપ્ત કરે છે. જ્યોતિષની શાખા વાસ્તુના નિયમ પણ સૂર્યના કિરણો પર આધારિત છે. સૂર્યપ્રકાશ તમામ હાનિકારક જંતુઓનો નાશ કરે છે.

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે સૂર્યપ્રકાશનું મહત્વ

આયુર્વેદમાં પણ સૂર્યનો મહિમા જણાવવામાં આવ્યો છે. સૂર્યપ્રકાશ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂર્યમાંથી આપણા શરીરને વિટામિન ડી મળે છે જે શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદરૂપ માનવામાં આવે છે. વિટામિન ડીથી શારીરિક કમજોરી, હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થાય છે. જો સૂર્યોદય સમયે જો સૂર્યની લાલિમા દેખાય તો આંખોની રોશની વધે છે અને ત્વચાના તમામ રોગોથી મુક્તિ મળે છે.
First published: