Home /News /dharm-bhakti /Vastu Tips for Kids Room: બાળકોનો રૂમ બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Vastu Tips for Kids Room: બાળકોનો રૂમ બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

બાળકોનો રૂમ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. (પ્રતીકાત્મક ફોટો- istock)

Vastu For Children Bedroom: જો તમે પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા હો અને તેમને ખુશ રાખવા માગતા હો તો તમારે બાળકોના રૂમમાં કેટલીક ખાસ ચીજો રાખવી જોઈએ.

Vastu Tips for Kids Room: દરેક માતા-પિતા પોતાના બાળકને બધું જ સર્વશ્રેષ્ઠ આપવા માગે છે. તેમની હંમેશા એવી ઈચ્છા હોય છે કે તેમના બાળકો સફળ થાય અને જીવનમાં પ્રગતિ કરે. જો કે, ઘણીવાર બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં જો તમે પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા હો અને તેમને ખુશ રાખવા માગતા હો તો તમારે બાળકોના રૂમમાં કેટલીક ખાસ ચીજો રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર અહીં જણાવેલી ચીજો અત્યંત શુભ હોય છે. આવો જાણીએ કે બાળકોના રૂમમા કઈ-કઈ વસ્તુઓ રાખવી જોઈએ?

બેડરૂમ

બાળકના રૂમની દિશા ઉત્તર પૂર્વ દિશામાં હોવી જોઈએ કારણકે, આ દિશા બુદ્ધિ અને શક્તિ સંબંધિત હોય છે. આ દિશામાં બેડ રાખવાથી બાળકો અભ્યાસમાં વ્યસ્ત રહે છે અને તેઓ સકારાત્મક ઊર્જા અનુભવે છે.

આ પણ વાંચો: આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવા અપનાવો આ જ્યોતિષ અને વાસ્તુ ટિપ્સ

સ્ટડી ટેબલ

પોતાના બાળકના રૂમમાં સ્ટડી ટેબલ એવી જગ્યાએ રાખો જ્યાં તેમનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોય. આમ કરવાથી તેમને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને તેઓ એ અનુસાર કામ કરશે.

ગ્લોબ (Globe)

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક ભણવામાં હોશિયાર બને તો ગોળાને ઉત્તર પૂર્વ દિશામાં રાખો. આ દિશામાં ગ્લોબ રાખવાથી તેમનામાં જ્ઞાનનો સંચાર થાય છે. તેનાથી બાળકો બુદ્ધિશાળી બને છે અને અભ્યાસમાં સારા માર્ક્સ મેળવે છે.

ફોટો ફ્રેમ

બાળકના રૂમમાં ફોટો ફ્રેમ હંમેશા પશ્ચિમ દિશામાં રાખો કારણ કે, આ દિશામાં ફોટો રાખવો વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે અને બાળક ખુશ રહે છે.

આ પણ વાંચો: આ છે સૌથી ખતરનાક રત્ન, તમારી જિંદગી સુધારી અને બગાડી પણ શકે છે!

રંગોનો ઉપયોગ

તમારા બાળકના રૂમમાં એવા રંગોનો ઉપયોગ કરો જે બાળકને ખુશ કરે અને બાળકને પસંદ આવે. બાળકોના રૂમ માટે લીલો રંગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગ તાજગી, શાંતિ અને પ્રગતિનું પ્રતીક છે. આ રંગ મગજને તેજ બનાવે છે અને તરોતાજા રાખે છે.

બાળકનો બેડ

બાળક ઘણી વખત બેડ પર પોતાનું હોમવર્ક અથવા પ્રોજેક્ટ કરે છે. બેડ એવી રીતે રાખવો જોઈએ કે સૂતી વખતે મોં દક્ષિણ કે પૂર્વ દિશામાં રહે.

ધ્યાન રાખવા જેવી બાબતો

- બાળકોના બેડ સામે બાથરૂમનો દરવાજો ન હોવો જોઈએ.

- મિરર પણ બાળકોના બેડની સામે ન હોવો જોઈએ.

- તમારા બાળકના રૂમમાં ઉપયોગમાં લેવાતી લાઈટ્સ ન તો બહુ ચળકતી હોવી જોઈએ, કે ન તો ઝાંખી.

- બાળકના રૂમમાં ક્યારેય પણ ઇલેક્ટ્રોનિક સામાનનો ઉપયોગ ન કરો.

- તમારા બાળકના રૂમમાં ઉપયોગમાં લેવાતું ફર્નિચર પણ ક્યારેય દીવાલને સ્પર્શ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Astrology in gujarati, Dharm Bhakti, Vastu shastra, Vastu tips, Vastu Tips for Better Study, ધર્મભક્તિ

विज्ञापन