મારુતિનંદનને કઈ રીતે મળ્યું હનુમાન નામ? અહી જાણો રસપ્રદ કથા
મારુતિનંદનને કઈ રીતે મળ્યું હનુમાન નામ? અહી જાણો રસપ્રદ કથા
lord hanuman
સંકટમોચન કહેવાતા ભગવાન હનુમાનમાં કરોડો લોકોની આસ્થા છે. તેમનુ નામ લઈ અનેક લોકો પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે. રામ ભક્ત હનુમાનને યાદ કરી અનેક સંકટથી રક્ષા મળે છે. ત્યારે તેમનું નામ હનુમાન કઈ રીતે પડ્યું તે રસપ્રદ કિસ્સો છે.
સંકટમોચન કહેવાતા ભગવાન હનુમાનમાં કરોડો લોકોની આસ્થા છે. તેમનુ નામ લઈ અનેક લોકો પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે. રામ ભક્ત હનુમાનને યાદ કરી અનેક સંકટથી રક્ષા મળે છે. ત્યારે તેમનું નામ હનુમાન કઈ રીતે પડ્યું તે રસપ્રદ કિસ્સો છે.
કેસરી નંદન આ રીતે બન્યા મારુતિમાંથી ભગવાન હનુમાન -
હિન્દુ ધર્મ અનુસાર આ ઘટના હનુમાનજીના બાળપણની છે. એક દિવસ જ્યારે મારુતિ ઊંઘમાંથી જાગ્યા તો તેમને ખૂબ ભૂખ લાગી હતી. તેમણે ખાવા માટે આસપાસ નજર નાખી અને તેમણે ઝાડ પર એક લાલ પાકેલું ફળ જોયું. પોતાની ભૂખ સંતોષવા મારુતિ એ ફળ ખાવા નીકળી પડ્યા. અસલમાં મારુતિને ઝાડ પર જે લાલ રંગનું ફળ લાગ્યું તે બીજું કોઈ નહીં પણ સ્વયં સૂર્યદેવ હતા. જે દિવસે આ ઘટના બની તે અમાસનો દિવસ હતો અને રાહુ સૂર્ય ગ્રહણ કરવાનો હતો. પરંતુ તે આ કરે તે પહેલા જ હનુમાનજી સૂર્યને ગળી ગયા. આ પછી રાહુએ ઈન્દ્રદેવ પાસે આ બાબતે મદદ માંગી હતી.
ત્યારબાદ સૂર્યદેવને મુક્ત કરવા ઇન્દ્રદેવે હનુમાનજીને વિનંતી કરી હતી. પણ વારંવાર વિનંતી કરવા છતાં સૂર્યદેવને બાળહઠમાં મુક્ત ન કર્યો ત્યારે ગુસ્સામાં ઈન્દ્રએ વજ્ર વડે તેમના ચહેરા પર પ્રહાર કર્યા હતા. જેના કારણે સૂર્યદેવ મુક્ત થઈ ગયા, પરંતુ તેમના હુમલાથી મારુતિ બેહોશ થઈ ગયા હતા અને આકાશમાંથી પૃથ્વી પર પડ્યા હતા. જે પછી પવનદેવ આ ઘટનાથી નારાજ થઈને મારુતિને ગુફામાં લઈ ગયા, તેઓ ગુસ્સે હતા. જેના કારણે પૃથ્વી પરના જીવોમાં ગભરાટ ફેલાયો છે.
આ વિનાશને રોકવા માટે બધા દેવતાઓ પવનદેવને વિનંતી કરે છે કે તેઓ પોતાનો ક્રોધ છોડી દે અને પૃથ્વી પર પ્રણવાયુ રોકી ન રાખે. ત્યારબાદ તમામ દેવતાઓ મારુતિને વરદાનમાં દૈવી શક્તિઓ આપી અને મારુતિને તેના ભક્તો હનુમાન નામથી પૂજશે તેવું વરદાન પણ આપ્યું. તે દિવસથી મારુતિનું નામ હનુમાન પડ્યું હતું. આ સમગ્ર ઘટનાને તુલસીદાસની હનુમાન ચાલીસામાં સુંદર રીતે સમજાવવામાં આવી છે.
હનુમાનજીના વ્રત અને પૂજા
હનુમાન વ્રત કરનાર વ્યક્તિએ અમુક નિયમોનું પાલન કરવું પડે છે. વ્રત રાખનારાઓએ ઉપવાસની આગલી રાતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શક્ય હોય તો જમીન પર સૂવાનો પ્રયાસ કરો.
બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને ભગવાન શ્રી રામ, માતા સીતા અને શ્રી હનુમાનનું સ્મરણ કરો.
હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરો અને તેમની વિધિપૂર્વક પૂજા કરો. પૂજા કરતી વખતે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો અને પછી હનુમાનજીની આરતી કરો.
સાંજે લાલ વસ્ત્રો બિછાવીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો.
લાલ કપડા પહેરીને જાતે જ લાલ રંગ પર બેસો
ઘીનો દીવો અને ચંદનનો અગરબત્તી કે ધૂપ પ્રગટાવો.
ચમેલીના તેલમાં ઓગાળીને નારંગી સિંદૂર અને ચાંદીનું વર્ક ચઢાવો.